ભારતમાં વર્ષ 2024 દરમિયાન માર્ગ અકસ્માતમાં થયા 1.77 લાખ લોકોના મોત, લોકસભામાં આંકડો આવ્યો સામે

ભારતમાં 2024માં માર્ગ અકસ્માતોએ અત્યાર સુધીનો સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો છે. 2024માં દેશમાં માર્ગ અકસ્માતોમાં કુલ 1 લાખ 77 હજાર 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2023માં આ આંકડો 1 લાખ 73 હજારથી વધુ છે અને દેશમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામનારા લોકોની સૌથી વધુ સંખ્યા છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં ડીએમકે સાંસદ એ. રાજાના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ગડકરીએ ગૃહને જણાવ્યું હતું કે આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે માર્ગ સલામતી માટે વધુ કડક અને ઝડપી પગલાં લેવાની સખત જરૂર છે. ગડકરીએ કહ્યું, “રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલી માહિતી અનુસાર, 2024 માં તમામ પ્રકારના રસ્તાઓ પર અકસ્માતોમાં કુલ 177,177 લોકો મૃત્યુ પામ્યા હતા. આમાં પશ્ચિમ બંગાળનો…