ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો
ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ…
Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી
વડોદરાના ભાયલીની વિબગ્યોર સ્કૂલને દંડ ફટકાર્યો છે. શાળામાં ગણવેશ અને પુસ્તક સામગ્રી ખરીદવા દબાણ થતું હોવાની માહિતી સામે આવી હતી.જેથી RTE એક્ટનો અમલ ન થતો હોવાથી DEOએ કાર્યવાહી કરી છે. અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકાર્યો છે. આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર વડોદરા DEO મહેશ પાંડે જણાવ્યું કે, ”વિબગ્યોર સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના 100થી 150 વાલીઓ સ્કૂલ વિરૂદ્ધ ફરિયાદ કરવા આવ્યા હતા. જેના પગલે તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના પગલે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે અને સ્કૂલને 30 હજારનો દંડ ફટકારવામા આવ્યો છે” આ પણ વાંચો :- gandhinagar :…
gandhinagar : ગુજરાત સરકારને મળી અરજીઓ, એપ્રિલમાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા
રાજ્ય સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો હતો. ત્યાર બાદ એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના સેવાઈ રહી છે. કારણ કે, 11000 જેટલી વાંધા અરજીઓ ફેરફાર માટે મળી હતી. જેમાં 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડા માટેની છે. CM કક્ષાએ અંતિમ નિર્ણય બાદ નવા દર જાહેર થઈ શકે છે. આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ એક શહેરમાંથી 1000 જેટલી અરજી આવેલી છે. જેમાં 800 વાંધા અરજીઓ આવી છે. મોટા ભાગે જંત્રી દરમાં વિસંગતતા હોવાની અરજીઓ છે. સૂચિત જંત્રીદર સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે. જે કેટલી યોગ્ય છે અને જંત્રીદરમાં કેટલી વિસંગતતા છે તેની સમીક્ષા કરવા કલેકટર…









