ઈરાનમાં સુપ્રીમ લીડર વિરુદ્ધ દેશમાં વિરોધ, લાખો લોકો રસ્તાઓ પર ઉતાર્યા

ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇના વિરુદ્ધ દેશમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે. તેહરાન અને મશહાદની શેરીઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને “આ અંતિમ યુદ્ધ છે” જેવા સૂત્રોચ્ચારો કરી રહ્યા છે. ખલીફાની સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને કાબૂમાં કરવા માટે ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કર્યો છે. વિરોધ પ્રદર્શનનો વ્યાપ પ્રદર્શન તેહરાનના જૂમ્હુરી સ્ટ્રીટ, નાસેર ખોસરો સ્ટ્રીટ અને ઈસ્તાંબુલ સ્ક્વેર જેવા વિસ્તારોમાં ગોઠવાયેલું છે. તેહરાનના મુખ્ય વ્યાપારી અને સરકારી વિસ્તારોમાં પણ વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ જોવા મળી છે. આ દેખાવો હવે મશહદ, ઈસ્ફહાન, શિરાજ અને હમદાન સહિતના અન્ય શહેરોમાં ફેલાઈ ચૂક્યા છે. મુખ્ય કારણો – આર્થિક તંગી: યુએસ પ્રતિબંધો અને પ્રાદેશિક યુદ્ધોના કારણે ઈરાનની અર્થવ્યવસ્થા ચરમરાઈ છે. રિયાલનું મૂલ્ય ડોલર સામે 14…

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ મામલે પોલીસે મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા રી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો. ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા…

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યાને લઇ ભારતભરમાં પ્રદર્શન અને આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસને લઈને ભારતમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. દેશભરમાં છેલ્લા કેટલાય દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્લીથી કોલકાતા સુધી, VHP, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું. કેટલાક સ્થળોએ બાંગ્લાદેશી હાઈકમિશનના બહાર પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો અને મોહમ્મદ યુનુસના પुतળા પણ ફાડવામાં આવ્યા. દિલ્લીમાં સ્થિતિ સૌથી વધારે કટોકટીભરી બની હતી. હજારો પ્રદર્શનકારીઓ બેનર અને ભગવા ઝંડા સાથે હાઈકમિશનની નજીક પહોંચ્યા અને પોલીસ સાથે ધક્કા મુક્કી થઈ. હાઈકમિશનની સુરક્ષા માટે ત્રણ સ્તરની બેરિકેડ અને 15 હજાર પોલીસ તેમજ અર્ધસૈનિક દળ તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનકારીઓને 800 મીટર દૂર જ રોકવામાં આવ્યું. DTC બસો પ્રદર્શનકારીઓએ અવરોધરૂપ બનાવી દીધી હતી, અને પોસ્ટરો પર “હિંદુ રક્તની એક-એક બૂંદનો…

અમેરિકાઃ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત, જાણો વિગત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. 2018માં પત્રકાર જમાલ ખાશોગીની હત્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે. ટ્રમ્પે ક્રાઉન પ્રિન્સનું લશ્કરી સન્માન, ફ્લાયઓવર અને મરીન બેન્ડ સાથે સ્વાગત કર્યું. ખાશોગીની હત્યાથી બંને દેશો વચ્ચે તણાવ આવ્યો હતો, પરંતુ સાત વર્ષ પછી સંબંધો સામાન્ય થાય તેવા લક્ષણો દેખાયા. ટ્રમ્પે ખાશોગી કેસ પર પ્રશ્નો ટાળ્યા અને ક્રાઉન પ્રિન્સના માનવાધિકાર સુધારાઓની પ્રશંસા કરી. અબજ ડોલરના રોકાણો અને નવા સોદા ક્રાઉન પ્રિન્સે જાહેરાત કરી કે સાઉદી અરેબિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના રોકાણને 1 ટ્રિલિયન ડોલર સુધી વધારશે. બંને દેશોએ અનેક મોટા વેપાર અને સંરક્ષણ સોદાઓ તૈયાર કર્યા છે. બુધવારે વોશિંગ્ટનમાં એક મુખ્ય રોકાણ પરિષદ પણ યોજાશે, જેમાં સેલ્સફોર્સ, ફાઇઝર, શેવરોન…

“કાયદાના દાયરામાં રહો અમેરિકા”, સંયુક્ત રાષ્ટ્રે ટ્રમ્પને આપ્યું અલ્ટીમેટમ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (UNHRC) એ અમેરિકાના તાજેતરના લશ્કરી હુમલાઓ પર તીખી પ્રતિક્રિયા આપતા યુનાઇટેડ સ્ટેટ્સને કડક ચેતવણી આપી છે. આ હુમલાઓ કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં કથિત ડ્રગ હેરફેર કરતી બોટો પર કરવામાં આવ્યા હતા, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે. UNHRCના વડા વોલ્કર તુર્કે જણાવ્યું કે આ કાર્યવાહી “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન” છે અને “ન્યાયિક હત્યા” સમાન છે. તેમણે અમેરિકા સામે અલ્ટીમેટમ જાહેર કરતા કહ્યું કે, “વોશિંગ્ટનને આવા ઘાતક હુમલાઓ તાત્કાલિક બંધ કરવા પડશે.” “ઘાતક બળનો કોઈ વાજબી ઉપયોગ નથી”: વોલ્કર તુર્ક વોલ્કર તુર્કે કહ્યું કે ડ્રગ હેરફેર સામે લડવું જરૂરી છે, પરંતુ “ઘાતક હુમલો ઉકેલ નથી.” તેમના કહેવા પ્રમાણે, કાયદા અનુસાર ઘાતક બળનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે કોઈના…

ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો

ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા બહાર આવતા જ વિશ્વભરના કેથોલિક સમુદાયમાં આંચકો ફેલાયો છે અને ચર્ચ પ્રત્યે લોકોની આસ્થાને ગંભીર ઠેસ પહોંચી છે. આપત્તિજનક આંકડા બહાર આવ્યા ઇટાલિયન ચર્ચ દુર્વ્યવહાર વિરોધી સમૂહ Rete l’Abuso દ્વારા બહાર પાડાયેલા અહેવાલ અનુસાર, સંસ્થા પાસે અત્યાર સુધી 1,250 શંકાસ્પદ કેસોના દસ્તાવેજો છે, જેમાંથી 1,106 કેસ સીધા પાદરીઓ સાથે સંબંધિત છે. અહેવાલ મુજબ: – પીડિતોની કુલ સંખ્યા: 4,625 – પાદરીઓ દ્વારા શોષણના કેસ: 4,395 – અલ્પવયસ્ક (18 વર્ષથી નીચે) પીડિતો: 4,451 – પુરુષ પીડિતો: 4,108 – અન્ય પીડિતો: 5 નન, 156 પુરુષો અને 11 દિવ્યાંગ લોકો…

ચીનમાં મોટું ધાર્મિક દમન: 30 પાદરીઓની ધરપકડ, અમેરિકાએ કરી સખત નિંદા

ચીનમાં ફરી એકવાર ધાર્મિક સ્વતંત્રતા પર ભારે આરોપ લાગ્યો છે. ચીની સરકારે દેશના સૌથી મોટા અંડરગ્રાઉન્ડ ચર્ચ નેટવર્ક “ઝિઓન હાઉસ ચર્ચ” સામે કડક કાર્યવાહી કરતાં 30થી વધુ પાદરીઓને ધરપકડ કરી છે. આ ધરપકડ ખ્રિસ્તી સમુદાય માટે 2018 પછીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. બીજી તરફ, અમેરિકાએ તાત્કાલિક મુક્તિની માંગ સાથે આ કાર્યવાહી સામે ઘાટો વિરોધ નોંધાવ્યો છે. કોને ધરપકડ કરવામાં આવ્યા? અગ્રણી પાદરી જિન મિંગરી, જેઓ ઝિઓન ચર્ચના સ્થાપક છે, તેમને દક્ષિણ ચીનના બેહાઈ શહેરથી શુક્રવારની સાંજે તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવ્યા હતા. તેમનો ગુનો: માહિતી નેટવર્કનો ગેરકાયદેસર ઉપયોગ, જેમાં 7 વર્ષની જેલની સજા થઈ શકે છે. ચીનના કાયદા અનુસાર, ઇન્ટરનેટ દ્વારા ધાર્મિક પ્રવૃતિઓ ચલાવવી ગેરકાયદેસર છે. શું કહે છે પરિવાર અને સમર્થકો? જિન…

Nobel Peace Prize 2025: વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો, જાણો કેમ

વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલામાં લોકશાહી અધિકાર માટેના શાંતિપૂર્ણ સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. તેમણે આ પુરસ્કાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્પિત કર્યો છે, જે તેમના નિવેદનને લઈ હવે વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચા ઊભી થઈ છે. મચાડોનું નિવેદન મચાડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું,“આ પુરસ્કાર વેનેઝુએલાના દુઃખી લોકો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત છે, જેમણે અમારા કારણને નિર્ણાયક સમર્થન આપ્યું.” તેમણે જણાવ્યું કે તેઓ આજે પહેલાં કરતાં વધુ વિશ્વાસ સાથે લોકશાહીની લડાઈ લડી રહ્યા છે અને ટ્રમ્પ તેમજ વિશ્વના લોકશાહી રાષ્ટ્રો તેમની આશા છે. મારિયા કોરિના મચાડો કોણ છે? – જન્મ: 7 ઓક્ટોબર 1967 – વ્યવસાય: ઔદ્યોગિક એન્જિનિયર – રાજકીય…

મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે, જેને કારણે સમગ્ર વિસ્તારમા ભય અને અશાંતિનો માહોલ ફેલાઈ ગયો છે. થડિંગ્યુટ ઉત્સવ દરમિયાન હુમલો આ હુમલો ચાઉંગ ઓ શહેરમાં થયો હતો, જ્યાં લગભગ 100થી વધુ શ્રદ્ધાળુઓ બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલા થડિંગ્યુટ ઉત્સવ માટે ભેગા થયા હતા. ઉત્સવ દરમિયાન કેટલાક લોકો સરકારી નીતિઓના વિરોધમાં મીણબત્તી પ્રગટાવીને શાંતિપૂર્ણ જાગરણ પણ કરી રહ્યા હતા. એ દરમિયાન, મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડરમાંથી બે બોમ્બ ફેંકવામાં આવ્યા, જેના પરિણામે ઘણાં લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા અને અનેક ઘાયલ થયા. પીપલ્સ ડિફેન્સ ફોર્સનો દાવો અને સાત મિનિટનો ત્રાસ પીડીએફ (PDF – People’s Defence…