બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા, ટોળાએ ઢોર માર મારીને મોત નિપજાવ્યું

બાંગ્લાદેશમાં અશાંતિ હજુ પણ યથાવત્ છે. વધુ એક હિન્દુ યુવકની ટોળા દ્વારા હત્યા કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો ખંડણી સાથે સંબંધિત છે. આ મામલે પોલીસે મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે.

ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, બાંગ્લાદેશના રાજબાડી જિલ્લામાં બુધવાર (24 ડિસેમ્બર) મોડી રાત્રે ગામલોકોના એક ટોળાએ ખંડણીના આરોપમાં એક હિન્દુ વ્યક્તિને માર મારીને હત્યા નિપજાવી. બુધવાર રાત્રે અંદાજિત 11 વાગ્યે ટોળાએ હુમલો કર્યો. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી છે.

આ ઘટના દીપ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકની મોબ લિંચિંગના થોડા દિવસ બાદ બની છે. મયમનસિંહના ભાલુકા વિસ્તારમાં 27 વર્ષીય હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા રી નાખી હતી અને ત્યારબાદ તેમના મૃતદેહને સળગાવી દીધો હતો.

ડેલી સ્ટારના અનુસાર, પાંગ્શા સર્કરના સહાય પોલીસ અધીક્ષક દેબ્રતા સરકારે જણાવ્યું કે, સ્થાનિક લોકો દ્વારા એક વ્યક્તિ પર હુમલો થયાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિતની ઓળખ અમૃત મંડળ તરીકે થઈ છે, જેની સમ્રાટના નામથી ઓળખ થઈ છે. પોલીસે તે ખુબ જ ગંભીર સ્થિતિમાં મળ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેને મૃત જાહેર કરાયો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ટ્રમ્પનો નવો દાવો: ઈરાન કાયમી ન્યુક્લિયર નિરીક્ષણ માટે તૈયાર હોવાનો દાવો, તેહરાને ફગાવ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી ચર્ચાઓ વચ્ચે પરમાણુ કાર્યક્રમ, IAEA નિરીક્ષણ અને હોર્મુઝ જળમાર્ગને લઈને નવા દાવા-પ્રતિદાવા સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ દાવો કર્યો છે કે…

ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત…