Gandhinagar : ગુજરાતમાં માવઠુ થશે કે નહીં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચ મહિનામાં હવામાનમાં અનેક બદલાવ આવ્યા છે. જેના કારણે થોડા દિવસ ગરમી તો થોડા દિવસ ગરમીમાંથી રાહત મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ. આ પણ વાંચો :- વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ…

Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, આજથી પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજયમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે,સૌથી વધુ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી નોંધાયું છે. માર્ચ મહિનો અંત તરફ જઈ રહ્યો છે સાથે સાથે ગરમી પણ ધીમે ધીમે વધશે.આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. એટલે કે રાજ્યમાં તાપમાન ફરી 40 ડિગ્રીને પાર થઈ શકે છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 37.2 ડિગ્રી, ગાંધીનગરમાં 36.8 ડિગ્રી,ડીસામાં 37.8, વડોદરામાં 36.4 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી,નલિયામાં 36.4 ડિગ્રી, કેશોદમાં 37.8 ડિગ્રી,અમરેલીમાં 36.8…

Surat : સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત 3 લોકોનાં મોત

રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો થવા સાથે સુરતમાં રોગચાળો વકર્યો છે. 24 કલાકની અંદર 3 વર્ષના બાળક સહિત 3 લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. દર્દીઓના મોત નિપજવાના અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે. આ પણ વાંચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો :- શહેરમાં અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ…

Kutch : ગુજરાતનું હવામાન હવે કેવું રહેશે? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ.ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંયાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો હવામાન વિભાગના જણાવ્યા…

Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

રાજ્યમાં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શકયતા સેવાઈ રહી છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ આવતીકાલથી વધી શકે છે ગરમી :- આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ પછી રાજ્યમાં…

Ahmedabad : ગુજરાતમાં ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત,પવનની દિશા બદલાતા ઘટ્યું તાપમાન

આજે રાજ્યનાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ગરમીના પ્રકોપથી લોકોને આંશિક રાહત મળી છે.ઉત્તરથી પૂર્વમાં પવનની દિશા બદલાતા તાપમાનનો પારો થોડો નીચે આવ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ આગામી પાંચ દિવસ ગરમીના પ્રકોપથી રાહત :- હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે. રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ…

Ahmedabad : કાળઝાળ ગરમી લઈને પ્રાથમિક શિક્ષણ સમિતિનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે રાહત

અમદાવાદની પ્રાથમિક શિક્ષણ સમિતિએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો હતો. જેમાં કાળઝાળ ગરમીને લીધે વિદ્યાર્થીઓ માટે વોટર બેલ વગાડવામાં આવશે. શાળામાં વિદ્યાર્થીઓ પાણી પી શકે તે માટે દર દોઢ કલાકે બેલ વગાડવામાં આવશે. અને શાળાઓમાં જરૂરિયાત મુજબ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ પણ વાંચો :- Morbi : મોરબીમાં ડિમોલિશનની કામગીરી યથાવત, ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફરી વળ્યું 450 શાળામાં IEC ડિસ્પ્લે મુકવામાં આવશે. આ ડિસ્પ્લેમાં ગરમીમાં શું કરવું અને શું ના કરવું તેની માહિતી આપવામાં આવનાર છે. ત્યારે શિક્ષણ સમિતિના આ નિર્ણયના કારણે વિદ્યાર્થી પાણી પીવાનું ભૂલી નહીં શકે. ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો…

gandhinagar : ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર, અનેક શહેરોમાં હજી પણ વધશે ગરમી

ગુજરાતનાં 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયો છે. જો કે, આજથી ગરમીથી આશિંક રાહત મળશે તેવી વાત સામે આવી છે તો તાપમાનમાં 2-4 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે તો કેટલાક જિલ્લામાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવના છે અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન ઊંચુ રહેશે તો બીજી તરફ પોરબંદર, કચ્છમાં તાપમાન ઊંચુ રહેશે અને ઉત્તર પૂર્વના પવનોને લીધે ગરમીની અસર રહેશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આ શહેરોમાં હજી પણ વધશે ગરમી :- આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે.…

Saurashtra : રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર! પોરબંદર, ભાવનગર સહિત આ જિલ્લાઓમાં જાહેર કર્યુ યેલો એલર્ટ

રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ઉનાળાની આકરી ગરમી માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગે કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇને અલર્ટ આપ્યું છે. કચ્છ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ હવામાન વિભાગે આ ત્રણ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ :- પોરબંદર, ભાવનગર, સાબરકાંઠામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, બોટાદ,દેવભૂમિ દ્વારકા, જામનગર,જૂનાગઢ, ગીર, સોમનાથ,અમરેલી,આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો :- Rajkot : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરુઆત! આ 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર…

gandhinagar : ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાઓ તૈયાર ! હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈ યલો એલર્ટ આપ્યું છે જેમા બનાસકાંઠા, સાબરકાંઠા,ગાંધીનગર,અમદાવાદ,સુરત, વલસાડ,દમણ,સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો કયા કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ભુજમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી,અમદવાદમાં 38.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી,નલિયામાં 39.5, કેશોદમાં 39.2 ડિગ્રી,કંડલામાં 39.2 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી,ડીસામાં 38.9 ડિગ્રી, સુરતમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો…