Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

રાજ્યમાં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શકયતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

આવતીકાલથી વધી શકે છે ગરમી :- આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

કયાં કેટલું તાપમાન નોંધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને કેશોદ 38 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં 36.8 ડિગ્રી,ગાંધીનગરમાં 36.5 ડિગ્રી,ડીસામાં 36.8 ડિગ્રી,વડોદરામાં 37.6 ડિગ્રી,સુરતમાં 36.8 ડિગ્રી,ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.8 ડિગ્રી,પોરબંદરમાં 36.6 ડિગ્રી,ભાવનગરમાં 36.1 ડિગ્રી,મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *