Gandhinagar :- ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે! તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો થશે વધારો
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધારો થઈ શકે છે. આ પણ વાંચો :- Ahmedabad : ગુજરાતમાં હીટવેવનો રાઉન્ડ શરુ થશે? આ તારીખની હવામાન વિભાગે કરી આગાહી ગુજરાતમાં આગામી દિવસોએ ગરમી વધશે ? :- હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. જેમાં તેમણે મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. આ સાથે લઘુત્તમ તાપમાનમાં…
Ahmedabad : રાજ્યમાં ઠંડી બાદ ફરી ગરમીમાં શેકાવવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી. જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને…
ઉનાળાની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ગરમીની શરૂઆતમાં લીંબુનાં ભાવમાં ભડકો થયો છે. ભાવનગરની બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. ઉનાળા શરૂઆત થતા જ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. ત્યારે આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે. આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે. જેથી આ સીઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે. આ પણ વાંચો :- પનીર બટર મસાલા રેસીપી: પનીર બટર મસાલા રાત્રિભોજનને ખાસ બનાવશે, મહેમાનોને ગમશે, રેસીપી જાણો સુરતમાં પ્રતિકિલો લીંબુનો ભાવ રૂ.100થી 125 પર પહોંચ્યા છે. ગયા મહિને કિલો લીંબુનો ભાવ રુ.30થી 45 હતો. લીંબુના…
Gandhinagar : ગુજરાતનાં કાળઝાળ ગરમી, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, માર્ચ મહિનામાં જ મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે. દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભુક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય તાપમાન કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે.માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ પણ વાંચો :- ગુજરાતમાં ગરમી પડવાની શરુઆત, મહત્તમ તાપમાનમાં થશે વધારો કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી,ડીસામાં 35.1 ડિગ્રી, રાજકોટમાં 35.1 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 34.7 ડિગ્રી,વડોદરામાં 34.6 ડિગ્રી, સુરતમાં 33.2 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી,…
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…
હવામાન વિભાગની નવી આગાહી, જાણો ગુજરાતમાં ગરમી વધીને ઘટશે?
ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આવી સ્થિતિમાં શિયાળો વિદાય તરફ જઈ રહ્યો છે તેવું આપણે બોલી શકીએ. હવે થોડા જ દિવસોમાં ઉનાળાનો પ્રારંભ થશે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે ત્રણ દિવસ ગરમ અને ભેજવાળા હવામાનની આગાહી કરી છે. ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં જ એપ્રિલ મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ બાદ ઉકળાટ જોવા મળ્યો. શિવરાત્રી તહેવાર આવતા જ ઠંડી વિદાય લઈ રહી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોનું તાપમાન અંદાજે 32 ડિગ્રી આસપાસ જોવા મળ્યું. -> મહત્તમ તાપમાનમાં વધારો :- સૌરાષ્ટ્ર અને…
ગુજરાતમાં શિવરાત્રી બાદ વધશે ગરમી, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ કર્યું જાહેર
ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. -> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો…
હવામાન વિભાગની નવી આગાહી, ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર
રાજયમાં હાવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકોને આગામી બે દિવસ ગરમીથી શેકાવું પડશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બેવડી ૠતુની અસર રહેશે. -> ગુજરાતમાંથી ઠંડીની વિદાય :- ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. -> કયા કેટલું તાપમાન ? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, નલિયામાં સૌથી ઓછું તાપમાન…














