ગુજરાતમાં 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સરકારી ભરતી: મંત્રી ઈશ્વરસિંહ પટેલનું મોટું એલાન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ ને વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 306 જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024માં 73 અને વર્ષ 2025માં 233 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 240 જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર…

GPSC 2026: વર્ગ-1 અને વર્ગ-2 પરીક્ષાની તારીખો જાહેર, હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ માટે ઉપલબ્ધ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026 દરમિયાન યોજાનારી વર્ગ-1 અને વર્ગ-2 સંવર્ગની પ્રાથમિક પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે આ જાહેરાત મહત્વપૂર્ણ સાબિત થઈ છે અને તૈયારી માટે ઉત્સાહ વધી રહ્યો છે. પ્રાથમિક પરીક્ષાઓનું શેડ્યૂલ GPSCની જાહેરાત મુજબ કુલ 18 જેટલા વિવિધ સંવર્ગોની પ્રાથમિક પરીક્ષાઓ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તબક્કાવાર યોજાશે. આમાં વહીવટી સેવાઓ ઉપરાંત ટેક્નિકલ, શિક્ષણ અને અન્ય વિશેષ સેવાઓના પદોનો સમાવેશ થાય છે. પરીક્ષાની તારીખો જાહેર થતા જ ઉમેદવારો તૈયારીમાં વ્યસ્ત થયા છે. હોલ ટિકિટની માહિતી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી લગભગ સાત જેટલી ભરતી પરીક્ષાઓ માટે GPSC દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડની તારીખો પણ જાહેર કરી દીધી છે. પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષાઓ…

“PM મોદી દેશ માટે કોઈ કચાશ નહીં છોડે”, સરદારધામ ખાતે સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

અમદાવાદમાં સરદારધામ ખાતે યોજાયેલા અધિકારી સન્માન સમારોહમાં UPSC પાસ કરનાર પ્રતિભાશાળી ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ ભાષણ આપતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્ર માટે કોઈ કચાશ નહીં રાખે. આ બાબત દરેક ભારતીયને સંર્પુણ વિશ્વાસ છે. મુખ્ય મુદ્દાઓ: CM ભૂપેન્દ્ર પટેલે UPSC પાસ કરનાર ઉમેદવારોનું કર્યું સન્માન “મોદી રાષ્ટ્ર માટે કંઈ બાકી નહીં રાખે, દેશવાસીઓએ તેને સંપૂર્ણ ભરોસો આપ્યો છે” સરદાર પટેલે બંધાયેલું એક ભારત, મોદી બનાવી રહ્યા છે શ્રેષ્ઠ ભારતસેમિકન્ડક્ટર જેવી ટેકનોલોજીક્ષેત્રે ભારત આજે સિદ્ધિઓ હાંસલે છે“યુવાનો વિકાસ માટે મોટું યોગદાન આપી શકે” – CM CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશ આજે નવી ટેકનોલોજી અને વૈશ્વિક વિકાસના માર્ગે છે. વર્ષો પહેલાં જે કંઈ શક્ય લાગતું નહોતું, આજે તે…

આવતીકાલે GPSC વર્ગ 1-2ની લેવાશે પરીક્ષા, 405 કેન્દ્રમાં 97 હજાર જેટલા ઉમેદવારો આપશે પરીક્ષા

આવતી કાલે રાજ્યમાં GPSC ક્લાસ-1-2 માટે 21 જિલ્લામાં પરીક્ષા યોજાશે. જેને લઈને 21 જિલ્લાના 405 કેન્દ્રમાં તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 97 હજાર જેટલા ઉમેદવારો રવીવારે પરીક્ષા આપશે. GPSC દ્વારા પરીક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સાથે ઉમેદવારો માટે વેબસાઈટ પર જરુરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે. રવીવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવાોરને પોણા બે કલાક વહેલો પ્રવેશ અપાશે. દિવ્યાંગ ઉમેદવાર માટે અલગ રૂમ અને વ્હિલચેરની વ્યવસ્થા કરાશે. પરીક્ષાર્થીની હાજરીમાં જ OMR સીલ કરી સહી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

GPSCએ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈને જાહેર કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. અગાઉ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી. અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે. આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ…

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂઆત કરવામાં આવી છે. આજે એટલે કે તારીખ 28-2-2025 થી ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઇન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2025નું કેલેન્ડર 29 જાન્યુઆરી જાહેર કર્યું છે. કેલેન્ડરમાં જણાવ્યા અનુસાર વર્ષમાં કૂલ 1751 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જૂન મહિનામાં જુદા-જુદા 17 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. જુલાઈ મહિનામાં જુદા-જુદા 19 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓગષ્ટ મહિનામાં જુદા જુદા 9 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. સપ્ટેમ્બર મહિનામાં જુદા જુદા 11 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. ઓક્ટોબર મહિનામાં જુદા જુદા 8 વર્ગની ભરતી જાહેરાત પ્રસિદ્ધ થશે. નવેમ્બર મહિનામાં જુદા જુદા 10 વર્ગની…

GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, પ્રિલિમ પરીક્ષા આ તારીખે લેવાશે

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં…