gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર

GPSCએ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈને જાહેર કરેલ નિયમ મુજબ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં પરીક્ષા લેવામાં આવશે. અગાઉ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત વર્ગ 1 અને 2ની ભરતીની જાહેરાત કરાઈ હતી. જેને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં રદ કરવામાં આવી હતી. અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભરતીને લઈને નવા નિયમો જાહેર કરાયા છે.

આ પણ વાંચો :- GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ

GPSC વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષામાં પ્રિલિમ અને મુખ્ય એમ બે ભાગમાં પરીક્ષા લેવાશે. ઉમેદવારે મુખ્ય પરીક્ષા આપતા પહેલા પ્રિલિમ પરિક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે. પ્રિલિમ પરિક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં પરિક્ષા આપવાની સાથે ફિઝિકલ ટેસ્ટ એટલે કે પર્સાનાલિટી ટેસ્ટ આપવો પડશે. ઉમેદવારો ખાસ ધ્યાનમાં રાખે કે ભરતી પરિક્ષા પહેલા જીપીએસસી પરીક્ષાને લઈને સિલેબસ જાહેર કરશે.

આ પણ વાંચો :- ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

ઉમેદવારના ઓર્ડર, પ્રેફરન્સ સહિતના નિયમોને લઈ ગેઝેટ જાહેર કરાશે. ભરતી માટે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પરીક્ષાલક્ષી વિવિધ માહિતી માટે GPSCની વેબસાઈટ હંમેશા ચેક કરતા રહેવી જોઈએ. GPSCની વેબસાઈટ ઉપર વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પરીક્ષાની મહત્વની તારીખો, ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, તેમજ જેમાં તેઓ નોકરી કરવા માંગે તેનો પ્રકાર, પરીક્ષા આપવા માટે અરજી ફી તેમજ કઈ પોસ્ટ માટે કયા પ્રકારની અરજી, અને પોસ્ટ મુજબ પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણી શકાશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *