Amreli: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર સિંહ બેલડીની લટાર, વનવિભાગ પર ઉઠયા સવાલો

બાબુ વાઢેર, જાફરાબાદ: અમરેલી જિલ્લાના જાફરાબાદના બાલાનીવાવ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર સિંહોની લટાર જોવા મળી છે. પ્રસિદ્ધ ‘લવ–કુશ’ નામની સિંહોની જોડી નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરતી અને હાઈવે પર લટાર મારતી નજરે પડી છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહત્વની વાત એ છે કે ગયા મહિને આ જ હાઈવે પર બે સિંહણ અને એક દીપડાના અકસ્માતમાં મોત થયા હતા. તેમ છતાં વનવિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. વારંવાર થતા વન્યપ્રાણી અકસ્માતો બાદ પણ હાઈવે પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે જાણે ઘાતક માર્ગ બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઝડપી વાહન વ્યવહારના કારણે સિંહો સતત…

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્ડ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સએ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ’ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં સિંહોની વસ્તીમાં 32% નો નોંધપાત્ર વધારો…

યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, જાણો વર્ષ 2024-25 માં અંદાજે કેટલા પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન

સમગ્ર વિશ્વમાં આશરે 9000 જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી 1200 જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી 400 થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે. રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલી બનાવી છે, જેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. જેના પરિણામે ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી યાયાવર પક્ષીઓ અને પ્રાણીઓ માટે સૌથી વધુ સુરક્ષિત રાજ્ય બન્યું છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના માર્ગદશનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણી-પક્ષી પ્રેમી સંસ્થાઓ દ્વારા તેમના સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી…

ગ્રીન કવર વધારવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 185 નદીઓના બન્ને કાંઠે….

વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે . ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો…

ગુજરાતને ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઇગર સ્ટેટ’માં સામેલ ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ.. ત્રણેય પ્રાણીઓ એક સાથે હોય એવું વિશ્વનું એક માત્ર સ્થળ રાજ્યમાં ટાઈગરની હાજરીની NTCAની સત્તાવાર જાહેરાત NTCAએ ગુજરાતને આપ્યો ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ વન વિભાગ દ્વારા વાઘની સુરક્ષા માટે સતત મોનિટરિંગ વાઘના પરિવાર માટે માદા વાઘની માંગ ગુજરાત સરકારે કરી વાઘના વસવાટ માટે રહેઠાણ, આહાર અને પાણીની વ્યવસ્થા તૈયાર સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત ગુજરાત સરકારે NTCAને પત્ર લખી સંરક્ષણની તૈયારી દર્શાવી NTCA ટીમે રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ અનુકૂળ ગણાવી રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવા પ્રક્રિયા ઝડપી થશે ઈકો ટુરિઝમ અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે વન્યજીવન વૈવિધ્યમાં ગુજરાતને મળ્યું…

રાજ્યના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ મામલે વન મંત્રી મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે.…

રાજ્યમાં વન વિસ્તારમાં વાવેતરની કામગીરી પર ફોકસ, જાણો છેલ્લા 3 વર્ષનો ડેટા

ગાંધીનગર, 10 ડિસેમ્બર 2025: આગામી 12 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ના નેતૃત્વમાં રાજ્ય સરકાર ‘ગ્રીન ગુજરાત, વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે. છેલ્લા 3 વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતાં ગ્રીન કવર વધારવા માટે વ્યાપક પ્રમાણમાં વાવેતર અને પુનર્વનીકરણ કર્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું આ આગવું મૉડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના વિઝન સાથે સુસંગત છે. છેલ્લા ત્રણ વર્ષોમાં ગુજરાતે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીન આવરણ વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં એક નોંધનીય પ્રયાસ વન વિસ્તારમાં વાવેતર વધારવાનો છે. વન વિભાગ દ્વારા વન વિસ્તારમાં કુલ 1,04,270 હેક્ટર વન વિસ્તારમાં વાવેતરની કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની મિષ્ટી યોજનાના અમલીકરણમાં પણ ગુજરાત અગ્રેસર…

અમેરિકાની ભીષણ આગ બાદ ફરી એકવાર એક સવાલ ચર્ચામાં, જંગલોમાં આગ કેવી રીતે લાગે છે ?

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં લાગેલી આગે બધાનું ધ્યાન ખેંચ્યું છે. કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલોમાં ફેલાઈ રહેલી આ આગ ભયાનક બની રહી છે. આગનો વ્યાપ સતત વધી રહ્યો છે અને તે છ જંગલો સુધી પહોંચી ગઇ છે. આગ ઘણા રહેણાંક વિસ્તારોને પણ પોતાની ઝપેટમાં લઈ રહી છે. આ આગમાં અત્યાર સુધીમાં લગભગ 10 લોકોના મોત થયા છે અને લગભગ 1 લાખ લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે.જંગલમાં આગ લાગવાના આવા સમાચાર પહેલા પણ ઘણી વખત પ્રકાશમાં આવ્યા છે. ગયા વર્ષે, ભારતના ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગમાં આવી જ વિનાશ થયો હતો. અલ્મોડાના જંગલોમાં આગ 41 દિવસ સુધી ભડકી રહી હતી, જે દરમિયાન અનેક હેક્ટર પાકનો નાશ થયો હતો. હવે પ્રશ્ન એ છે કે લીલાછમ જંગલોમાં…