રાજ્યના જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ મામલે વન મંત્રી મોઢવાડિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને ‘પર્વત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) વાવેતર સાઇટ્સ જેવા ‘કોર અને ઇનવાયલેટ’ ઝોન્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી ભાવિ પેઢીને સુરક્ષિત અને હરિયાળું ગુજરાત મળી શકે. અરવલ્લી પર્વતમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

મંત્રીએ ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ3,25,511 હેક્ટર વન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કવર વધારવા માટે વર્ષ 2025-26 દરમિયાન કુલ 4426 હેક્ટર વિસ્તારમાં 86.84 લાખ સ્થાનિક પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 150 હેક્ટર વિસ્તારમાંથી ગાંડા બાવળ અને લેન્ટાના જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. આગામી વર્ષ 2026-27 દરમિયાન આ પ્રોજેક્ટ હેઠળ આશરે 4890 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે, તેમ મંત્રીએ અંતમાં ઉમેર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2026 સુપ્રીમ કોર્ટ : HISTORIC LEGAL REFORM : કેસના ઝડપી નિકાલ માટે કેન્દ્રનો નિર્ણય : Lok Sabha Passed Bill

લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા માટેનું બિલ મંજૂર કર્યું. કેસોની વધતી સંખ્યા, પેન્ડન્સી ઘટાડવા અને ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારનું મહત્વપૂર્ણ પગલું. લોકસભામાં ઐતિહાસિક નિર્ણય: સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા બિલ મંજૂર દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી વધી રહેલા કેસોના ભારને ઘટાડવા અને ન્યાયિક પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. લોકસભાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મંજૂર સંખ્યા વધારીને 34થી 38 કરવા માટેનું બિલ બહુમતીથી પસાર કર્યું છે. આ બિલ પસાર થતાં હવે સુપ્રીમ કોર્ટમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) સિવાય વધુ ચાર ન્યાયાધીશોની નિમણૂકનો માર્ગ મોકળો બનશે. સરકારનું માનવું છે કે વધતી વસ્તી, વધતા કાનૂની વિવાદો અને લાખો પેન્ડિંગ કેસોને ધ્યાનમાં રાખીને…

અમદાવાદ : 2026 SMC Mega Raid : અમદાવાદના મનપસંદ જીમખાનામાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMCની રેડ 180 લોકોની ધરપકડ

અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મેગા દરોડો પાડી જુગારના કેસમાં 180 લોકોની અટકાયત કરી. લાખોની રોકડ, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ જપ્ત. સમગ્ર ઘટનાની વિગત વાંચો. અમદાવાદમાં જુગાર સામે SMCની મોટી કાર્યવાહી B india અમદાવાદ : અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ વિવાદાસ્પદ મનપસંદ જીમખાના પર ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. ગેરકાયદેસર જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ માહિતીના આધારે SMCએ રવિવારે સાંજે ક્લબ પર મેગા દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આશરે 180 લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે લાખો રૂપિયાની રોકડ, મોબાઇલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું…