ગુજરાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોના બેંક ખાતામાં 6.97 કરોડ રૂપિયાની DBT સહાય આપવાનું કર્યું શરૂ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં…
રાજ્ય સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજીની તારીખ 5 ડિસેમ્બર સુધી લંબાવી
ગુજરાત સરકારએ ખેડૂતોના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા કૃષિ રાહત પેકેજ માટેની અરજી કરવાની છેલ્લી તારીખમાં 7 દિવસનો વધારો કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી અરજી કરી શકશે. તાજેતરના કમોસમી વરસાદ અને વાવાઝોડાથી પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ રાહત પેકેજ જાહેર કર્યું હતું. પરંતુ અનેક ખેડૂતોને ટેકનિકલ સમસ્યાઓ, દસ્તાવેજોની અછત અને વહીવટી પ્રક્રિયાની મુશ્કેલીઓના કારણે સમયસર અરજી કરવામાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક નિર્ણય લઈને સમય મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના જણાવ્યા મુજબ, “એકપણ યોગ્ય લાભાર્થી વળતરથી વંચિત ન રહી જાય તે સરકારની પ્રાથમિકતા છે.” અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ 28 નવેમ્બર હતી, જેને હવે લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી છે.…
PM કિસાન સન્માન નિધિનો 21માં હપ્તાને લઇ ખુશ ખબર, 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000
દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યો સમાચાર બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો આવતી 19 નવેમ્બરે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. આ સાથે ખેડૂતોમાં આનંદ અને રાહતનું વાતાવરણ છવાઈ ગયું છે. દર ખેડૂતને મળશે ₹2,000 નો હપ્તો PM-KISAN યોજનાની હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે, જેમાં દરેક હપ્તો ₹2,000 નો હોય છે. 19 નવેમ્બરે જમા થનારો આ 21મો હપ્તો ખેડૂતોને રબી પાકની તૈયારી તેમજ ખેતી સંબંધિત અન્ય ખર્ચ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ થશે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ વિશેષ મદદરૂપ બની રહે છે. લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત હપ્તો સમયસર જમા થાય તે માટે ખેડૂતોને પોતાના e-KYC તથા બેંક…
હેક્ટર દીઠ ₹22,000ની સહાય માટે ખેડૂત આવતીકાલથી કરી શકશે અરજી, જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ઇતિહાસ રચ્યો છે. પાક નુકસાની માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ₹10,000 કરોડથી વધુનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અંતર્ગત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય મળશે. અરજી ક્યારે અને ક્યાંથી કરવી? આ સહાય માટેનું ઓનલાઇન પોર્ટલ આવતીકાલે, 14 નવેમ્બર (શુક્રવાર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે, અને 15 દિવસ સુધી ખુલ્લું રહેશે. ખેડૂતો https://krp.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરી શકશે. અરજીમાં ગ્રામ પંચાયતના VCE અથવા VLE મદદરૂપ થશે. ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું ફી ચૂકવવાની નથી. સહાય પેકેજની મુખ્ય વિગતો મુદ્દો વિગત સહાય રકમ પ્રતિ હેક્ટર ₹22,000 મર્યાદા મહત્તમ 2 હેક્ટર સુધી લાભાર્થીઓની સંખ્યા આશરે 16,500 ગામોના ખેડૂતો કુલ પેકેજ રકમ ₹10,000 કરોડથી વધુ ચુકવણી પદ્ધતિ PFMS/RTGS મારફતે DBT દ્વારા સીધા…
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત પાકો બંનેને સમાન રીતે વળતર આપવામાં આવશે, અને દરેક હેક્ટર માટે 22,000 રૂપિયા, બે હેક્ટર સુધીની મર્યાદામાં, સહાય આપવામાં આવશે. ખેડૂત અને પાક માટેની વિગત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં સરવૈયા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વેમાં 5,100 ટીમો કાર્યરત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તે સમયે ખેડૂતો માટે સૌથી વધુ અસરકારક અને ઝડપી સહાયની વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી ખેડૂતો આ અનિયંત્રિત કુદરતી પરિસ્થિતિના સમયે નાણાકીય નુકસાનમાંથી બહાર આવી શકે.…
ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે. ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે…
દિવાળીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકારે 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે દિવાળી પર મોટી રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 દરમ્યાન થયેલી અતિવૃષ્ટિના કારણે થયેલા ખેડૂતોના નુકસાનને ધ્યાને લઇને રાજ્ય સરકારે રૂ. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. કયા જિલ્લાઓને મળશે લાભ? આ રાહત પેકેજ મુખ્યત્વે નીચેના 5 જિલ્લાઓના 18 તાલુકાઓ માટે લાગુ પડશે: – પંચમહાલ – કચ્છ – વાવ-થરાદ (બનાસકાંઠા) – પાટણ – જૂનાગઢ પાક પ્રમાણે સહાયની વિગતો: પાકનો પ્રકાર સહાય રકમ (પ્રતિ હેક્ટર) મહત્તમ મર્યાદા બિનપિયત પાક ₹12,000 2 હેક્ટર પિયત પાક ₹22,000 2 હેક્ટર બાગાયતી પાક ₹27,500 2 હેક્ટર જમીન સુધારણા (ખાસ: વાવ-થરાદ, પાટણ) ₹20,000 2 હેક્ટર પેકેજની રૂપીયાવારી વિભાજન: – ₹563 કરોડ – SDRF (State Disaster Response Fund) હેઠળ – ₹384…












