ગુજરાત : માવઠાથી થયેલા પાક નુકસાનનો અહેવાલ ત્રણ દિવસમાં સરકારને આપવા આદેશ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિદાએ તમામ જિલ્લાઓના અધિકારીઓને ત્રણ દિવસની અંદર પાક નુકસાનીનો વિગતવાર અહેવાલ સરકારને સુપરત કરવાની સૂચના આપી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લામાં મેદાની સ્તરે સર્વેની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. ખેતીવાડી વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર, અને ખેતીવાડી અધિકારીઓને સહયોગથી આ કામગીરી પૂર્ણ કરવાની સુચના અપાઈ છે જેથી ખેડૂતોને વહેલી તકે સહાય મળી શકે.

ખેડા જિલ્લામાં થયેલા ભારે માવઠા અને પાક નુકસાન અંગે મંત્રી મહિડાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ખેડૂતોની પરિસ્થિતિ સરકારને સમજાય છે. તેમની મુશ્કેલીઓને હળવી કરવા દરેક સ્તરે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.” હાલ પાક ધિરાણ માફી, સહાય પેકેજ કે ચારો સહાય અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રાજ્ય સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.

આ વચ્ચે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિનો પ્રત્યક્ષ અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, “તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેનું કામ ઝડપથી હાથ ધરવામાં આવ્યું છે. હું સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે.”

રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં થોડી આશા જાગી છે કે આવનારા દિવસોમાં તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે યોગ્ય સહાય ઉપલબ્ધ થશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…