PM કિસાન સન્માન નિધિનો 21માં હપ્તાને લઇ ખુશ ખબર, 19 નવેમ્બરે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000

દેશના કરોડો ખેડૂતો માટે રાહતભર્યો સમાચાર બહાર આવ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે PM કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 21મો હપ્તો આવતી 19 નવેમ્બરે પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં સીધો જમા થશે. આ સાથે ખેડૂતોમાં આનંદ અને રાહતનું વાતાવરણ છવાઈ ગયું છે.

દર ખેડૂતને મળશે ₹2,000 નો હપ્તો
PM-KISAN યોજનાની હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય વર્ષમાં ત્રણ હપ્તામાં મળે છે, જેમાં દરેક હપ્તો ₹2,000 નો હોય છે. 19 નવેમ્બરે જમા થનારો આ 21મો હપ્તો ખેડૂતોને રબી પાકની તૈયારી તેમજ ખેતી સંબંધિત અન્ય ખર્ચ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ થશે. નાના અને સીમાંત ખેડૂતો માટે આ રકમ વિશેષ મદદરૂપ બની રહે છે.

લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત
હપ્તો સમયસર જમા થાય તે માટે ખેડૂતોને પોતાના e-KYC તથા બેંક ખાતાની વિગતો ચકાસવા સૂચના આપવામાં આવી છે. યોગ્ય દસ્તાવેજો અપડેટ ન હોય તો હપ્તો અટકી શકે છે. સરકાર ખેડૂતોની આવક વધારવા અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે આ યોજનાને સતત શક્તિશાળી બનાવી રહી છે.

ગ્રામીણ અર્થતંત્રને મળશે વેગ
21મા હપ્તાની રકમ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા થવાથી ગ્રામીણ બજારમાં માંગ વધશે અને અર્થતંત્રને પણ ગતિ મળશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા 15મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સત્ર આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ત્રણ દિવસ ચાલનારા આ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી કામકાજ, વિધેયકો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવશે, જ્યારે વિપક્ષ પણ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિધાનસભાનું સત્ર રાજ્યના વહીવટી અને રાજકીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ધારાસભ્યોને પોતાના મતવિસ્તાર સાથે જોડાયેલા પ્રશ્નો, સમસ્યાઓ અને સૂચનો રજૂ કરવાની તક મળે છે. સત્ર દરમિયાન રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ જનતાને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા થવાની શક્યતા છે. ગુજરાત વિધાનસભાના રાજ્યપાલે કર્યું સત્રનું આહ્વાન ગુજરાત વિધાનસભાના આઠમા સત્ર માટે રાજ્યપાલ દ્વારા…

સોનું ફરી મોંઘું થયું, ચાંદી ₹2.18 લાખને પાર: ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ ભાવ

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા રાજકીય અને આર્થિક ઘટનાક્રમ વચ્ચે રોકાણકારોનું ધ્યાન ફરીથી સુરક્ષિત રોકાણ તરીકે ગણાતા સોના તરફ વળ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મજબૂત વધારો નોંધાયો છે અને વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2.18 લાખ પ્રતિ કિલોના સ્તરને પાર કરી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રસ્તાવિત સૈન્ય કાર્યવાહી હાલ માટે અટકાવવાના સંકેત આપ્યા બાદ અને બંને દેશો વચ્ચે રાજદ્વારી વાતચીતની શક્યતા વધતા વૈશ્વિક બજારોમાં હલચલ જોવા મળી હતી. જોકે, આ ઘટનાક્રમની અસર વચ્ચે પણ ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ મજબૂત રહ્યા છે. વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભાવમાં તેજી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની આશાએ આંતરરાષ્ટ્રીય…