ગુજરાતમાં ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, રાજ્ય સરકારે લીધું કડક પગલું

ગુજરાત સરકારે ચરસ, ગાંજો અને અન્ય ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કર્યો છે. રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું કરીને રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો છે. હવે આ વસ્તુઓનું વેચાણ ઈ-કોમર્સ, પાનના ગલ્લા, લારી અને દુકાનો પર પણ નહીં થઈ શકે. યુવાનો અને જાહેર સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગુજરાત સરકારે આ પગલું યુવાનોને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસમાં ભર્યું છે. રાજ્યમાં રોલિંગ પેપરની હેરાફેરી ગેરકાયદે ગણાશે. અમદાવાદમાં પોલીસે ઝડપ્યો મોટો જથ્થો અમદાવાદ શહેરની વટવા સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે દરોડો પાડ્યો અને 1,30,820 સ્મોકિંગ કોન્સ અને રોલિંગ પેપર જપ્ત કર્યા. પોલીસે અતુલ ચૌહાણ નામના વેપારીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દ્વારા જાહેરને…

ગીર સોમનાથમાં 4 કિલો ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ, બે પેડલરો ઝડપાયા

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ વિભાગ સતત સક્રિય છે. આવા સમયમાં ગીર સોમનાથ જિલ્લા SOGએ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. પોલીસે સોમનાથ-બાયપાસ ચોકડી પાસે આવેલી એશટોરીયા હોટલ નજીકથી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. આ ઘટનાથી ઓરિસ્સા સુધીના ડ્રગ નેટવર્કનો પર્દાફાશ થયો છે. હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ પકડાયેલ શખ્સોની ઓળખ સમીરશા ફકીર અને અસપાક કાલુ તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને શખ્સોએ ઓરિસ્સાના ચંદનસિંહ નામના સપ્લાયર પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તેમને આ ગાંજો વેરાવળના અબ્બાસ સુલેમાન મંગરોલીયા માટે પહોંચાડવાનો હતો. NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ પ્રભાસપાટણ પોલીસે NDPS એક્ટ હેઠળ બંને પેડલરો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, અબ્બાસ પેડલરોને દરેક વખતની…