Instagramમાં આવેલું ‘MUSE’ AI શું છે? જાણો કેવી રીતે કરે છે કામ અને મદદ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram સતત નવા ફીચર્સ અને AI ટેક્નોલોજી સાથે અપડેટ થઈ રહ્યું છે. હવે Instagramના મેનૂમાં કેટલાક યુઝર્સને ‘MUSE’ નામનો વિકલ્પ જોવા મળી શકે છે. પ્રથમ નજરે આ કોઈ સામાન્ય પોસ્ટ અથવા Reels સંબંધિત ફીચર લાગે, પરંતુ હકીકતમાં આ Metaની નવી Personal AI Agent પહેલ સાથે જોડાયેલું છે. Metaએ સપ્ટેમ્બર 2026માં Museને એક એવા AI એજન્ટ તરીકે રજૂ કર્યું છે, જે માત્ર સવાલોના જવાબ આપવાને બદલે યુઝર માટે કેટલાક કામ કરવાની દિશામાં પણ આગળ વધે છે.

-> MUSE AI શું છે? : સામાન્ય AI ચેટબોટમાં તમે સવાલ પૂછો અને તે તમને જવાબ આપે છે. પરંતુ Metaનું Muse આથી એક પગલું આગળ જવાનું લક્ષ્ય ધરાવે છે. Metaના જણાવ્યા અનુસાર Muse એક personal AI agent છે, જે યુઝરના કામ, પ્રોજેક્ટ અને લાંબા ગાળાના લક્ષ્યોને સમજવામાં મદદ કરી શકે છે અને જરૂરી હોય ત્યારે તેમના માટે કામ પણ કરી શકે છે.ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પ્રવાસનું આયોજન કરવા માંગે તો માત્ર સ્થળોની માહિતી આપવાને બદલે Muse પ્રવાસનું પ્લાનિંગ, જરૂરી વિગતો ગોઠવવા અને સંબંધિત કામોમાં મદદ કરી શકે છે. Metaના જણાવ્યા પ્રમાણે તે ઈમેલ મોકલવા અથવા ટ્રાવેલ બુકિંગ જેવા કાર્યોમાં પણ મદદ કરી શકે છે.
Instagram પર AIની ભૂમિકા પહેલેથી જ વધી રહી છે. Metaએ Muse Spark મોડલને Instagram, Facebook, WhatsApp, Messenger અને Threads સહિત પોતાના વિવિધ પ્લેટફોર્મ પર AI અનુભવને વધુ સ્માર્ટ બનાવવા માટે આગળ ધપાવ્યું છે.Museની ખાસિયત એ છે કે તે યુઝરની અગાઉની વાતચીત અને પસંદગીઓમાંથી ઉપયોગી સંદર્ભ યાદ રાખીને વધુ વ્યક્તિગત મદદ કરવાનો પ્રયાસ કરે છે.ઉદાહરણ તરીકે, તમે Instagram પર કોઈ રેસિપી Reel સેવ કરી હોય તો Muse તે રેસિપીના આધારે grocery list બનાવવામાં મદદ કરી શકે છે. Metaએ પોતે આપેલા ઉદાહરણમાં જણાવાયું છે કે Muse ડિનર પાર્ટી માટે મેનૂ સૂચવી શકે છે અને આમંત્રણ મોકલતા પહેલાં મિત્રો અંગે અગાઉથી જણાવેલી dietary restrictions જેવી બાબતો ધ્યાનમાં લઈ શકે છે.
-> MUSE કેવી રીતે કામ કરે છે? : Museનું કામ માત્ર ટેક્સ્ટ જનરેટ કરવાનું નથી. Metaએ તેને એજન્ટ તરીકે ડિઝાઇન કર્યું છે. એટલે યુઝર કોઈ કામ અથવા લક્ષ્ય જણાવે પછી Muse તેને નાના-નાના પગલાંમાં વહેંચીને આગળ વધવાનો પ્રયાસ કરે છે.આ માટે Metaએ Muse Secure VM નામની dedicated virtual machine તૈયાર કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ સુરક્ષિત વાતાવરણમાં Muse અને યુઝરનો સંબંધિત ડેટા રાખવામાં આવે છે. Muse જ્યારે ઈન્ટરનેટ પર કોઈ કામ કરવા જાય ત્યારે તેના માટે અલગ Sentinel agent સુરક્ષા સ્તર તરીકે કામ કરે છે અને જરૂરી મંજૂરી વગર Museને ઈન્ટરનેટ પર કાર્ય કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.
MUSE અને સામાન્ય AI વચ્ચેનો સૌથી મોટો તફાવત અહીં જોવા મળે છે. સામાન્ય AI પાસેથી તમે પૂછો કે “મારે ત્રણ દિવસનો પ્રવાસ પ્લાન બનાવવો છે”, તો તે તમને માહિતી આપી શકે છે. પરંતુ personal AI agentનો હેતુ એ છે કે તે આગળના કામોને પણ ગોઠવી શકે.Metaના જણાવ્યા પ્રમાણે Muse ઈમેલ મોકલવા, પ્રવાસ બુકિંગ જેવા કામોમાં મદદ કરી શકે છે. તે લાંબા ગાળાના લક્ષ્યોને action planમાં પણ ફેરવી શકે છે.આ કારણે ભવિષ્યમાં AI માત્ર “જવાબ આપનાર” નહીં પરંતુ “કામ કરનાર સહાયક” તરીકે વધુ ઉપયોગી બની શકે છે.
-> Instagram પર AIનું વધુ વિસ્તરણ : Instagram માટે AIનો ઉપયોગ માત્ર Muse સુધી મર્યાદિત નથી. Metaએ 2026માં Muse Image નામની image-generation ટેક્નોલોજી પણ રજૂ કરી હતી. આ ટેક્નોલોજી Meta AIમાં ઈમેજ બનાવવા અને એડિટ કરવામાં મદદ કરે છે અને Instagram Stories સહિતના creative experiencesમાં પણ તેનો ઉપયોગ થઈ રહ્યો છે.Muse Imageની મદદથી યુઝર સરળ ભાષામાં પોતાની જરૂરિયાત જણાવીને ફોટો બનાવવા, ફોટામાં ફેરફાર કરવા અથવા કેટલીક વસ્તુઓ દૂર કરવા જેવા creative કામ કરી શકે છે.
Metaએ Museને માત્ર મોબાઇલ એપ્સ સુધી રાખવાની યોજના નથી બનાવી. સપ્ટેમ્બર 2026માં Connect દરમિયાન Metaએ જાહેરાત કરી હતી કે આગામી મહિનાઓમાં Museને પોતાના AI glassesમાં પણ લાવવામાં આવશે. યુઝર પોતાના AI agentનું નામ બોલીને તેને સક્રિય કરી શકશે અને સામે દેખાતી વસ્તુ વિશે સીધો સવાલ કરી શકશે.ઉદાહરણ તરીકે, શેલ્ફ પર પડેલી કોઈ વસ્તુ, દિવાલ પરનું ફ્લાયર અથવા લાંબી school-supplies list જોઈને Museને તેના વિશે પૂછવામાં આવી શકે છે. એટલે ભવિષ્યમાં AI સાથે વાત કરવા માટે ફોનની સ્ક્રીન ખોલવાની જરૂરિયાત પણ ઘટી શકે છે.

-> Privacy અંગે શું કહે છે Meta? : Personal AI agent માટે privacy સૌથી મહત્વનો મુદ્દો છે, કારણ કે AI યુઝરની પસંદગીઓ, વાતચીત અને અન્ય સેવાઓ સાથે જોડાયેલા ડેટા સુધી પહોંચી શકે છે. Metaનું કહેવું છે કે Museને શરૂઆતથી જ security અને privacyને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.કંપનીના જણાવ્યા પ્રમાણે યુઝર પોતે નક્કી કરે છે કે Museને કેટલી access આપવી. Muse Secure VMમાં ડેટા અને credentialsને અલગ સુરક્ષિત વાતાવરણમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
Metaએ Museને શરૂઆતમાં અમેરિકામાં iOS, Android અને muse.ai મારફતે તબક્કાવાર ઉપલબ્ધ કરવાનું જણાવ્યું છે. કંપનીએ કહ્યું છે કે ત્યારબાદ વધુ દેશો અને પ્લેટફોર્મ સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. મોટાભાગની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાની યોજના છે, જ્યારે વધુ સુવિધાઓ માટે subscription વિકલ્પ પણ આવી શકે છે.તેથી Instagramમાં ‘MUSE’ નામનો વિકલ્પ દેખાય તો તેને માત્ર પોસ્ટ અથવા Reel શેર કરવાની સુવિધા સમજવી યોગ્ય નથી. આ Metaના મોટા personal AI agent ecosystemનો ભાગ છે. આવનારા સમયમાં Instagram, WhatsApp અને અન્ય Meta પ્લેટફોર્મ પર AI માત્ર માહિતી આપશે નહીં, પરંતુ યુઝરની મંજૂરીથી અનેક પ્રકારનાં કામ ગોઠવવા અને પૂર્ણ કરવામાં પણ મદદ કરી શકે છે.
- on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https://www.instagram.com/bindiaa.in
- FACEBOOK : hus ttps://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276






Comments are closed.