Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે
ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે. તાંદલજામાં કારચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે. કારચાલક ભાગે તે પહેલા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડયો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારચાલકે કહ્યું કે,કાર ચલાવતા હું દારૂનો નશો કરી રહ્યો હતો. આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે” મળતી માહિતી મુજબ, કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બાઈક ચાલકને અડફેટે લીધો છે. તો કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ મળી આવી હતી. નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ અકસ્માત સર્જતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ સમગ્ર કેસમાં જે પી રોડ પોલીસે ગુનો નોંધીને વધુ…
Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ મળતી માહિતી મુજબ, હિટ એન્ડ રનમાં મૃત્યું પામનાર યુવકના 8 દિવસ અગાઉ લગ્ન થયા હતા. અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઢેબર રોડ પર ફુલ સ્પીડમાં આવતો કાર ચાલક યુવકને અડફેટે લેતા તેને સારવાર હેઠળ ખસેડયો હતો. તો સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ. આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. યુવકના મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.સિધ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનું…








