Surat : સુરતમાં 30 માર્ચે હીરા ઉધોગ બંધનું એલાન, રત્નકલાકારોની હડતાળના લાગ્યા બેનર

સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા 30 માર્ચે હીરા ઉદ્યોગ બંધનું એલાન આપવામાં આવ્યું છે. રત્નકલાકારોની હડતાળના બેનર પણ લાગ્યા છે. કતારગામ દરવાજા ફલાય ઓવર બ્રિજ નીચે રત્નકલાકારો ભેગા થશે. જેના બાદ બ્રિજ નીચે ભેગા થયેલ રત્નકલાકારો રેલી કાઢશે. DWUG દ્વારા રત્નકલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ રેલી માટે પોલીસની મંજૂરી પણ માગી છે. રવિવારે સવારે 9.30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી રત્નકલાકારોની એકતા રેલી :- ગાંધી ચિંધ્યા માર્ગે રત્નકલાકાર એકતા રેલી કાઢવામાં આવશે. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીના માહોલમાં છે. ગત વર્ષની દિવાળી બાદ હીરા ઉદ્યોગમાં મહામંદી જોવા મળી.હીરા બજારમાં મોટી કીમત…

surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો દ્વારા વિરોધ, તંત્રને આર્થિક મદદ કરવા કરાઈ માગ

B INDIA સુરત : સુરતનો હીરા ઉદ્યોગમાં મંદીનો હાલ સામનો કરી રહ્યો છે. જેના કારણે અનેક કારખાના બંધ થઈ ગયા છે. અને 17 લાખ રત્નકલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે. ઘણા કારખાના ચાલુ છે તો પુરંતુ કામ આપતા નથી. તેવામાં હવે સુરતમાં રત્નકલાકરોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતમાં મધ્યાહન ભોજન કર્મીઓ આંદોલન પર ઉતશે, જાણો કારણ… સુરત મંદીનો માર હાલ જીલી રહ્યું છે. રત્નકલાકારો બેરોજગાર બનતાં તેમની હાલત કફોડી બની ગઈ છે. સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. ત્યારે 50 વર્ષના ઈતિહાસની સૌથી મોટી મંદીના અલગ અલગ કારણો ઉદ્યોગકારો કહી રહ્યા છે. ત્યારે હવે મોટી સંખ્યામાં રત્ન કલાકારોએ સુરત જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. હાથમાં પ્લે કાર્ડ…