દિલ્હી વિધાનસભામાં દારૂ નીતિ પર CAG રિપોર્ટ રજૂ, સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું અત્યાર સુધી રિપોર્ટ દબાવી રખાયો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે દિલ્હી વિધાનસભામાં એક્સાઇઝ પોલિસી 2024 પર CAG રિપોર્ટ રજૂ કર્યો છે. આ દરમિયાન દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, એ જાણીને આશ્ચર્ય થાય છે કે 2017-18 પછી CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં, તત્કાલીન વિપક્ષી નેતા, એટલે કે, મેં અને અન્ય પાંચ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ અને વિધાનસભા અધ્યક્ષને આ અહેવાલ વિધાનસભામાં રજૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ AAPની સરકારે CAG રિપોર્ટ દબાવી દીધો, અને CAG રિપોર્ટ LG ને મોકલવામાં આવ્યો ન હતો. -> CAG રિપોર્ટમાં શું છે? : નવી આબકારી નીતિથી દિલ્હી સરકારને લગભગ 2000 કરોડનું નુકસાન થયું છે. અગાઉ, નવી દારૂ નીતિમાં, એક વ્યક્તિને એક લાઇસન્સ મળતું હતું.નવી નીતિ હેઠળ, એક વ્યક્તિ બે…