દિલ્હી કાર બ્લાસ્ટ : આખરે ઝડપાયો માસ્ટરમાઈન્ડ, ઉમર સાથે મળી ઘડી હતી યોજના

લાલ કિલ્લા વિસ્તાર ખાતે 10 નવેમ્બરે થયેલા કાર IED બ્લાસ્ટની તપાસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. NIAએ આ મામલામાં એક મુખ્ય શખ્સ આમીર રશીદ અલીને ઝડપી પાડ્યો છે, જે આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબી સાથે મળી બ્લાસ્ટની સંપૂર્ણ યોજના ઘડી રહ્યો હતો. બ્લાસ્ટ માટે વપરાયેલી i20 કાર આમીરના નામે જ રજિસ્ટર્ડ હતી અને તેને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યો.

તપાસમાં ખુલ્યું છે કે ઉમર અલ-ફલાહ યુનિવર્સિટી, ફરીદાબાદમાં જનરલ મેડિસિન વિભાગમાં અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત હતો, જે વ્હાઇટ-કોલર ટેરર નેટવર્ક ચલાવતા હતી. NIAએ ફોરેન્સિક તપાસ દ્વારા કાર ચલાવનાર તરીકે ઉમરની ઓળખ કરી છે. અત્યાર સુધીમાં 73 કરતા વધુ સાક્ષીઓની પૂછપરછ થઈ ચૂકી છે.

સરકારી પ્રેસ રિલીઝ અનુસાર, આ હુમલામાં 10 લોકોનું મૃત્યુ થયું હતું. NIA હવે આ કેસમાં આંતરરાજ્ય કડી, ફંડિંગ મોડ્યુલ અને સંગઠનોની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઘટના સ્થળેથી 9mm કારતૂસ મળી આવ્યા છે, જે સામાન્ય જનતાને મળતા નથી. અલ-ફલાહ યુનિવર્સિટીમાં મળેલા ઇલેક્ટ્રોનિક ઘટકો અને રાસાયણિક અવશેષો પણ તપાસ માટે મહત્વપૂર્ણ પુરાવા રહ્યા છે.

આમીર રશીદ અલીની ધરપકડ બાદ હવે કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, અને NIA માને છે કે આ જાળામાં હજુ ઘણા લોકો સામેલ હોઈ શકે છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત–સાઉદી અરબ વચ્ચે વોટર મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર, જળ સહયોગને મળશે નવી દિશા

ભારત અને સાઉદી અરબે જળ સંસાધન વ્યવસ્થાપન અને પાણી ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં…

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને લોકોને માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યમાં 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં…