ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્મા ભારતનો કેપ્ટન રહેશે કે નહીં? BCCI આ મોટો નિર્ણય લેશે
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના પ્રદર્શન પર સવાલો ઉઠ્યા હતા, જે બાદ તેને સુકાની પદ પરથી હટાવવાની વાતો સામે આવવા લાગી હતી. એવી અટકળો પણ કરવામાં આવી હતી કે રોહિત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી (IND vs ENG, ટેસ્ટ સિરીઝ)નો ભાગ નહીં હોય અને કેપ્ટનશિપ પણ ગુમાવશે. પરંતુ આ તમામ બાબતો બાદ હવે BCCI એક મોટો નિર્ણય લેવાનું વિચારી રહી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્મા ઈંગ્લેન્ડમાં વરિષ્ઠ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, તેમ છતાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી અને ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની બે ટેસ્ટ શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં રોહિતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, જ્યાં તેણે 3 મેચમાં માત્ર 31 રન જ…
ગુજરાતમાં આરોગ્ય કર્મીઓ સામે સરકારે લીધો આકરો નિર્ણય, 1100 કર્મચારીઓને ટર્મિનેટ કરાયા
ગુજરાત સરકારે આંદોલનકારી આરોગ્ય કર્મીઓ સામે લાલઆંખ કરી છે. અને 1100 આંદોલનકારી કર્મચારીઓને ટર્મિનેટ કરાયા છે અને 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ-ખાતાકીય તપાસ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્યકર્મીઓ પડતર પ્રશ્નોને લઈ 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી:- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી છે. વધુમાં તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી છે. કર્મચારીઓની હડતાળ યથાવત્:- રાજ્યભરના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા અને ફિલ્ડ…
આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી રહેશે બંધ, નાણાકીય વર્ષનાં અંતને લઈ લીધો નિર્ણય
આવતીકાલથી રાજકોટ માર્કેટ યાર્ડ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રહેશે. 26 માર્ચથી લઈ 1 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાવાળાઓએ નાણાકીય વર્ષના અંતને કારણે આ નિર્ણય લીધો છે. જેથી ખરીદ-વેચાણની પ્રવૃત્તિઓ બંધ રહેશે. ખેડૂતોને માલ વેચાણ માટે યાર્ડમાં ન લાવવાની સૂચના પણ આપવામાં આવી છે.આજે યાર્ડમાં 200થી વધુ માલ ભરેલા વાહનો ઉતરાણ માટે આવ્યા હતા. યાર્ડમાં આજે કઈ કઈ જણસીની આવક થઈ હતી અને ખેડૂતોને કેટલો ભાવ મળ્યો હતો તે અહીં જાણીએ. –> કપાસની આવક:- માર્કેટ યાર્ડમાં આજે 600 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ છે. ખેડૂતોને કપાસના ભાવ 1330 થી 1484 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા, જે ખેડૂતો માટે સારી ખુશીનો વિષય રહ્યો છે. –> વટાણાની આવક:- વટાણાની આવકમાં પણ વધારો નોંધાયો…
તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રિભાષી સૂત્રને લઈને તમિલનાડુ અને કેન્દ્ર વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ડીએમકે સરકારે બજેટ માટે પોતાના લોગોમાંથી દેવનાગરી પ્રતીક ‘₹’ દૂર કરી તમિલ અક્ષર ‘ரூ’નો ઉપયોગ કર્યો. જોકે, મજાની વાત એ છે કે તેમણે જે પ્રતીક દૂર કર્યું હતું તે ખરેખર તમિલનાડુના એક વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે તે વ્યક્તિ પોતે ડીએમકે પાર્ટીનો છે. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ડી. ઉદય કુમાર, જે હાલમાં IIT ગુવાહાટીમાં પ્રોફેસર છે, તેમણે રૂપિયાનું પ્રતીક ડિઝાઇન કર્યું હતું. તેમના પિતા તમિલનાડુમાં ડીએમકેના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા. હવે જ્યારે ઉદય કુમારને સ્ટાલિન સરકારના આ નિર્ણય પર…
પ્રયાગરાજમાં ભીડ ઓછી કરવા પ્રયાગરાજના અલગ-અલગ સ્ટેશનોથી દોડશે 360 ટ્રેનો
મહાકુંભમાં શાહી સ્નાન પહેલા થયેલી નાસભાગ છતાં, ભીડ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરેક પસાર થતી ક્ષણ સાથે સંગમ ખાતે લોકોની ભીડ વધી રહી છે. આજે મહાકુંભમાં ૭ થી ૮ કરોડ લોકો ડૂબકી લગાવશે એવો અંદાજ છે. મંગળવારથી, પ્રયાગરાજની શેરીઓ લોકોથી ભરાઈ ગઈ હતી. હવે, શાહી સ્નાન પછી, આ ભીડને અહીંથી દૂર મોકલવા માટે એક ખાસ રેલ યોજના અમલમાં મૂકવામાં આવી છે.રેલ્વે યોજના મુજબ, આજે પ્રયાગરાજ સ્ટેશનોથી ખાસ ટ્રેનો ફક્ત મુસાફરોને પ્રયાગરાજથી બહાર કાઢવા માટે જ કામ કરશે, એટલે કે, અન્ય શહેરોથી ખાસ ટ્રેનો પ્રયાગરાજ નહીં આવે. ગઈકાલ સુધી, પ્રયાગરાજ માટે ખાસ ટ્રેનો દોડતી હતી, પરંતુ આજે આ ફક્ત પ્રયાગરાજથી દેશના વિવિધ ભાગોમાં જ દોડશે. પ્રયાગરાજ સ્ટેશનથી આવી કુલ 360 ટ્રેનો દોડશે. જોકે, પ્રયાગરાજ…
ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે વેપારને લઇને કર્યુ મોટુ એલાન, કહી 10 ટકા ટેરિફ લગાવવાની વાત
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીથી ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનું વિચારી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ચીન પર ટેરિફ લાદવાનો નિર્ણય એ હકીકત પર આધારિત હશે કે તે મેક્સિકો અને કેનેડામાં ફેન્ટાનાઇલ મોકલી રહ્યું છે કે નહીં. ફેન્ટાનાઇલ એક એવું માદક દ્રવ્ય છે જે હેરોઈન કરતાં ૫૦ ગણું વધુ શક્તિશાળી અને વ્યસનકારક છે.”અમે ચીન પર 10% ટેરિફ લાદવા જઈ રહ્યા છીએ,” ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ઓરેકલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) લેરી એલિસન, સોફ્ટબેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માસાયોશી સન અને ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, અમે ચીન પર 10 ટકા ટેરિફ લગાવવાનો વિચાર કરી રહ્યા છે જે ચીન દ્વારા મેક્સિકો અને કેનેડાને ફેન્ટાનાઇલ…












