5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન, જૂનો વિવાદ થયો શાંત

ડાયરા કલાકાર દેવાયત ખવડ અને અમદાવાદના ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને પક્ષોએ પરસ્પર સમાધાન કરીને એકબીજાને મીઠાઈ ખવડાવી મામલાને પૂર્ણવિરામ આપ્યું છે. આ સમાધાન બાદ લાંબા સમયથી ચર્ચામાં રહેલો વિવાદ હવે શાંત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે 12 ઓગસ્ટના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ પર હુમલાની ઘટના બની હતી. આ ઘટનાના મૂળમાં અગાઉ થયેલી તકરાર જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. દેવાયત ખવડ એક ડાયરાના કાર્યક્રમમાં હાજર ન રહેતા બંને વચ્ચે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ગંભીર બન્યો હતો. શું હતો સમગ્ર મામલો? ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામ નજીક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો થયો હતો. તેમની ફોર્ચ્યુનર કારને કિયા કાર સાથે…