કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, 126 ખેલાડીઓ મેદાનમાં ઉતરશે

ગ્લાસગોમાં યોજાશે કોમનવેલ્થ ગેમ્સ 2026 રમતપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે રમતોના મહાકુંભનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત 23 જુલાઈથી થશે અને 2 ઓગસ્ટ સુધી વિવિધ રમતોમાં ખેલાડીઓ મેડલ માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. આ ગેમ્સમાં દુનિયાભરના 74 દેશોના લગભગ 3,000 ખેલાડીઓ ભાગ લેશે. પેરા-સ્પોર્ટ્સ સહિત કુલ 13 રમતોમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે. ભારત પણ આ વખતે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે. ભારતના 126 ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતીય દળમાં કુલ 126 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 77 પુરુષ અને 48 મહિલા ખેલાડીઓ સામેલ છે. ભારતીય ખેલાડીઓ એથલેટિક્સ, બોક્સિંગ, જ્યુડો, સ્વિમિંગ, વેઈટલિફ્ટિંગ, સાઈકલિંગ, જિમ્નાસ્ટિક્સ અને…

પુણે: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન

પુણેના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. મંગળવાર, 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3:30 વાગ્યે પુણેમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સુરેશ કલમાડીના નશ્વર દેહને બપોરે 2:00 વાગ્યા સુધી પુણેના એરંડવાને સ્થિત કલમાડી હાઉસ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ સાંજે નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ વિવાદથી ચર્ચામાં સુરેશ કલમાડીનું નામ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજન સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર કેસને કારણે ખાસ ચર્ચામાં આવ્યું હતું. ગેમ્સના આયોજન અને કોન્ટ્રાક્ટ આપવામાં થયેલી નાણાકીય અનિયમિતતાઓના આરોપ હેઠળ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. લાંબી રાજકીય કારકિર્દી સુરેશ કલમાડીનો જન્મ 1 મે, 1944ના રોજ…

હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે 3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in