Telangana: પેઇનકિલર ઇન્જેક્શન આપ્યા પછી કિશોરનું મોત
હૈદરાબાદ પોલીસે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ત્રણ કિશોરોને પેઇનકિલર્સ વેચવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ડ્રગનું ઇન્જેક્શન આપ્યા પછી 17 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું. રાચકોંડા પોલીસ કમિશનરેટ દ્વારા જારી કરાયેલા એક પ્રકાશન મુજબ, પેઇનકિલર ગોળીઓ વેચનારાઓમાં એક મેડિકલ શોપનો માલિક છે. યુવકે ગોળીઓને કચડી નાખી, તેમાં મીઠું પાણી ભેળવીને ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન પછી, ત્રણેય મિત્રો બીમાર પડ્યા. ગયા અઠવાડિયે તેમને શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી એક 17 વર્ષીય કિશોરનું 19 એપ્રિલના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી. મૃતકના પિતાએ આ બાબતે બાલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે કાર્યવાહી કરતા, પોલીસે હત્યા ન ગણાતા સદોષ માનવવધ અને…
Surat : સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર,વેપારીઓના 100 કરોડથી વધારે રૂપિયા અટવાયા
સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. મંદિના માહોલમાં હીરા કારીગરોની હાલત કફોડી બની છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયનની ભાવ વધારાની માગણીને લઇ લેબર કમિશનરે ડાયમંડ વર્કર યુનિયનના વિવિધ યુનિયનો સાથે બેઠક યોજી હતી. જેમાં મહત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રત્ન કલાકારોને મદદરૂપ થવાની તમામ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી છે. આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે આ ઉપરાંત સમગ્ર બાબતે નિરાકરણ લાવવા ડાયમંડ વર્કર યુનિયને માંગ કરી હતી. જો 30 માર્ચ સુધી નિરાકરણ ન આવે હડતાળની ચિમકી ઉચ્ચારી છે. ત્યારે બીજી તરફ સુરતમાં મંદી વચ્ચે હીરાના વેપારીઓ સાયબર ક્રાઇમની તપાસથી પરેશાન થવા પામ્યા છે. જેમાં…
Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ…
gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ…










