લલિત મોદીને મોટો ઝટકો, વનુઆતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો
ભારતના ચુંગાલમાંથી બચવા માટે, ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદીએ વનુઆતુનું નાગરિકત્વ મેળવી લીધું હતું. પરંતુ હવે લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે. વનુઆતુના વડા પ્રધાન જોથમ નાપટે નાગરિકતા આયોગને લલિત મોદીને આપવામાં આવેલ વનુઆતુ પાસપોર્ટ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. વનુઆતુના દૈનિક અખબાર વનુઆતુ ડેઇલી પોસ્ટે તેની ફેસબુક પોસ્ટમાં આ સંબંધિત માહિતી આપી હતી. રિપોર્ટ અનુસાર, લલિત મોદીનો વાનુઆતુ પાસપોર્ટ રદ કરાવવામાં ન્યુઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર નીતા ભૂષણે, કેટલાક અન્ય ટાપુ દેશો સાથે મળીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પણ વાંચો :- છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસ સ્થાને EDના દરોડા આ પગલું આ કારણે ભરાયું :- વનુઆતુ ડેઇલી પોસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આંતરરાષ્ટ્રીય મીડિયામાં તાજેતરના ખુલાસા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે’…
H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર
તમે H-1B વિઝાનું નામ સાંભળ્યું જ હશે. આ વિઝા વિદેશીઓ માટે, ખાસ કરીને ભારતીય નાગરિકો માટે, જેઓ અમેરિકામાં કામ કરવા માંગે છે, એક મોટું સ્વપ્ન છે. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. આના કારણે લાખો લોકોનું ભવિષ્ય અનિશ્ચિતતામાં અટવાઈ ગયું છે. H-1B વિઝા ધારકો અને તેમના બાળકો, જેઓ પહેલા અમેરિકામાં સ્થાયી થવા તરફ આગળ વધી રહ્યા હતા, તેઓ હવે નવા નિયમોને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. H-1B વિઝા એ અમેરિકાનો નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે વિદેશી નાગરિકોને ત્યાં કામ કરવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી, આરોગ્ય અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો દ્વારા કરવામાં આવે છે. આ વિઝા ધારકો થોડા વર્ષો સુધી અમેરિકામાં કાયદેસર…








