ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલીમાં કૌભાંડનો ખુલાસો ! FIR દાખલ, ખોટી સહીઓ અને વિદેશી નાગરિકોની નિમણૂક

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલીના ભકત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં મોટા કૌભાંડની સામે પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે. ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ મણીભાઈ પટેલ અને મંત્રી શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. જેમાં 17 ગેરહાજર સભાસદોની ખોટી સહી સાથે ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. આ જઠલણમાં, નવા 25 ટ્રસ્ટીઓની નિમણૂક માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો છે. વિદેશી નાગરિકોની ખોટી નિમણૂક FIR મુજબ, ચાર ટ્રસ્ટીઓએ ખોટા એફિડેવિટ આપી જણાવ્યું હતું કે તેઓ ભારતીય નાગરિક છે, જ્યારે ચોક્કસ રીતે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ એમીરિકા (USA) ના નાગરિક છે. આ વિદેશી નાગરિકોની ટ્રસ્ટમાં સામેલ કરવાનો ખુલાસો ગુજરાતના ચેરિટી રજીસ્ટ્રારને કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા ટ્રસ્ટના પ્રમુખ અને મંત્રી દ્વારા આ એફિડેવિટને ખોટા દસ્તાવેજો તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના…

અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી બોડેલીમાં પાટોત્સવ તરીકે ઉજવવામાં આવી

પોષ સુદ બારસના રોજ, રામ લલ્લાના અયોધ્યામાં તેમના ઘરે પાછા ફરવાની એક વર્ષની વર્ષગાંઠ, બોડેલી શહેરના રામ ભક્તો દ્વારા બોડેલીના અલીપુરા ચાર રોડ પર સ્થિત રામ ચોક ખાતે પાટોત્સવ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી. રામ ચોક ખાતે આવેલા રામ મંદિરને સુંદર રીતે ફૂલોની સજાવટથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે આસપાસના ધાર્મિક લોકો, વિવિધ ભજન મંડળો, હિન્દુ સંગઠનો અને બોડેલીના ભાવિ ભક્તો આ પ્રસંગે રામ ચોક ખાતે એકઠા થયા હતા.     સાંજે ૭:૩૦ વાગ્યે, ભગવાન શ્રી રામની સામૂહિક આરતી પછી, હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ભજનો રજૂ કરવામાં આવ્યા અને આ રામ મંદિરનો પ્રથમ વર્ષનો પાટોત્સવ બોડેલીના સોની ભજન મંડળ દ્વારા ઉજવવામાં આવ્યો.