ગુજરાત હાઇકોર્ટે રિ – ડેવલપમેન્ટ અટકાવવા બદલ ફ્લેટ માલિકોને 1 લાખનો દંડ ફટકાર્યો
પંકજ મકવાણા – અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના સોલા રોડ સ્થિત સૂર્યા એપાર્ટમેન્ટ-2ના પુનઃવિકાસને રોકવાનો પ્રયાસ કરનાર 34 ફ્લેટ ધારકોને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ વિરોધીઓ પર ‘કૃત્રિમ કટોકટી’ ઊભી કરીને બિનજરૂરી ઉતાવળ દેખાડવાનો આરોપ મૂક્યો અને તેમના વકીલની વર્તણૂકને ‘શરમજનક’ ગણાવી.1987માં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) દ્વારા બનાવવામાં આવેલા આ એપાર્ટમેન્ટમાં 132 ફ્લેટ છે. આમાંથી 110 ફ્લેટ ધારકોએ પુનઃવિકાસ માટે સંમતિ આપી, જે કાયદેસર રીતે જરૂરી સંખ્યા પૂરી કરે છે. GHB’એ પણ 2022થી આ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે. પરંતુ 34 ફ્લેટ ધારકોએ વિરોધ કર્યો. આ 34 અરજદારોએ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો, જ્યાં 2 સપ્ટેમ્બરે રિડેવલપમેન્ટ રોકવાની અરજી ફગાવાઈ. આ પછી તેઓ 15 સપ્ટેમ્બરે હાઈકોર્ટ પહોંચ્યા અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી. કોર્ટનો કડક અભિગમ…
રાશિફળ/02 ઓક્ટોમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. જે લોકો શેરબજાર માં રોકાણ કરે છે તેમના પૈસા આજે ડૂબી શકે છે. સમય રહેતા સાવચેત થયી જવું તમારા માટે સારું રહેશે। ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે-…
અંક જ્યોતિષ/02 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
રાજકોટ: સ્કૂલના ગુમ થયેલા ત્રણેય વિદ્યાર્થીઓ જૂનાગઢથી મળ્યા, જાણો વિગત
રાજકોટ શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાંથી ગુમ થયેલા ધોરણ 8ના ત્રણ વિદ્યાર્થીઓને પોલીસ અને તંત્રે ઘણા પ્રયત્નો બાદ જૂનાગઢથી સુરક્ષિત શોધી કાઢ્યા છે. બાળકો સલામત મળી આવતાં વાલીગણ, સ્કૂલ સંચાલકો અને પોલીસ વિભાગે મોટો રાહતનો શ્વાસ લીધો છે. સ્કૂલના વર્ગમાંથી શરૂઆત થઈ લાપતા થવાની ઘટના પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય વિદ્યાર્થી શાળાના ક્લાસરૂમમાં તોફાન કરતા હતા. આ કારણે શાળાના શિક્ષકે તેમને વર્ગમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓ શાળાની બહાર નિકળી ગયા હતા અને ઘરે પરત ન આવતા વાલીઓ ચિંતિત થઈ શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલના સીસીટીવી ફૂટેજમાંથી મળ્યા તાર જ્યારે સ્કૂલ સંચાલકોને ખબર પડી કે બાળકો સ્કૂલની બહાર નીકળી ગયા છે, ત્યારે તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં ત્રણેય વિદ્યાર્થીઓ સ્કૂલના મુખ્ય દરવાજા તરફ જતાં દેખાયા…
દશેરાના આગલા દિવસે જાગ્યું આરોગ્ય વિભાગ, ફરસાણની દુકાનો પર કરાઈ તાબડતોડ તપાસ
દશેરાના આગલા દિવસે આરોગ્ય વિભાગે તપાસ અભિયાન ચલાવીને ફરસાણની દુકાનો અને ખોરાક ઉત્પાદન કરતો ઉદ્યોગોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FSSAI-ફૂડ સેફ્ટી વિભાગ) દ્વારા સમગ્ર રાજ્યમાં 2225 પેઢીઓની તપાસ કરીને 676 નમૂનાઓ લેવામાં આવ્યા, જેમાંથી 1198 કિલોગ્રામ ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 4.80 લાખથી વધુ છે. તહેવારોમાં શુદ્ધ ખોરાક સુનિશ્ચિત કરવાનો પ્રયાસ નવરાત્રી અને દશેરા જેવા તહેવારોમાં જમવાનું મહત્ત્વનું ભાગ હોય છે. લોકો મોટા પ્રમાણમાં ફરસાણ, મીઠાઈ અને પેકેજ્ડ ખોરાક ખરીદે છે. આ પરિસ્થિતિમાં ભેળસેળ અને અશુદ્ધ ખોરાક વેચાતા નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે – તે પહોંચી વળવા માટે તંત્રએ ચાંપતો દોર પાડ્યો છે. તપાસના મુખ્ય આંકડા: વિગતો આંકડા પેઢીઓની તપાસ…
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત ખૂબ જ મહત્વની, જાણો વિગત
વિશ્વ રાજનીતિ ફરી એક વાર નવા વળાંકો લઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુતિનનો પ્રવાસ 5 અને 6 ડિસેમ્બરના રોજ નક્કી થઈ શકે છે. આ મુલાકાતને માત્ર દ્વિપક્ષીય સંબંધો સુધી મર્યાદિત ના રાખીને વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ ભેળવણી તરીકે જોવામાં આવી રહી છે — ખાસ કરીને રશિયા-યુક્રેન યુદ્ધ, ઊર્જા વેપાર, અને અમેરિકાની ટેરિફ નીતિઓના વધતા દબાણ વચ્ચે. ભારત-રશિયા સંબંધો – દાયકા જૂનો વિશ્વાસ ભારત અને રશિયા વચ્ચેનો સંબંધ સોવિયેત યુગથી અતૂટ રહ્યો છે. સંરક્ષણ, અવકાશ વિજ્ઞાન, ઉર્જા, અને અણુશક્તિ જેવા ક્ષેત્રોમાં બંને દેશોએ વિશ્વસનીય અને વ્યૂહાત્મક સહકાર કર્યો છે. આજે જ્યારે વિશ્વમાં અસ્થિરતા વધી રહી છે, ત્યારે પુતિનની આ મુલાકાત ભારત-રશિયા સંબંધોને નવા પડાવ પર…
PoKમાં ભારે આક્રોશ: સતત બીજા દિવસે પાકિસ્તાની સેના વિરુદ્ધ પ્રચંડ વિરોધ, સેનાના ગોળીબારમાં 8ના મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં લોકોએ પોતાના હકો માટે મોં ખોલ્યું છે અને પાકિસ્તાની સેના સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. બુધવારે સતત બીજા દિવસે PoKના અનેક શહેરો અને ગામડાઓમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા, જેમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથે હિંસક અથડામણો સર્જાઈ. સેનાના ગોળીબારમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. શું છે સમગ્ર ઘટના? PoKમાં લોકો છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી, બેરોજગારી, અને પાકિસ્તાની સરકારની બેદરકારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. હવે આ વિરોધે નવી દિશા લીધી છે – સૈન્યના દમનશાહી વલણ સામે પ્રતિકાર. બુધવારે સતત બીજા દિવસે મુઝફ્ફરાબાદ, પોંઝા અને આજુબાજુના વિસ્તારોમાં લોકોએ સ્વ-શાસન ચાર્ટરની માંગ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કર્યા. જોકે, પાકિસ્તાની રેન્જર્સે ઘાતકી પગલાં લીધાં અને નિર્દોષ પ્રદર્શનકારીઓ…
આખરે શાન ઠેકાણે આવી! મોહસિન નકવીનો યુ-ટર્ન, એશિયા કપ 2025ની ટ્રોફી પરત સોંપી
ભલે એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયા એ પોતાના જબરદસ્ત પ્રદર્શન દ્વારા પાકિસ્તાનને હરાવીને નવમી વાર ખિતાબ જીત્યો હોય, પરંતુ જીત પછીનો સૌથી મોટો વિવાદ ટ્રોફી વિતરણને લઈને થયો હતો. ભારતે ટ્રોફી જીતવા છતાં પણ ચાર દિવસ સુધી એ તેમને સોંપવામાં નહોતી આવી. હવે આખરે આ વિવાદનો અંત આવ્યો છે. ભારતની વિજયી ટીમ, પણ ટ્રોફી વિના! 28 સપ્ટેમ્બર 2025ના રોજ, દુબઈમાં રમાયેલ ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમો એશિયા કપ ટાઇટલ જીત્યો હતો. સામાન્ય રીતે દરેક ટૂર્નામેન્ટ પછી જીતેલી ટીમને મેદાન પર ટ્રોફી સોંપવામાં આવે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. વિજય પછી પણ ટીમ ઈન્ડિયાને ટ્રોફી આપવામાં આવી નહોતી, જેના કારણે ક્રિકેટવિશ્વમાં આકરી ટિપ્પણીઓ શરૂ થઈ ગઈ હતી. ચાર દિવસ ચાલેલો નાટકઃ…
તમિલનાડુમાં ભારે દુર્ઘટના, ચેન્નાઈમાં નિર્માણાધીન આર્ચ તૂટવાથી 9 શ્રમિકોની મોત, 10 વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુના ઉત્તર ચેન્નાઈમાં થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક ભારે દુર્ઘટના બની છે. ત્યાં 30 ફૂટ ઊંચી નિર્માણાધીન આર્ચ(કમાન) અચાનક તૂટી પડી હતી, જેના કારણે 9 શ્રમિકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઈ અને 10થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા, જેમને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા. આ ઘટનાની વિગતો મુજબ, મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલમાં દફતર કરવામાં આવ્યો છે. એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું નોંધાયું છે. પોલીસ કમિશનરે આ ઇમારતના ભાગ તૂટી પડવાના કારણની તપાસ શરૂ કરી છે. બચાવકાર્ય અને તપાસ ચાલુ છે. તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે. રાધાકૃષ્ણે જણાવ્યુ કે સ્થળ પર કુલ 3700 શ્રમિક કામ કરી રહ્યા હતા અને સુરક્ષા…
Navratri 2025: નવરાત્રીના નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની પૂજા, સાધકો માટે ખરેખર સિદ્ધિ અને મોક્ષનો અવસર
નવરાત્રિનો અંતિમ દિન, એટલે કે મહા નવમી તિથિ પર, ઐશ્વર્ય, શાંતિ અને આધ્યાત્મિક સિદ્ધિ માટેની દેવીઓમાં સજ્જતામાં, માતા સિદ્ધિદાત્રીની પૂજા વિશેષ મહત્વ ધરાવે છે. માન્યતા છે કે આ દિવસે પૂજા કરનાર ભક્તોને સંપૂર્ણ સિદ્ધિઓ મળે છે. જે બસ સાધ્ય છે તે પણ અપ્રાપ્ય ન રહે. ભૂમિકા અને મહત્વ – સિદ્ધિદાત્રી = “સિદ્ધીઓને દાત્રી” — દરેક પ્રકારની દીક્ષાઓ, શક્તિઓ અને આધ્યાત્મિક મેરિટ આપનાર. – એમ માનવામાં આવે છે કે આ પૂજા દ્વારા ભય, રોગ, શોક દૂર થાય છે, તેમજ ભક્તો મોક્ષ, શાંતિ અને ઉન્નતિ પામે છે. – દેવ, ઋષિ, ગંધર્વ, અસુર—એ પણ માતાજીની ઉપાસનાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે — વૈદિક લેખનમાં આવું ઉલ્લેખ છે. પૂજા વિધિ – બ્રહ્મ મુહૂર્તે ઉઠવાનું, સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવાનો પ્રારંભ –…
















