અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલની બેઝમેન્ટ ડ્રેનેજમાં ઝેરી ગેસથી ત્રણ શ્રમિક બેભાન, ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યૂ

અમદાવાદ શહેરની યુ.એન. મહેતા હોસ્પિટલના કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ડ્રેનેજ ચેમ્બર)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ત્રણ શ્રમિકો બેભાન થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમયસર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ત્રણેય શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક અચાનક ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયો હતો અને ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે અન્ય બે શ્રમિકો નીચે ઉતર્યા હતા, પરંતુ ટેન્કમાં ભરાયેલા ઝેરી ગેસની અસરથી તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને અંદર જ ફસાઈ ગયા હતા.

સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એક શ્રમિકને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે વિશેષ સાધનોની મદદથી બાકીના બે શ્રમિકોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.

અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ઓળખ પ્રવીણ વાઘેલા, સાહિલ નાડિયા અને રોકી મેકવાન તરીકે થઈ છે. હાલ તેમની તબિયત અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના હોસ્પિટલના મેન્ટેનન્સ કાર્ય દરમિયાન બની હતી. સરકારી અધિકારીઓએ જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ બેદરકારી સામે આવી નથી. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો અને સલામતીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ ફરી એકવાર ગટર અને સુવેજ ટેન્કની સફાઈ દરમિયાન શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી સલામતી સાધનો અને નિયમોના કડક અમલની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે.

 

 

 

 

  • Related Posts

    Ahmedabad GMDC ગ્રાઉન્ડ પર દેશભક્તિનો અદભુત નજારો: 6500 + વિદ્યાર્થીઓએ રચી ભવ્ય માનવ રંગોળી! Pride

    Ahmedabad GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય માનવ રંગોળી, 6500થી વધુ વિદ્યાર્થીઓએ રચ્યો રાષ્ટ્રભાવનાનો રંગ -> ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ના સંદેશ સાથે યોજાયું અનોખું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. Ahmedabad આ જ શ્રેણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગતAhmedabad GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય માનવ આકૃતિ એટલે કે માનવ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ અનોખા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓને મળીને તેમનો…

    6 ઓક્ટોબર 2026, મંગળવારનું વિગતવાર Horoscope

    ♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો અથવા નવી ડીલની શક્યતા છે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.Horoscopeકરિયર: નવી જવાબદારી મળશે.ધન: આવક વધારવાની તક.પરિવાર: સહયોગ મળશે.લકી નંબર: 9 | લકી કલર: લાલ ♉ વૃષભ રાશિ તમારી મહેનતનું પરિણામ મળવાનો દિવસ છે. કાર્યસ્થળે અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારની કોઈ જૂની સમસ્યા વાતચીતથી ઉકેલી શકશો.કરિયર: પ્રગતિના સંકેત.ધન: જૂનું પેમેન્ટ મળી શકે.પરિવાર: વાતાવરણ ખુશનુમા રહેશે.લકી નંબર: 6 | લકી કલર:…