ગુજરાતમાં ગ્લુ ટ્રેપ પર તાત્કાલિક પ્રતિબંધ, ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ગુજરાત સરકારે પ્રાણી કલ્યાણ અને જીવદયાને પ્રાધાન્ય આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ સમગ્ર ગુજરાતમાં ઉંદર તેમજ અન્ય નાના જીવોને પકડવા માટે ઉપયોગમાં લેવાતા **ગ્લુ ટ્રેપ (સ્ટીકી બોર્ડ્સ)**ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, વિતરણ અને ઉપયોગ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ અને વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર ગ્લુ ટ્રેપનો ઉપયોગ પ્રાણીઓ માટે અત્યંત ક્રૂર અને અમાનવીય માનવામાં આવે છે. આ કારણે રાજ્યમાં તેના ઉપયોગને રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. હવે કોઈપણ વેપારી ગ્લુ ટ્રેપનું વેચાણ અથવા સંગ્રહ કરી શકશે નહીં અને સામાન્ય નાગરિકો પણ તેનો ઉપયોગ…
ગૌવંશ સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દાદાનું બુલડોઝર ફરશે
ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા. રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે 54000 કિલો ગૌમાંસ અને 1800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે. ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે. રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. મંત્રીએ ભાવુક સ્વરે…
સાઉદીમાં ઊંટને મળશે ‘VIP પાસપોર્ટ’, માઈક્રોચિપથી રહેશે સંપૂર્ણ ટ્રેકિંગ
સાઉદી અરેબિયાએ પોતાના વારસા અને સંસ્કૃતિના પ્રતીક ઉંટો માટે અનોખો નિર્ણય લીધો છે. હવે દેશના ‘રણના જહાજો’ તરીકે ઓળખાતા ઊંટો માટે સત્તાવાર ડિજિટલ VIP પાસપોર્ટ જારી કરવામાં આવશે. આ આયોજન પર્યાવરણ અને કૃષિ મંત્રાલય (MEWA) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કેમલ પાસપોર્ટની વિશેષતાઓ – દરેક ઊંટ માટે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાશે. – પાસપોર્ટમાં ઊંટનું નામ, જાતિ, જન્મ તારીખ, રસીકરણ રેકોર્ડ અને માઈક્રોચિપ નંબર સમાવિષ્ટ રહેશે. – આ પાસપોર્ટ માત્ર કાગળનો નહીં, પરંતુ ડિજિટલ માઈક્રોચિપ આધારિત રહેશે, જે ઊંટની ઓળખ અને ટ્રેકિંગ માટે ઉપયોગી થશે. હેતુ અને લાભ – પશુધન વ્યવસ્થાપનને આધુનિક બનાવવું. – ખરીદી-વેચાણ અને પરિવહનની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી. – પ્રતિષ્ઠિત ઊંટ સ્પર્ધાઓમાં છેતરપિંડી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી. ડિઝાઇન અને મહત્વ લીલા રંગના પાસપોર્ટ પર સાઉદીનો…
ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’
રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે. જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ 2015થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલે તા.10 થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ કરૂણાસભર પહેલના પરિણામે અનેક અબોલ પશુ-પક્ષીઓને નવજીવન…
કર્ણાટક : 4 દિવસમાં 31 કાળિયારના મોત, પ્રાણી સંગ્રહાલય કિત્તુર રાણી ચેન્નમ્મા ‘કબ્રસ્તાન’ બન્યું
કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા કિત્તુર રાણી ચેન્નમ્મા પ્રાણી સંગ્રહાલયમાં ગભરાવનારી ઘટના બની છે. માત્ર ચાર દિવસમાં 31 કાળિયારનું મોત થયું છે. પ્રારંભિક તપાસમાં આ મૃત્યુનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ચેપ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુની વિગતવાર વિગતો – ગુરુવારે: 8 કાળિયારનું મૃત્યુ – શનિવારે: 20 કાળિયારનું મોત – છેલ્લા બે દિવસમાં: 3 કાળિયારનું મૃત્યુ આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે પ્રાણી સંગ્રહાલયમાં હવે માત્ર સાત કાળિયાર જ બચ્યા છે, જેના કારણે સમગ્ર ટોળું લગભગ નાશ પામ્યું હોવાનું અનુમાન છે. સરકારી કાર્યવાહી અને તપાસ કર્ણાટકના વનમંત્રી ઈશ્વર ખંડ્રેે પોતે બેલાગવી પહોંચીને પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમણે કહ્યું “આ ઘટના ખૂબ જ પીડાદાયક છે. મુખ્ય કારણને સમજીને પૂરતી તપાસ કરવી અત્યંત જરૂરી છે, કે આ…











