પ્રથમ વખત ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી પોલીસ, અઢી કરોડથી વધુનો જથ્થો જપ્ત

રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે પ્રથમ વખત ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂપિયા અઢી કરોડથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની શરૂઆત રૂપિયા 12 લાખથી વધુની કિંમતના 3,800થી વધુ ટેલર (રીલ) ઝડપાવાના મામલાથી થઈ હતી. આ પ્રાથમિક પકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું છે. વ્યવસ્થિત ઉત્પાદન અને રાજ્યભરમાં સપ્લાય તપાસમાં ખુલ્યું છે કે ચાઈનીઝ દોરીનું વ્યવસ્થિત રીતે ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ કરવામાં આવતું હતું. ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં દોરીનો સ્ટોક રાખવામાં આવતો અને ત્યારબાદ રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવતો…

અમદાવાદ: અસલાલી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો વિગત

અમદાવાદ ગ્રામ્ય: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી કરવા તૈયાર થયેલા બુટલેગરોને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા છે. એક કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ છે, જેની બજાર કિંમત આશરે ₹32.70 લાખ થાય છે. દારૂની ખેપ ચોખાના કટ્ટાની નીચે છુપાવેલી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન RTO નંબર HR-55-AW-9486 ધરાવતો કન્ટેનર ટ્રક ઝડપાયો. ટ્રકમાં ચોખાના કટ્ટાઓની આડમાં 6300 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ખેપ છુપાવવામાં આવી હતી. – મોટી બોટલ (750 મી.લી.) અને નાની બોટલ (180 મી.લી.) – કુલ કિંમત: ₹32,70,000 – ટ્રક સહિત મુદ્દામાલની કુલ કિંમત: ₹75,39,271.30 પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ અસલાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડી…