રાજ્યમાં જીવલેણ ચાઈનીઝ દોરી સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે પ્રથમ વખત ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂપિયા અઢી કરોડથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કેસની શરૂઆત રૂપિયા 12 લાખથી વધુની કિંમતના 3,800થી વધુ ટેલર (રીલ) ઝડપાવાના મામલાથી થઈ હતી. આ પ્રાથમિક પકડ બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું છે.
વ્યવસ્થિત ઉત્પાદન અને રાજ્યભરમાં સપ્લાય
તપાસમાં ખુલ્યું છે કે ચાઈનીઝ દોરીનું વ્યવસ્થિત રીતે ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ કરવામાં આવતું હતું. ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં દોરીનો સ્ટોક રાખવામાં આવતો અને ત્યારબાદ રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવતો હતો.
ઉત્પાદકો સુધી પહોંચી પોલીસ
તપાસ આગળ વધતા પોલીસ સીધી ચાઈનીઝ દોરીના ઉત્પાદકો સુધી પહોંચી છે. ગોડાઉનોમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળ્યો છે. પતંગ ચગાવવામાં વપરાતી આ જીવલેણ દોરી અનેક અકસ્માતો અને માનવજીવન માટે ગંભીર જોખમ બની રહી હતી.
સતત દરોડા, વધુ ખુલાસાની શક્યતા
અમદાવાદ ગ્રામ્ય SOGની અલગ-અલગ ટીમો હાલ પણ ચાઈનીઝ દોરીના ગોડાઉનોમાં તપાસ કરી રહી છે. ગુજરાતભરના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






