ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર નડ્યો અકસ્માત, મહાકુંભમાંથી પરત ફરતી વખતે 4ના મોત, 8 ઘાયલ

મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીમખેડા પાલ્લી હાઇવે પર ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પાલ્લી હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળથી ટ્રાવેલરે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને…