AAPએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, ઉદ્યોગપતિ રાજીન્દરના નામ પર મંજુરીની મહોર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પંજાબમાંથી રાજ્યસભા બેઠક માટે 24 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠક AAPના સંજીવ અરોરાના રાજીનામાથી ખાલી થઈ હતી. AAP ની રાજકીય બાબતોની સમિતિ (PAC) ની બેઠકમાં સર્વાનુમતે રાજિન્દર ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી. ગુપ્તા એક અગ્રણી ઉદ્યોગપતિ અને ટ્રાઇડેન્ટ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન છે. એક દિવસ પહેલા ગુપ્તાએ પંજાબ આયોજન બોર્ડના વાઇસ ચેરમેન અને શ્રી કાલી માતા મંદિર વ્યવસ્થાપન સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું, જેને સરકારે સ્વીકારી લીધું છે. ગુપ્તાની જીત નિશ્ચિત આ રાજ્યસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પાસે નોંધપાત્ર બહુમતી છે, જેના કારણે ગુપ્તાની જીત નિશ્ચિત માનવામાં આવે છે. દિલ્હી વિધાનસભામાં AAPની બહુમતી…

દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ પર મ્યુનિસિપલ કોર્પોરેશનને યોગ્ય રીતે ચલાવવામાં સક્ષમ ન હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે જનતાને આપેલા વચનો પૂરા ન કરી શકવાને કારણે અમે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યા છીએ. નવી પાર્ટીની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ કહ્યું કે તેમની પાર્ટીનું નામ ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી હશે અને મુકેશ ગોયલને પાર્ટીના વડા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કાઉન્સિલરોએ જણાવ્યું કે અમે બધા મ્યુનિસિપલ કાઉન્સિલરો 2022 માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાયા હતા,…

કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે આ યોજના માટે નોંધણી 31 ડિસેમ્બરથી શરૂ થશે. મંગળવારે હું પોતે કનોટ પ્લેસના હનુમાન મંદિરથી તેની શરૂઆત કરીશ. પછી, અમારા બધા ઉમેદવારો પોતપોતાના વિધાનસભા મતવિસ્તારમાં નોંધણી કરાવશે.જો આમ આદમી પાર્ટી જીતશે તો દિલ્હીના મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારા સાહિબના ગ્રંથીઓને દર મહિને ₹18,000નું માનદ વેતન આપવામાં આવશે.આ યોજના સમાજમાં તેમના આધ્યાત્મિક યોગદાન અને આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના તેમના પ્રયાસોને શ્રદ્ધાંજલિ છે. -> ભાજપના નેતાઓને આ અપીલ કરી હતી :- AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપના નેતાઓને અપીલ કરી છે કે તેઓ મુખ્યમંત્રી મહિલા…