છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે. આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો…

શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત

શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના કસરત કરવાથી ઈજાનો ખતરો વધી શકે છે. કસરતથી રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સક્રિય રહે છે. શિયાળાની સવારની તાજી હવામાં ચાલવાથી મનને તાજગી મળે છે અને દિવસભર ઉર્જા જળવાય છે. ડૉક્ટરોની સલાહ મુજબ શિયાળામાં કસરત કરતી વખતે રાખવા જેવી વાતો: – દોડવા કે ચાલવા પહેલાં શરીરને ગરમ કરો અને હળવું સ્ટ્રેચિંગ કરો. – ભારે ઠંડીમાં ખાલી પેટ બહાર ન નીકળવું. – હળવા પરંતુ ગરમ કપડાં પહેરો, ખાસ કરીને કાન, માથું અને હાથ ઢાંકી રાખો. – જો હવા ધુમ્મસવાળી કે અત્યંત…