છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી જાણો રાજ્યના કેટલા બાળકોએ લીધો લાભ, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને નવી ગતિ આપી છે. આ ત્રણ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના પ્રતીક બન્યા છે. મુખ્યમંત્રી ના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા નેતૃત્વમાં આજે આરોગ્યને લગતી જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાનાં નાગરીકો સુધી પહોચી છે. જેના ભાગરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી રાજ્યના 4.5 કરોડથી વધુ બાળકોએ આ યોજનાનો લાભ લીધો છે.

આ યોજના હેઠળ રાજ્યમાં દર વર્ષે અંદાજિત સરેરાશ કુલ 1 કરોડ 89 લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરી સ્થળ પર સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત જરૂરીયાતવાળા બાળકોને સરકારી આરોગ્ય સંસ્થાઓ PHC-CHC-SDH, જિલ્લા હોસ્પિટલો, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો તથા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો ખાતે રીફર કરીને તદ્દન વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન અંતર્ગત આ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં બાળકોના આરોગ્યની સમસ્યાઓ શોધીને 45 હજારથી વધુ બાળકોને હૃદય સબંધિત સર્જરી અને સારવાર, 4149 કીડની સારવાર, 2336 કલબફૂટ, 1408 ક્લેફ્ટ લીપ પેલેટ, 692 કેન્સર રોગની સારવાર, 751 કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 42 કીડની ટ્રાન્સપ્લાન્ટ, 23 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 12 લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે.

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ બાળકોના નિદાન, રિફર અને સારવાર માટે ગુજરાતમાં કુલ – 28 ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેશન સેન્ટર (DIEC) કાર્યરત કરવામાં આવ્યા છે. વધુમાં રાજ્યમાં કુલ 992 આર.બી.એસ.કે મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે. આ ટીમો 6 વર્ષ સુધીના આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા નવજાત શીશુથી 18 વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ ડીલીવરી પોઇન્ટ ખાતે દરેક નવજાત શીશુનું બર્થ ડીફેકટ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. ઉપરાંત નવજાત શિશુથી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ જતાં અને ન જતાં બાળકોનું “4D બર્થ ડીફેકટ, ડેવલપમેન્ટલ ડીલે, ડીસીઝ અને ડેફીસીઅન્સી માટે નિયમિત રીતે તમામ બાળકોની આરોગ્ય ચકાસણી અને સંદર્ભ સેવા દ્વારા સારવાર પુરી પાડવામાં આવે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો… Unrest 2026

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો, લાઠીચાર્જ: મહિલા પોલીસ અધિકારી ઘાયલ, પોલીસનો કડક બંદોબસ્ત મધ્યપ્રદેશના Ujjain માં શાહી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. સિંહસ્થ-2028ની તૈયારીઓ અંતર્ગત રસ્તો પહોળો કરવાની કામગીરી માટે શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી વચ્ચે સોમવારે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. -> Ujjain રસ્તો પહોળો કરવાની કામગીરી વચ્ચે વિવાદ : Ujjainના અબ્દાલપુરા વિસ્તારમાં આવેલી શાહી મસ્જિદનો કેટલોક ભાગ રસ્તા પહોળો કરવાની યોજનાના દાયરામાં આવી રહ્યો છે. કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીનો માર્ગ આશરે 900…

Gold Rate Today In Gujarat 2026: શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

ગુજરાતમાં Goldના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું ₹1.52 લાખને પાર ગુજરાતમાં Goldના ભાવને લઈને આજે ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સોનાના ભાવમાં સતત જોવા મળી રહેલી વધઘટ વચ્ચે આજે 24 કેરેટ સોનું આશરે ₹1,52,720 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે. સોનાનો ભાવ આટલા ઊંચા સ્તરે પહોંચતા સામાન્ય ખરીદદારો તેમજ Goldમાં રોકાણ કરનારા લોકોનું ધ્યાન ફરી એકવાર બજાર તરફ ગયું છે. ખાસ કરીને તહેવારો અને લગ્નસરાની સિઝન નજીક આવતી હોય ત્યારે સોનાના ભાવમાં થતી નાની-મોટી હિલચાલ પણ ગ્રાહકોના બજેટ પર સીધી અસર કરી શકે છે. સોનું ભારતીય પરિવારો માટે માત્ર કિંમતી ધાતુ નથી, પરંતુ પરંપરા, બચત અને રોકાણ સાથે પણ જોડાયેલું છે. ગુજરાતમાં લગ્ન, તહેવાર, ધાર્મિક પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગોમાં સોનાના દાગીનાની ખરીદી કરવાની પરંપરા…