શિયાળાની સવારે દોડવા કે ચાલવા જતાં પહેલા રાખો ખાસ ધ્યાન, જાણો વિગત

શિયાળાની ઠંડી સવારમાં દોડવું કે ચાલવું સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ આ સમય દરમિયાન શરીર પર વધારાનો તાણ આવી શકે છે. નિષ્ણાતો કહે છે કે યોગ્ય તૈયારી વિના કસરત કરવાથી ઈજાનો ખતરો વધી શકે છે.

કસરતથી રક્ત પરિભ્રમણ સુધરે છે, હૃદય મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ સક્રિય રહે છે. શિયાળાની સવારની તાજી હવામાં ચાલવાથી મનને તાજગી મળે છે અને દિવસભર ઉર્જા જળવાય છે.

ડૉક્ટરોની સલાહ મુજબ શિયાળામાં કસરત કરતી વખતે રાખવા જેવી વાતો:
– દોડવા કે ચાલવા પહેલાં શરીરને ગરમ કરો અને હળવું સ્ટ્રેચિંગ કરો.
– ભારે ઠંડીમાં ખાલી પેટ બહાર ન નીકળવું.
– હળવા પરંતુ ગરમ કપડાં પહેરો, ખાસ કરીને કાન, માથું અને હાથ ઢાંકી રાખો.
– જો હવા ધુમ્મસવાળી કે અત્યંત ઠંડી હોય તો સૂર્યોદય પછી કસરત શરૂ કરો.
– શ્વસન તકલીફ ધરાવતા લોકોએ કસરત પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
– કસરત બાદ શરીરને હાઇડ્રેટ રાખો અને પૌષ્ટિક નાસ્તો કરો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત માટે રાહત: LPG ટેન્કર ‘સર્વ શક્તિ’એ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કર્યું

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે ગેસ લઈને આવતું MT ‘સર્વ શક્તિ’ જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. સરકારના…

ઈરાન તણાવ વચ્ચે ઈઝરાયેલની તાકાતમાં વધારો, અમેરિકા પાસેથી અદ્યતન ફાઈટર જેટ ખરીદશે

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલે પોતાની સૈન્ય શક્તિ મજબૂત બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયેલ હવે United States પાસેથી F-35I અને F-15IA જેવા અદ્યતન ફાઈટર જેટના વધુ બે…