Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે. પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે. 3 વાગ્યે આપશે રાજીનામું પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં…
ઈરાનમાં Gen Z ઉતાર્યા મેદાને, સુપ્રીમ લીડર ખામેની સામે જાણો કેમ થયો બળવો ?
નેપાળ પછી, Gen Z હવે ઈરાનમાં પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. તેહરાનના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે… આ અંતિમ યુદ્ધ છે… એટલે કે આ નિર્ણાયક યુદ્ધ છે. આ નારાનો સીધો અર્થ એ છે કે ઈરાનના લોકો સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની સામે નિર્ણાયક યુદ્ધમાં ઉતરી ગયા છે. શેરીઓથી લઈને શોપિંગ મોલ સુધી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખલીફાની સેના વિરોધીઓ પર ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડી રહી છે. આમ છતાં, ભીડ પીછેહઠ કરવા તૈયાર નથી… પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે ઈરાની જનતા અચાનક આટલી આક્રમક કેમ બની ગઈ છે? ઈરાનમાં અચાનક સુપ્રીમ લીડર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થવાના કારણો પર જો નજર કરવામાં આવે તો ઈરાનની કથળતી અર્થવ્યવસ્થા છે. બીજું…
ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે. ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે…
પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ
રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવિવા છેલ્લા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં જ અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સંમતિ આપી દીધી છે. તેમની સંમતિ પછી બાદ બન્નેની સગાઈ કરવામાં આવશે. લગ્નની તારીખ હજુ નક્કી નથી થઈ રેહાન અને અવિવા બેગ જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરશે તેવું કહેવાય છે. જોકે બંને પરિવારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તૈયારીઓ પહેલાથી જ શરૂ…
ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેમનો જન્મ 1945માં જલપાઇગુડીમાં થયો હતો, જે હવે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો ભાગ છે. તે સમયે, તે દિનાજપુર જિલ્લાનો ભાગ હતો, અને ભારત એક હતું. ભાગલા પડ્યા ન હતા, અને બંગાળ એક થયું હતું. ભાગલા પછી જ રાજ્યનો ભારતીય ભાગ પશ્ચિમ બંગાળ તરીકે ઓળખાવા લાગ્યો. દરમિયાન, પૂર્વ બંગાળ પાકિસ્તાનનો ભાગ બન્યું, અને પછી, 16 ડિસેમ્બર, 1971 ના રોજ સ્વતંત્રતા પછી, બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. આમ, ખાલિદા ઝિયાએ ભારત, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશના નાગરિક તરીકે પોતાનું જીવન જીવ્યું. તેઓ બાંગ્લાદેશમાં ટોચના…
અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર અરવલ્લીમાં ખાણકામ બંધ રહેશે કોર્ટે રાજસ્થાન, ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
WPL 2026 માટે ગુજરાત જાયન્ટ્સે કરી મોટી જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીને બનાવી કેપ્ટન
WPL 2026 માટે ગુજરાત જાયન્ટ્સે મોટી જાહેરાત કરી છે. WPL 2026 માટે ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. WPL ની આગામી સીઝન 9 જાન્યુઆરી, 2026 ના રોજ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ગાર્ડનરે અગાઉ WPL 2025 માં ગુજરાત જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી હતી, જેમાં તેમણે બેથ મૂનીનું સ્થાન લીધું હતું. કેપ્ટન તરીકેની પોતાની પહેલી WPL સીઝનમાં, તેણીએ ટીમને ટોપ-3 માં સ્થાન આપ્યું, નવમાંથી ચાર મેચ જીતી અને નોકઆઉટ માટે ક્વોલિફાય થઈ. જોકે, ગુજરાત જાયન્ટ્સ એલિમિનેટરમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 11 રનથી હારી ગઈ, ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી. 28 વર્ષીય એશ્લે ગાર્ડનર છેલ્લા ત્રણ સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ માટે રમી છે અને દિલ્હીમાં યોજાયેલી WPL 2026 ની હરાજી પહેલા તેને…
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા. પોલીસ અને તપાસ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે…
યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન એટેકનો પ્રયાસ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવએ સોમવારે દાવો કર્યો છે કે યુક્રે દ્વારા નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લાવરોવના જણાવ્યા અનુસાર, આ હુમલો 28 ડિસેમ્બરના રાત્રે 91 લાંબા અંતરના ડ્રોનથી કરવામાં આવ્યો હતો. લાવરોવએ દાવો કર્યો છે કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં. તેમણે આ પ્રકારની “બેજવાબદાર કાર્યવાહી” ને રાજ્ય-પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યો અને જણાવ્યું કે રશિયન સશસ્ત્ર દળો હવે બદલો લેવા માટે લક્ષ્યો ઓળખી લીધા છે. શાંતિ વાટાઘાટો પર અસર લાવરોવના જણાવ્યા અનુસાર આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેન સાથે સંભવિત શાંતિ કરાર અંગે વાટાઘાટો ચાલી રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા વાટાઘાટોમાંથી પીછો નહીં ખેંચશે, પરંતુ વાટાઘાટોની સ્થિતિને ફરીથી સમીક્ષા કરવામાં…
















