અમદાવાદ એરપોર્ટ પર DRIનો મોટો સપાટો, રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત
ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક મુસાફર પાસેથી અંદાજે રૂ.8 કરોડની કિંમતનો હાઈબ્રિડ ગાંજો (કેનાબીસ) જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપી મુસાફર થાઈલેન્ડના બેંગકોકથી ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેની શંકાસ્પદ હિલચાલને આધારે અધિકારીઓએ તેને અટકાવી સઘન તપાસ હાથ ધરી હતી. 7.71 કિલો હાઈગ્રેડ કેનાબીસ ઝડપાયો મુસાફરના બેગેજનું સ્કેનિંગ અને તપાસ કરતા તેમાં પ્રોફેશનલી વેક્યુમ સીલ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી કુલ 7.71 કિલોગ્રામ હાઈગ્રેડ હાઈબ્રિડ કેનાબીસ (ગાંજો) મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે રૂ.8 કરોડ જેટલી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ડ્રગ્સ નેટવર્ક…
શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત…
હવે લોકપાલ માટે નહીં ખરીદવામાં આવ 5 કરોડ રૂપિયાની BMW કાર, ટેન્ડર કરાયું રદ
લોકપાલે આખરે BMW કાર ખરીદવા માટેનું ટેન્ડર રદ કરી દીધું છે. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે ગુરુવારે જાહેરાત કરી હતી કે સાત લક્ઝરી BMW કાર ખરીદવા માટે બે મહિના પહેલા જારી કરાયેલું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. આ વિવાદાસ્પદ ટેન્ડરની કુલ અંદાજિત કિંમત આશરે ₹5 કરોડ હતી. વિરોધ પક્ષો અને સામાજિક કાર્યકરોએ મોંઘી કાર ખરીદવાના લોકપાલના નિર્ણયની આકરી ટીકા કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અધિકારીઓ હવે કહે છે કે ખરીદી દરખાસ્ત રદ કરવાનો નિર્ણય લોકપાલની પૂર્ણ બેન્ચ દ્વારા 16 ડિસેમ્બર, 2025 ના રોજ શુદ્ધિપત્ર જારી કરાયેલા ઠરાવને અનુસરીને લેવામાં આવ્યો હતો. લોકપાલે ૧૬ ઓક્ટોબર, 2025 ના રોજ પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી બોલીઓ મંગાવી હતી, જેમાં સાત BMW ૩ સિરીઝ ૩૩૦Li કારની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. આ ખરીદીનો હેતુ…
તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાને પોતાના પરમાણુ સ્થળોની યાદી એકબીજાને કેમ સોંપી, જાણો વિગત
ભારત અને પાકિસ્તાને ગુરુવાર, 1 જાન્યુઆરીના રોજ રાજદ્વારી ચેનલો દ્વારા તેમના પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની યાદીઓ શેર કરી. વિદેશ મંત્રાલયની એક અખબારી યાદી અનુસાર, આ આદાનપ્રદાન ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને સુવિધાઓ પર હુમલા પર પ્રતિબંધ અંગેના કરાર હેઠળ કરવામાં આવ્યું હતું. બંને દેશો વચ્ચેનો આ કરાર 31 ડિસેમ્બર, 1988 ના રોજ હસ્તાક્ષરિત થયો હતો અને 27 જાન્યુઆરી, 1991 ના રોજ અમલમાં આવ્યો હતો. કરાર હેઠળ, ભારત અને પાકિસ્તાન દરેક કેલેન્ડર વર્ષની 1 જાન્યુઆરી સુધીમાં, કરાર દ્વારા આવરી લેવામાં આવેલા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની વિગતો એકબીજાને જાહેર કરવા માટે બંધાયેલા છે. આ કરાર બંને દેશોને એકબીજા સામે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરે છે. વર્ષ 1992માં પહેલી વખત બન્ને દેશોએ આપ્યું હતું લિસ્ટ બંને…
વિકાસશીલથી વિકસિત તરફ ભારતની યાત્રા ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડ્યું એવો કેન્દ્ર સરકારનો દાવો 2030 સુધીમાં જર્મનીથી પણ આગળ નીકળીશે ભારત વૈશ્વિક એજન્સીઓનો GDPમાં સતત વૃદ્ધિનો અંદાજ બેરોજગારીમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને નિકાસ પ્રદર્શનમાં સુધારો 2047 સુધીમાં ઉચ્ચ મધ્યમ-આવક ધરાવતો દેશ બનવાનું લક્ષ્ય Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ…
સિગારેટ અને તમાકુ થશે વધુ મોંઘા… નવા સેસ અને એક્સાઇઝ ડ્યુટીની જાહેરાત
કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરી, 2026 થી દેશભરમાં અમલમાં આવશે. એકવાર અમલમાં આવ્યા પછી, સિગારેટ, તમાકુ અને સંબંધિત ઉત્પાદનો વધુ મોંઘા થશે. નાણા મંત્રાલયે 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તમાકુ, સિગારેટ અને પાન-મસાલા માટે આ નવા નિયમની સૂચના આપી હતી. આ વધારાની એક્સાઇઝ ડ્યુટી 40% GST દર ઉપરાંત છે. કેન્દ્ર સરકાર પાન મસાલા પર સેસ પણ વસૂલ કરે છે, જે 40% GST દરથી પણ ઉપર છે. નવા નિયમો હેઠળ, સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટની કલમ 3A હેઠળ પેકિંગ મશીનોનો ઉપયોગ કરીને ઉત્પાદિત અને પાઉચમાં પેક કરાયેલા ચાવવાના તમાકુ, ઝરદા (સુગંધિત તમાકુ) અને ગુટખાને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ, સિગારેટની લંબાઈના આધારે, પ્રતિ 1,000 સ્ટીક પર ₹2,050…
વંદે ભારત સ્લીપર અંગે અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે શરૂ
ભારતીય રેલ્વે ફરી એકવાર ઇતિહાસ રચવાની આરે છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસની મુસાફરીને બદલી નાખી, તેવી જ રીતે હવે રાત્રિની મુસાફરીને સંપૂર્ણપણે હાઇટેક અને વૈભવી અનુભવમાં પરિવર્તિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. લાંબી રાહ જોયા પછી, આખરે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે એક મોટી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષના પહેલા દિવસે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી કે આ મેગા પ્રોજેક્ટનું પરીક્ષણ અને પ્રમાણપત્ર પૂર્ણ થઈ ગયું છે, અને મુસાફરોને ટૂંક સમયમાં તેનો લાભ મળશે. રેલ મંત્રીના જણાવ્યા મુજબ, પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ગુવાહાટી અને કોલકાતા (હાવડા) વચ્ચે દોડશે. આ રૂટ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે ઉત્તરપૂર્વ ભારત અને દેશના મુખ્ય શહેરો વચ્ચે ઝડપી, સલામત અને આરામદાયક…
















