શેરબજારમાં તેજીનો માહોલ, નિફ્ટીએ તોડ્યો રેકોર્ડ

નવા વર્ષની શરૂઆત રોકાણકારો માટે આશાસ્પદ સાબિત થઈ રહી છે. વર્ષના બીજા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. મજબૂત વૈશ્વિક સંકેતો અને મુખ્ય શેરોમાં ખરીદીના કારણે, નિફ્ટી નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો, જ્યારે સેન્સેક્સ 573 પોઈન્ટના વધારા સાથે મજબૂત રીતે બંધ થયો. આ ઉછાળાથી રોકાણકારોના આશાવાદમાં વધારો થયો છે. ટ્રેડિંગના અંતે, નિફ્ટી 182 પોઈન્ટ વધીને 26,328.55 ની વિક્રમી ટોચ પર પહોંચ્યો, જ્યારે સેન્સેક્સ 573.41 પોઈન્ટ વધીને 85,762.02ની સપાટી પર બંધ થયો. આજે એકંદરે, બજારમાં સ્પષ્ટ ખરીદીનો માહોલ જોવા મળ્યો. નિફ્ટી 50 પેકમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા અને ભારત ઇલેક્ટ્રોનિક્સ ટોચના તેજીવાળા શેરોમાં હતા, જેમાં 2 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ, ITC અને બજાજ ઓટો દબાણ હેઠળ રહ્યા, જેમાં 4 ટકાનો ઘટાડો થયો.…

ગ્રીન કવર વધારવા રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 185 નદીઓના બન્ને કાંઠે….

વાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે. કેન્દ્ર સરકારના વર્ષ 2023ના ઇન્ડીયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન અને વૃક્ષ કવર રાજ્યના કુલ ક્ષેત્રફળના 11.03 ટકા છે. આ ગ્રીન કવરમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની કુલ 185 નદીઓના બંને કાંઠાની જમીન પર વન વિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરવામાં આવશે . ગ્રીન કવર વધવાથી રાજ્યનો વન વિસ્તાર વધશે જેથી વરસાદમાં વધારો થશે, જળવાયું પરિવર્તન અટકાવી શકાશે સાથે સાથે રાજ્યમાં ઓક્સિજનમાં પ્રમાણ વધશે અને કાર્બન પ્રિન્ટમાં ઘટાડો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું. વન મંત્રી અર્જુનભાઈએ વધુ વિગતો…

વર્ષ 2026 ખગોળીયપ્રેમીઓ માટે અદભૂત વર્ષ…! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

હોળીના દિવસે દેશભરમાં રહેશે ચંદ્રગ્રહણ એકસાથે જોવા મળશે છ ગ્રહનો સમૂહ 3 જાન્યુઆરીએ દેખાશે સુપરમૂન હોળી પર સદીનું દુર્લભ ચંદ્રગ્રહણ અને વર્ષનો પ્રથમ ‘વુલ્ફ મૂન’ 4 ગ્રહણો, 6 ગ્રહોની મહાયુતિ અને સુપરમૂનનો શણગાર 100 વર્ષ પછી હોળીના દિવસે જ પૂર્ણ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ 2026ની ખગોળીય ઘટનાઓનું જ્યોતિષીય વિશ્લેષણ સૂર્ય-ચંદ્ર ગ્રહણો અને 6 ગ્રહોનો સમૂહ લાવશે મોટું પરિવર્તન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

‘ભારત ખુદ નક્કી કરશે કે પોતાનો બચાવ કેવી રીતે કરવો’, જયશંકરે નામ લીધા વગર કોને આપી ચેતવણી?

ભારતના વિદેશ મંત્રી ડૉ. જયશંકરે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આતંકવાદ સામે સ્વ-બચાવના પોતાના અધિકારનો ઉપયોગ કરશે અને કોઈ અન્ય દેશ ભારત તેના બચાવમાં શું કરશે અને શું નહીં કરે તે નક્કી કરી શકશે નહીં. જયશંકરે આ નિવેદન IIT મદ્રાસ ખાતે આયોજિત “શાસ્ત્ર 2026 – IIT મદ્રાસ ટેક્નો-એન્ટરટેઈનમેન્ટ ફેસ્ટ” ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતની સુરક્ષા માટે જે કંઈ પણ જરૂરી હશે તે કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન, જ્યારે ડૉ. જયશંકરને ભારતની વિદેશ નીતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, “તમારા પડોશીઓ ખરાબ હોઈ શકે છે. જો આપણે પશ્ચિમ તરફ નજર કરીએ તો, આપણને ખબર પડે છે કે કમનસીબે, આપણી સાથે પણ આવું જ છે. જો કોઈ દેશ જાણી જોઈને…

જાણો શું છે બગદાણાનો મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ, કેમ માયાભાઈએ માફી માંગી; કેમ હીરા સોલંકી આવ્યા મેદાને ?

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ સતત ચર્ચામાં છે. આ વિવાદમાં રાજકારણ અને પોલીસ તંત્રની પણ એન્ટ્રી થઈ છે અને બીજી તરફ માયાભાઈ આહિરે પોતાના નિવેદન અંગે પણ વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ ગઇકાલે ધારાસભ્ય હીરા સોલંકી આ મામલે મેદાને આવતા તાત્કાલિક PI ની બદલી કરવામાં આવી હતી, આ વિવાદના મૂળ બગદાણા મંદિર ટ્રસ્ટ જોડે જોડાયેલ છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ આહિરનો એક વિડીયો જાહેર થયો હતો. જેમાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. જેને લઈને બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ આહીર સાથે ફોન પર વાત કરી હતી. અને જણાવી હતું કે ટ્રસ્ટમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યાર બાદ માયાભાઈ આહિરે માફી…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

BSNLએ શરૂ કરી ખાસ સેવા, કોલ ડ્રોપની સમસ્યાથી મળશે છૂટકારો

BSNL એ સમગ્ર ભારતમાં કોલ ડ્રોપની સમસ્યા દૂર કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ સત્તાવાર રીતે VoWiFi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શરૂ થવાથી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નેટવર્ક સિવાયના વિસ્તારોમાં પણ કોલ કરવાની મંજૂરી આપશે. યુઝર્સ તેમના ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરી શકશે અને કોલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હાલમાં, ખાનગી કંપનીઓ એરટેલ અને Jio દેશભરમાં VoWiFi સેવાઓ પૂરી પાડે છે. BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા જાહેરાત કરી કે સમગ્ર ભારતમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી છે. જો ક્યાંય પણ સિગ્નલની સમસ્યા હોય, તો તમે VoWiFi દ્વારા કનેક્ટ થઈ શકો છો. ભારત સંચાર નિગમ લિમિટેડે થોડા મહિના પહેલા જ સમગ્ર ભારતમાં તેની 4G સેવા શરૂ કરી છે. કંપનીએ આ માટે…

IFJ : પત્રકારો માટે વર્ષ 2025 રહ્યું સૌથી ખતરનાક, વિશ્વભરમાં 128ના થયા મોત; અહી છે સૌથી ખરાબ સ્થિતિ

2025નું વર્ષ ખતરનાક રહ્યું છે ખાસ કરી ને પત્રકારત્વ માટે . ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટ્સ (IFJ) ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વભરમાં કુલ 128 પત્રકારો અને મીડિયા કર્મચારીઓની હત્યા કરવામાં આવી હતી. આમાંથી, સૌથી વધુ મૃત્યુ 74 પશ્ચિમ એશિયા અને આરબ દેશોમાં થયા હતા. આનો અર્થ એ થયો કે વિશ્વના જે 58% પત્રકારો માર્યા ગયા તે એકલા આ પ્રદેશમાં જ થયા હતા. ફક્ત પેલેસ્ટાઇનમાં જ 56 પત્રકારોની હત્યા કરવામાં આવી. ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પત્રકારોને નિશાન બનાવવાની ઘટનાઓ સતત વધી છે. સૌથી મોટો અને દુઃખદ કિસ્સો 10 ઓગસ્ટના રોજ અલ-જઝીરાના રિપોર્ટર અનસ અલ-શરીફની હત્યાનો છે. તેમના પર હુમલો ત્યારે થયો જ્યારે તેઓ અન્ય પત્રકારો સાથે અલ-શિફા હોસ્પિટલ નજીક એક તંબુમાં હાજર હતા. આ હુમલામાં પાંચ અન્ય…

રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર: BSFએ પકડ્યા પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિક, સરહદ પર ચેતવણી વધારાઈ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ તાજેતરમાં રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરની સરહદ નજીક બે શંકાસ્પદ નાગરિકોને પકડી પાડ્યા છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં BSF જવાનોએ એક પાકિસ્તાની નાગરિકને પકડ્યો છે, જ્યારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિક અટકાવવામાં આવ્યો છે. જેસલમેરમાં પાકિસ્તાની નાગરિક પકડાયો જેસલમેર BSFના જવાનોએ પાકિસ્તાની નાગરિકને નાચના અને નોખ સેક્ટરમાંથી પકડ્યો. પ્રારંભિક તપાસ દરમિયાન, ઘુસણખોરે પોતાની ઓળખ રાણા મોહમ્મદ અસલમના પુત્ર ઇશરત (35) તરીકે આપી છે અને તે પાકિસ્તાનના પંજાબના સરગોધા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર, શંકાસ્પદ નાગરિક માનસિક રીતે અસ્થિર હોવાની શંકા છે. તેની પાસેથી પાકિસ્તાની ચલણ, છરી અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને નોખ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યું છે. જમ્મુમાં બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ…

અમિત શાહે બંગાળ વિજય માટે કાર્યકરોને આપી બ્લૂપ્રિન્ટ: 5 મુખ્ય મુદ્દા અને બૂથ સ્તરે મજબૂત તૈયારી

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પશ્ચિમ બંગાળમાં રાજનીતિ ગરમાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં રાજ્યમાં ત્રણ દિવસનો પ્રવાસ કર્યો અને ભાજપના સંગઠન સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ મુલાકાત માત્ર સામાન્ય કાર્યક્રમ નહીં, પરંતુ રાજ્યમાં સત્તા મેળવવા માટેની સંપૂર્ણ તૈયારી અને યોજના તરીકે જોવામાં આવી રહી છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે, ભાજપનું લક્ષ્ય માત્ર વિજય મેળવવું નથી, પરંતુ 294 બેઠકોમાંથી લગભગ બે તૃતીયાંશનો હિસ્સો જીતવાનો છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને તેમણે કાર્યકરોને સ્પષ્ટ દિશા અને ચૂંટણી યોજના આપી. પાંચ મુદ્દાઓ પર આધારિત ચૂંટણી અભિયાન અમિત શાહે પાર્ટીના ચૂંટણી અભિયાનને પાંચ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રાખવાનું નક્કી કર્યું છે: – ઘૂસણખોરી – રાજ્યની સુરક્ષા માટે ઘૂસણખોરીને મોટો ખતરો માનીને, BJP સત્તામાં આવ્યા પછી તેને નિવારવાનો સંકલ્પ.…