વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી સહિતના હોદ્દાઓની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ જ યોજાશે, પરંતુ હાઈકોર્ટની આગોતરી મંજૂરી વિના આ ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં. અરજદારે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા લોઢા સમિતિના માપદંડોને ટાંકીને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જિકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે. આ કેસમાં BCCI અને BCA ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, કારણ કે અરજદારનો આક્ષેપ છે કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારોની યોગ્યતા અંગેના વાંધા રજૂ કરવા છતાં…
બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન
બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બાંગ્લાદેશની જનતાની આશાઓ પૂર્ણ કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. વડાપ્રધાન મોદીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તારિક રહેમાન સાથે વાતચીત કરીને તેમને આનંદ થયો અને બાંગ્લાદેશની જનતાના વિશ્વાસ માટે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાય લખશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત લોકશાહી, સર્વસમાવેશક અને વિકાસમુખી બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યપાલએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ, ઈનોવેશન, ડેટા સર્વિસ, ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર…
ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. અમદાવાદમાં તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરને ગુજરાતના SME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટિઝનો સહયોગ મળે તે અંગે ફળદાયી ચર્ચા-પરામર્શ કર્યા હતા. ઝિમ્બાબ્વેના એમ્બેસેડરઅને ડેપ્યુટી મિનિસ્ટરએ આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને ઉભરતા સેકટર એવા સેમિકન્ડક્ટરમાં પણ હબ બનવા સાથે MSME સેક્ટરમાં પણ અગ્રેસર છે તેનો લાભ લેવા ઝિમ્બાબ્વે…
Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત
ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ વિઝનને સાકાર કરવામાં અગ્રેસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની સરકાર દ્વારા રાજ્યની પરંપરાગત કલા-કારીગરીને પ્રજાના પ્રતિબિંબ સમાન વિધાનસભા સંકુલમાં સ્થાન આપી એક નવતર પગલું ભરવામાં આવ્યું છે અને આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા…
બાંગ્લાદેશમાં BNPની જીત પર PM મોદીએ પાઠવી શુભકામના, તારિકની પાર્ટીએ જાણો શું કહ્યું
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની સરકારના પતન પછી પહેલી વાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ છે. આ ચૂંટણીમાં, તારિક અનવરના નેતૃત્વ હેઠળના બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ બે તૃતીયાંશ બહુમતી સાથે પ્રચંડ વિજય મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તારિક અનવરને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમના અભિનંદનથી ખુશ થઈને, BNP એ ચૂંટણીઓને માન્યતા આપવા બદલ ભારતનો આભાર માન્યો છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતી વખતે, BNP એ આશા વ્યક્ત કરી કે નવી સરકારના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બનશે. BNPની સ્થાયી સમિતિના સભ્ય અને 2026ની ચૂંટણી માટે મુખ્ય સંયોજક નઝરુલ ઇસ્લામ ખાને કહ્યું કે પાર્ટી મોદી દ્વારા જનાદેશને માન્યતા આપવા બદલ પ્રશંસા કરે છે. તેમણે કહ્યું, “અમારા નેતા તારિક રહેમાનને અભિનંદન આપવા બદલ…
આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ
* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ * આ યોજના હેઠળ 70 થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. 2 લાખનું પ્રોત્સાહક ઇનામ રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી 258 ગ્રામ પંચાયતને એપ્રિલ-2025 થી જાન્યુઆરી-2026 સુધીમાં રૂ. 5.16 કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી…
















