T20 વર્લ્ડ કપ 2026: ભારત ઇંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પહોંચ્યું, 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો
T20 વર્લ્ડ કપ 2026ના બીજા સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે એક રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડને માત્ર 7 રનની નાજુક લીડથી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા ખાતરી કરી. હવે ફાઇનલ 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમાશે, જેના માટે દેશભરના ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતના બેટિંગ યોગદાન ભારતને પ્રથમ બેટિંગ માટે મોકલવામાં આવ્યા બાદ ટીમે 20 ઓવરમાં 253 રનની ઉચ્ચ સ્કોર સ્થાપિત કરી. સંજુ સેમસન 42 બોલમાં 89 રન બનાવવામાં સફળ રહ્યા, જેમાં 7 છગ્ગા સામેલ હતા. શિવમ દુબે 25 બોલમાં 43 રન, હાર્દિક પંડ્યા 12 બોલમાં 27 રન અને તિલક વર્મા 6 બોલમાં 21 રનના નોંધપાત્ર યોગદાન આપી સ્કોરને મજબૂત બનાવ્યો. ઇંગ્લેન્ડની રણનીતિ ઇંગ્લેન્ડે પીછો આપ્યો પરંતુ 20 ઓવરમાં 246 રન સુધી પહોંચી શકી, જેમાં જેકબ બેથેલએ 48 બોલમાં…
રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસે તેલંગાણાથી ઉમેદવારો જાહેર કર્યા, અભિષેક મનુ સિંઘવીને ફરી તક
કોંગ્રેસ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેલંગાણાથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ વરિષ્ઠ નેતા અને જાણીતા કાયદાકીય નિષ્ણાત અભિષેક મનુ સિંઘવીને ફરી એકવાર રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે વી. નરેન્દ્ર રેડ્ડીના નામને પણ મંજૂરી આપવામાં આવી છે. બંને ઉમેદવારો ગુરુવારે તેમના નામાંકન દાખલ કરશે. અનેક નામોની વચ્ચે અંતિમ પસંદગી રાજ્યસભાની આ બે બેઠકો માટે કોંગ્રેસમાં ઘણા દાવેદારોના નામ ચર્ચામાં હતા. તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય માશી ચંદ્ર રેડ્ડી, ભૂતપૂર્વ સાંસદ વી. હનુમંત રાવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ ચિન્ના રેડ્ડી, વિનય કુમાર અને કાસમ કુમાર જેવા નેતાઓનો સમાવેશ થતો હતો. જોકે અંતે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના સૂચન બાદ વી. નરેન્દ્ર રેડ્ડીના નામને અંતિમ મંજૂરી આપવામાં આવી. ખાલી થયેલી બેઠકો માટે ચૂંટણી તેલંગાણામાં તાજેતરમાં રાજ્યસભાની બે…
ઈરાન–ઈઝરાયેલ યુદ્ધની અસર ગુજરાતમાં: ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 50% કાપ, મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટ
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. કુદરતી ગેસની વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ લિમિટેડ (GGL)એ રાજ્યના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 50 ટકા કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગ પર મોટો અસરકારક ઝાટક મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNGની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ હેઠળ ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કર્યું છે. કંપનીના નિર્ણય મુજબ 6 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે…
નીતિશ કુમારનો મોટો નિર્ણય: CM પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી, રાજ્યસભા જવા તૈયાર
બિહારની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેઓ આવનારી ચૂંટણીમાં રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપવા માંગે છે. આ જાહેરાત બાદ બિહારના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. લોકોનો વિશ્વાસ અને સહકાર માટે વ્યક્ત કર્યો આભાર નીતિશ કુમારે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી બિહારના લોકો તેમને વિશ્વાસ અને સમર્થન આપી રહ્યા છે. લોકોના આ વિશ્વાસના કારણે જ તેમને રાજ્યની સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન બિહાર વિકાસના નવા માર્ગે આગળ વધ્યું છે અને તેમાં લોકોના સહકારનો મહત્વનો ફાળો રહ્યો છે. સંસદના બંને ગૃહોમાં સેવા કરવાની ઈચ્છા મુખ્યમંત્રીએ…
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ
પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…
નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ: વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો ૯૩મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ SMVS ના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે…
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી PM નરેન્દ્ર મોદી એ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે
અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાને અમદાવાદથી પ્રસ્થાન કરાવવા પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં સરદારસાહેબનું સન્માન કર્યું છે. 2014 થી સરદાર સાહેબની જયંતીને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઊજવવાની પરંપરા તેમણે શરૂ કરાવેલી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી નરેન્દ્રએ લોહપુરુષ સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા વિશ્વભરમાં ભારતની એકતા અને અખંડતાનું પ્રતીક બની છે, એવું તેમણે ઉમેર્યું હતું. દેશની એકતા અને અખંડિતાના શિલ્પી લોકપુરુષ સરદાર સાહેબની 150મી જયંતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આપણે ઊજવી રહ્યા છીએ, એવું જણાવી મુખ્યમંત્રી એ કહ્યું હતું કે સરદાર વલ્લભ પટેલે સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી તરીકે 565 દેશી…
ઈરાનમાં શોક અને દહેશત: ખામેનીના અંતિમ સંસ્કાર પર ઈઝરાયલી હુમલાનો ભય
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે ઘણી ચર્ચાઓ અને ચિંતાઓનો વિષય બની છે. ઈરાની પ્રશાસન અને ઇસ્લામિક વિકાસ સંકલન પરિષદના જણાવ્યા મુજબ, વિલંબ પાછળનું મુખ્ય કારણ માત્ર લોકોની મોટી સંખ્યા નહીં, પરંતુ ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા સંભવિત હુમલાનો ભય છે. 1989માં ખોમેનીના અંતિમ સંસ્કારમાં કરોડો લોકો ઉમટી પડ્યાં હતાં. આ વખતે ખામેનીની લોકપ્રિયતા અને વર્તમાન યુદ્ધની સ્થિતિને જોતા સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. અંતિમ સંસ્કાર અને દફનાની યોજના ખામેનીના વસિયતનામા અનુસાર, તેમનું દફન મશહદમાં ઈમામ રેઝા દરગાહ પાસે કરવામાં આવશે, જે શિયા ઈસ્લામમાં અત્યંત પવિત્ર સ્થાન ગણાય…
















