રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે. ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની…
B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ
રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુભાઇ જેબલીયા ઉપસ્થિત ઉપસ્થિત તમામ ખેડૂતોએ B INDIAની ટીમનો માન્યો આભાર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત ઉપસ્થિત તમામ ખેડૂતોએ પોતાની ખુશી જાહેર કરી કૃષિ ક્ષેત્રે યોગદાન આપનાર ખેડૂતોની મહેનતને સન્માન WATCH Youtube video Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઈરાન યુદ્ધ પર વ્લાદિમીર પુતિન ની ચેતવણી: “આગળ શું થશે કોઈને ખબર નથી”
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ ઈરાન સંબંધિત સંઘર્ષ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મોસ્કોમાં આયોજિત એક બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે આ યુદ્ધનું આગળ શું પરિણામ આવશે તે કોઈ કહી શકતું નથી અને તેની અસર COVID-19 જેવી વૈશ્વિક કટોકટી સમાન થઈ શકે છે. પુતિનના જણાવ્યા મુજબ, યુદ્ધના કારણે પહેલાથી જ વૈશ્વિક સપ્લાય ચેઇન, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ સિસ્ટમ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. ખાસ કરીને હાઈડ્રોકાર્બન, મેટલ અને ખાતર ક્ષેત્રોમાં દબાણ વધી રહ્યું છે, જે વિશ્વ અર્થતંત્રને અસર કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સંઘર્ષમાં સામેલ દેશો પોતે પણ આગળની પરિસ્થિતિ અંગે અનિશ્ચિત છે. “જેમ કોરોના મહામારીએ વૈશ્વિક વિકાસને ધીમો પાડ્યો હતો, તેમ આ સંઘર્ષ…
ડોનાલ્ડ ટ્રમ્પ નો દાવો: ઈરાને 10 ઓઈલ ટેન્કરો પસાર થવા દીધા, પાકિસ્તાનના ઝંડાનો ઉલ્લેખ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાને બેકચેનલ ચર્ચાઓ દરમિયાન 10 ઓઈલ ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. વ્હાઈટ હાઉસમાં યોજાયેલી બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું કે શરૂઆતમાં ઈરાને 8 મોટા તેલના ટેન્કરોને પસાર થવા દેવાની વાત કરી હતી, પરંતુ બાદમાં તે સંખ્યા વધારીને 10 કરવામાં આવી. તેમણે આ ઘટનાને ઈરાન તરફથી ‘ગુડવિલ’ના સંકેત તરીકે ગણાવ્યો. ટ્રમ્પના જણાવ્યા મુજબ, તેમને આ અંગે માહિતી મળ્યા બાદ જ્યારે ટેન્કરોને હોર્મુઝમાંથી પસાર થતા જોયા, ત્યારે તેઓએ આને ઈરાનના વચન પર અડગ રહેવાના સંકેત તરીકે લીધું. સાથે જ તેમણે એક રસપ્રદ દાવો પણ કર્યો કે આ ટેન્કરો પર કદાચ પાકિસ્તાન નો ઝંડો…
મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત: બસ-ટ્રક અથડામણમાં 10નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લો ખાતે ગુરુવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતે ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો. સેમરિયા હનુમાન મંદિર નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ, આ બસ મોહન યાદવ ના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી. સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાળા વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ અને અનેક મુસાફરો તેમાં જ ફસાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કેટલાક મુસાફરોને ગંભીર માથાના ઈજા થઈ છે, જ્યારે એક મુસાફરનો હાથ કપાઈ જવાનો બનાવ પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ 20થી…
જાપાનના હોન્શુ ટાપુ નજીક 6.2 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ
જાપાનના સૌથી મોટા અને વધુ વસ્તી ધરાવતા હોન્શુ ટાપુ નજીક ગુરુવારે 6.2 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકો ભયભીત થઈને પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાપાનની જાપાન હવામાન એજન્સી અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે 10 કિલોમીટર ઊંડાઈએ હતું. ભૂકંપના ઝટકાઓ ખાસ કરીને ટાપુના પૂર્વ કિનારાના વિસ્તારોમાં વધુ અનુભવાયા હતા. ભૂકંપ પછી સૌથી મોટી ચિંતા સુનામીની હતી, પરંતુ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ સુનામી ચેતવણી જારી કરવામાં આવી નથી. આ માહિતી મળતાં જ લોકોને થોડી રાહત મળી હતી. તેમ છતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં નજર રાખવા માટે સત્તાવાળાઓએ દેખરેખ વધારી છે. અહેવાલ મુજબ, ભૂકંપના ઝટકાઓ એટલા જોરદાર હતા કે લોકો તરત જ સુરક્ષિત સ્થળોએ જવા મજબૂર બન્યા હતા. હાલ સુધી કોઈ…
માધવપુર ઘેડ મેળામાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો ધમાકો, 650થી વધુ ખેલાડીઓ તૈયાર
પોરબંદર: ભગવાન કૃષ્ણ અને દેવી રુક્મિણીજીના પાવન વિવાહ પ્રસંગની સાંસ્કૃતિક ઉજવણીના ભાગરૂપે દર વર્ષે માધવપુર ઘેડ ખાતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળાના આકર્ષણમાં વધારો થાય તેમજ પ્રવાસીઓ માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ રમતોનો આનંદ માણી શકે તે હેતુસર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના દરિયા કિનારે તા. 27-03-2026 થી તા. 30-03-2026 દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજાશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650 થી વધુ ખેલાડીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ ફેસ્ટિવલ અંતર્ગત બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક તેમજ પરંપરાગત અખાડા કુસ્તી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા…
B-India કૃષિ રત્ન એવોર્ડ 2026 : દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને મળ્યું ગૌરવ,ખેડૂત શક્તિનો સન્માન સમારોહ
“ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં ખેડૂત માત્ર અન્નદાતા જ નહીં, પરંતુ દેશની આર્થિક મજબૂતીના સાચા આધારસ્તંભ છે. ખેતરોમાં દિવસ-રાત મહેનત કરનાર ખેડૂતોના પરિશ્રમથી જ દેશના વિકાસને ગતિ મળે છે. ખાસ કરીને ગુજરાતના પ્રગતિશીલ અને મહેનતુ ખેડૂતોએ આધુનિક ટેક્નોલોજી અને નવીનતાઓ અપનાવીને કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી છે.આ જ ખેડૂતોના પરિશ્રમ, સમર્પણ અને નવી વિચારધારાને સન્માન આપવા માટે B-India News દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” એ એવો મંચ છે, જ્યાં ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવીને અનોખી સિદ્ધિઓ હાંસલ કરનાર ખેડૂતોને વિશેષ સન્માન આપવામાં આવશે. આ એવોર્ડ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ તે ખેડૂતોની પ્રેરણાદાયક સફરની ઉજવણી છે. અનેક પડકારો વચ્ચે પણ હિંમત અને મહેનતથી કૃષિને નવી ઊંચાઈએ પહોંચાડનાર ખેડૂતો…
B-India કૃષિ રત્ન એવોર્ડ 2026: ખેડૂત ગૌરવનો મહોત્સવ,“જ્યાં મહેનત બને છે ગૌરવ” Live
ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ…“B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” – “મારી ખેતી મારૂ ગર્વ” ની સાર્થકતા કટ્ટીબંધીત છે કૃષિ ક્ષેત્રની નવીનતા અને સિદ્ધિઓને સાકાર કરનારા ખેડૂતોને વિલક્ષણ મંચ આપવા… ચાલો ઉજવીએ ગુજરાતની કૃષિ સન્નમુખ નેતાગીરી અને B India News સાથે ખેડૂતની સફળતા… ખેડૂતોએ મહેનતથી ધરતીને સોનું બનાવ્યું છે તેવા જગતના તાતને કરાશે સન્માનિત.. કૃષિ રત્ન એવોર્ડ 2026…. ખેડૂતોની સફળતાની વાર્તા દુનિયાને બતાવવાનો આ જ યોગ્ય સમય છે. આ સન્માન છે ખેડૂતોની મહેનતનું, આ સન્માન છે જગતના તાતનું.મળીએ છીએ Youtube Live 25 માર્ચે. સીધા એવોર્ડ ફંકશનમાં… Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website…
IPL 2026 માટેનું લાઈવ સ્ટ્રીમિંગ અને અપડેટ્સ: A to Z માર્ગદર્શિકા
28 માર્ચથી IPL 2026ની શરૂઆત થઈ રહી છે. પહેલા દિવસે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે મેચ રમાશે. RCB પહેલી વખત IPL 2025માં ચેમ્પિયન બની, તેથી આ વખતે ઘરઆંગણે રમતી પહેલી મેચ ખાસ મહત્વની છે. કેવી રીતે જોઈ શકો છો મેચ: – ટીવી પર: IPL લાઈવ જોવા માટે સ્ટાર સ્પોર્ટ્સના ચેનલ પર પહોંચી શકો છો. – મોબાઇલ/ડિજિટલ પર: જિયો હોટસ્ટાર એપ દ્વારા લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ છે. અહીં હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં કોમેન્ટ્રી ઉપલબ્ધ રહેશે. લાઈવ સ્કોર અને અપડેટ્સ: તમામ બોલ-બાય-બોલ સ્કોર, પોઈન્ટ ટેબલ અને મુખ્ય સમાચાર માટે સંદેશ ડિજિટલ એક સર્વશ્રેષ્ઠ સ્ત્રોત છે. અહીં તમે ગુજરાતીમાં લાઈવ અપડેટ્સ મેળવી શકો છો અને તમામ મહત્વપૂર્ણ સમાચાર મેળવી શકો છો. આ રીતે, IPL 2026ની દરેક…














