રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.

ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 મુજબ કલમ 32 જી અંતર્ગત ખેડૂતો/ગણોતીયાઓ માટે મામલતદાર અને કૃષિ પંચ દ્વારા ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે અને આ કિંમત કાયદા મુજબની સમય મર્યાદામાં ભરપાઈ કરવાની હોય છે.

ગણોતીયાઓ દ્વારા અજ્ઞાનતાના કારણે ખરીદ કિંમત ભરપાઈ ન કરી હોવાના કિસ્સાઓ ધ્યાનમાં આવ્યા છે. આવી ખરીદ કિંમત ન ભરવાના કિસ્સામાં તેમને કાયદેસરના માલિક ગણી શકાતા નથી. આના પરિણામે ખેડૂતો દ્વારા ખેતીની જમીન વેચાણ, બિન ખેતીના પ્રસંગોએ જે મુશ્કેલીઓ પડે છે તે નિવારવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વખતો વખત આવી ખરીદ કિંમત ભરપાઈ કરવાની છુટ આપીને સમય મર્યાદા લંબાવવાના નિર્ણયો કરેલા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતોએ કરેલી રજૂઆતો અને 31 ડિસેમ્બર-2025ના અંતે કેસોની બાકી રહેલી સંખ્યા ધ્યાનમાં લઈને તેમણે ખેડૂતોની તરફેણમાં વધુ નરમ વલણ દર્શાવીને ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની આ મુદત તા. 31 ડિસેમ્બર-2026 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

આ ખેડૂતહિતલક્ષી નિર્ણયના પરિણામે ખેડૂતો/ગણોતીયાઓ ખરીદ કિંમત ભરપાઈ કરીને કાયદેસર માલિક બની શકશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…