હનુમાન જયંતિ 2026: ‘હનુમાન’ બનીને છવાયેલા અભિનેતાઓ—આજે ક્યાં છે આ સ્ટાર્સ?

ભારતીય ધાર્મિક કથાઓમાં હનુમાનનું વિશેષ સ્થાન છે.  હનુમાન જયંતિ 2026 ના પાવન અવસર પર, જ્યારે સમગ્ર દેશ બજરંગબલીની ભક્તિમાં લીન છે, ત્યારે નાના અને મોટા પડદા પર “હનુમાન” બનીને છવાઈ ગયેલા કલાકારોની યાદો પણ તાજી બની જાય છે. કોઈએ આ પાત્ર દ્વારા અમર ઓળખ બનાવી, તો કોઈ આજે પણ એ જ છબીથી ઓળખાય છે. અને એક દિગ્ગજ કલાકાર હવે આપણા વચ્ચે નથી રહ્યા. આવો જાણીએ તે કલાકારો વિશે, જેમણે પડદા પર હનુમાન બનીને ઇતિહાસ રચ્યો. ટીવી અને ફિલ્મોમાં આ પાત્ર ભજવનારા કલાકારોને લોકો ભગવાન સમાન માનતા આવ્યા છે. ખાસ કરીને ‘રામાયણ’ પછી તો કલાકારોની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ હતી. દારા સિંહ – અસલી ‘હનુમાન’ની ઓળખ રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી,…

ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી

ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.    સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર…

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ, 148 મુસાફરો સુરક્ષિત

પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને હવામાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ઉત્તરપ્રદેશના લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં કુલ 148 મુસાફરો સવાર હતા. હવામાં જ ધુમાડાનું એલાર્મ, ‘May Day’ કોલ જાહેર એરબસ A320 વિમાન (ફ્લાઈટ IX1523)માં અચાનક ધુમાડાનું એલાર્મ વાગતા પાયલટે તાત્કાલિક ‘May Day’ કોલ આપ્યો. વિમાનની એવિયોનિક્સ બે (ઈલેક્ટ્રોનિક સિસ્ટમ વિભાગ)માં ધુમાડો જોવા મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપ્યા બાદ સાંજે લગભગ 5:20 વાગ્યે વિમાનને ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લખનઉ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે…

ઈરાનની ચેતવણી: 18 અમેરિકન ટેક કંપનીઓ પર હુમલાની ધમકી, કર્મચારીઓને ઓફિસથી દૂર રહેવાની સલાહ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે તણાવ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. યુદ્ધના 32મા દિવસે ઈરાને અમેરિકા સામે કડક વલણ અપનાવ્યું છે. ઈરાનની સૈન્ય સંસ્થા IRGCએ 1 એપ્રિલથી 18 અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. મોટી ટેક કંપનીઓ ટાર્ગેટ પર આ યાદીમાં Microsoft, Apple, Google, Intel અને Boeing જેવી વિશ્વપ્રસિદ્ધ કંપનીઓનો સમાવેશ થાય છે. ઈરાને જણાવ્યું છે કે આ કંપનીઓ સીધી કે આડકતરી રીતે યુદ્ધમાં સંકળાયેલી છે. કર્મચારીઓને ચેતવણી IRGCએ કંપનીઓના કર્મચારીઓને ઓફિસથી દૂર રહેવાની ચેતવણી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલો કોઈપણ સમયે થઈ શકે છે, તેથી સલામતી માટે સાવચેતી રાખવી જરૂરી છે. હુમલાનો બદલો લેવાની કાર્યવાહી ઈરાનનું કહેવું છે કે આ પગલું તેના પર થયેલા હુમલાનો બદલો લેવા માટે લેવામાં…

પાકિસ્તાન ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી: ભારતના પાડોશી દેશમાં ઉર્જા સંકટ, સરકારઅંતિમ નિર્ણય લે તેવી તૈયારી

અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પાકિસ્તાનમાં ઉર્જા અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ભારે અસરગ્રસ્ત થયો છે. હાલ પેકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્યો સાથે ચર્ચા બાદ લેવામાં આવશે. સોશિયલ મીડિયા પર વાયરલ નોટિફિકેશન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા નોટિફિકેશન મુજબ, 4 અને 5 એપ્રિલ 2026થી અઠવાડિયામાં શનિવાર-રવિવાર ‘સ્માર્ટ લોકડાઉન’ લાગુ થવાનો હતો. આ દરમિયાન દુકાનો, માર્કેટ, ફેક્ટરીઓ, સર્વિસ સેક્ટર બંધ રહેવા સાથે શહેરો વચ્ચેના રસ્તા અને હાઇવે બંધ રહેવાની સૂચના આપવામાં આવી હતી. માત્ર જીવનજરૂરી સેવાઓ જેવી કે હોસ્પિટલો, દવા, એરપોર્ટ અને પોર્ટ ચાલુ રહેશે. સરકારની સ્થિતિ પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તારે આ અફવાઓને ખોટું જાહેર કરીને કહ્યું કે, લોકડાઉન હજુ લાગુ કરાયું નથી. અંતિમ નિર્ણય…

આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ પર અસર પડી છે. ટ્રાફિક પર મોટો પ્રભાવ માલગાડી પલટી જતા રેલવે ટ્રેક પર અવરોધ સર્જાયો છે, જેના કારણે ટ્રેનોના સમયપત્રકમાં ભારે વિક્ષેપ થયો છે. રેલવે વિભાગે તરત જ કામગીરી શરૂ કરી ટ્રેકને સાફ કરવા અને સેવાઓ પુનઃસ્થાપિત કરવા પ્રયાસ શરૂ કર્યો છે. જાનહાનિ અંગે કોઈ માહિતી નહીં રેલવે તંત્રના જણાવ્યા મુજબ, પલટેલી ગાડીમાં માલ ભરેલો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, જે રાહતની વાત છે. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર ટીમો તૈનાત ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડની…

ગુજરાતના 2 સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રમાં મહત્વની નિમણૂક, દિલ્હીમાં નવી જવાબદારી

ગુજરાતના વહીવટી તંત્ર માટે ગૌરવની વાતરૂપે બે સિનિયર IAS અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોના ખંધારને સામાજિક ન્યાય વિભાગમાં મોટી જવાબદારી 1996 બેચની IAS અધિકારી મોના ખંધારને ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેઓ હાલમાં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. આરતી કંવર હવે ટેક્સટાઇલ મંત્રાલયમાં 2001 બેચની IAS અધિકારી આરતી કંવરને કેન્દ્રીય કાપડ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અત્યાર સુધી ગુજરાતમાં સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. વિજય નહેરાને બઢતી કેન્દ્રમાં પહેલાથી જ સેવા…

ઈરાન સોદો નહીં કરે તો વધુ આક્રમક હુમલા: યુએસ રક્ષા સચિવ પીટ હેગસેથની ચેતવણી

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાનને કડક ચેતવણી આપી છે. યુએસ રક્ષા સચિવ પીટ હેગસેથે જણાવ્યું છે કે જો ઈરાન સોદા માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા તેના હુમલાઓને વધુ આક્રમક બનાવશે. સોદા માટે અમેરિકાનો પ્રયાસ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હેગસેથે કહ્યું કે અમેરિકા છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે કરાર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષનો અંત લાવવા માટે સોદો કરવા માંગે છે. હેગસેથે ઈરાનની નવી સરકારને સંદેશ આપતા કહ્યું કે તે પહેલાની સરકાર કરતાં વધુ સમજદાર બનીને નિર્ણય લે અને કરાર તરફ આગળ વધે. આગામી દિવસો રહેશે નિર્ણાયક યુએસ રક્ષા સચિવે જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી દિવસો અત્યંત મહત્વપૂર્ણ રહેશે.…

ગુજરાતમાં એપ્રિલમાં પણ માવઠું યથાવત્: ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત છતાં માવઠું હજુ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. 2થી 4 એપ્રિલ દરમિયાન અસર હવામાન વિભાગની આગાહી મુજબ 2થી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન ફેરફાર પાછળનું કારણ પાકિસ્તાન અને રાજસ્થાન વિસ્તાર ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના 2 એપ્રિલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,…

ઈરાનની કડક ચેતવણી: ‘આક્રમણખોરોના પગ કાપી નાખીશું…’

ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો ઈરાનની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલફાઘરીએ જણાવ્યું કે ઈરાનના સશસ્ત્ર દળો કોઈપણ હુમલાખોરના પગ કાપી નાખશે. ઈરાની સરકારી મીડિયા, પ્રેસ ટીવી દ્વારા આ જાણકારી આપાઈ હતી. રશિયાના ચેચન લડવૈયાઓ ઇરાનમાં તૈનાત થઈ શકે છે પ્રેસ ટીવીના અહેવાલ પ્રમાણે, રશિયાના ચેચન લડવૈયાઓ પણ જરૂર પડ્યે ઇરાનમાં તૈનાત થવા તૈયાર છે, ખાસ કરીને જો અમેરિકા જમીન પર હુમલો કરે તો. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યા છે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ ન…