યુદ્ધ શરૂ થયું ત્યારથી હજી સુધી કોઈ મંત્રણા નથી: ટ્રમ્પના દાવાને ઇરાનનો સ્પષ્ટ રદિયો

ઇરાન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૮થી શરૂ થયેલા યુદ્ધ બાદ અત્યાર સુધી અમેરિકા સાથે કોઈ મંત્રણા કરવામાં આવી નથી. ટ્રમ્પે વારંવાર દાવો કર્યો હતો કે ઇરાન મંત્રણા કરવા તૈયાર છે, પરંતુ ઇરાને આ દાવાને ફરી એકવાર નકાર્યો. અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઇરાનની મજલિસના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર ગાલીબાફ સાથે મંત્રણા કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફીંગમાં, પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટ્ટે જણાવ્યું કે ઇરાન તરફથી આવતાં નકારાત્મક રાજકીય નિવેદનો હોવા છતાં રાજદ્વારી ચેનલ દ્વારા મંત્રણા ચાલુ છે. લીવિટ્ટે વધુમાં ઉમેર્યું કે જે જાહેરમાં કહે છે તે ખાનગી સંદેશાઓથી અલગ હોઈ શકે છે, અને આમાં કશું પણ આશ્ચર્યજનક નથી. સાથે જ, રીવોલ્યુશનરી ગાર્ડના પૂર્વ કમાન્ડર પણ આ મંત્રણામાં જોડાયેલા છે. પાકિસ્તાનની મધ્યસ્થતા દ્વારા…

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ મહેન્દ્રનગરના વોર્ડ નંબર 4 ખાતે આગેવાનને મળવા ગયા હતા અને ત્યાં અચાનક હાર્ટ એટેક થતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. કિશોરભાઈનું પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો શોક વ્યક્ત કરવા માટે હાજર થયા છે. કિશોરભાઈ ચીખલિયા તેમના મિલનસાર સ્વભાવ અને લડાકુ નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં શોક છવાયો છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળના લાભાર્થીઓ જો નક્કી કરાયેલા ધોરણોનું પાલન નહીં કરે તો તેમની પેમેન્ટ રોકી શકાય છે. પેમેન્ટ અને મંજૂરીઓ રોકવાની ચેતવણી ₹7,104 કરોડના નવા રોકાણ સાથે જોડાયેલી 29 દરખાસ્તોને મંજૂરી આપ્યા બાદ મંત્રીએ જણાવ્યું કે જો ઉદ્યોગ જરૂરી પ્રયત્નો નહીં કરે તો સરકાર આગળની પેમેન્ટ અને મંજૂરીઓ રોકવામાં પાછળ નહીં પડે. તેમણે ઉદ્યોગ સંસ્થા ICEA અને તેની સભ્ય કંપનીઓને પણ ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે ઠપકો આપ્યો. ડિઝાઈન પર ભાર, નહીં તો બહારનો રસ્તો વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે જે કંપનીઓ પ્રોડક્ટ ડિઝાઈન, કમ્પોનન્ટ ડિઝાઈન…

રશિયાના ગોલ્ડ રિઝર્વમાં ઘટાડો: યુદ્ધ ખર્ચને પહોંચી વળવા સોનું વેચવાનો મોટો નિર્ણય

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા લાંબા યુદ્ધના કારણે રશિયાના અર્થતંત્ર પર ભારે દબાણ આવી રહ્યું છે. વધતા લશ્કરી ખર્ચને પહોંચી વળવા માટે રશિયા હવે પોતાના સોનાના ભંડારમાંથી મોટા પાયે સોનું વેચી રહ્યું છે. ચોથા વર્ષમાં પ્રવેશેલું યુદ્ધ યુક્રેન સાથેનું યુદ્ધ હવે ચોથા વર્ષમાં પ્રવેશી ગયું છે. આ દરમિયાન રશિયાએ 2022 થી 2025 વચ્ચે લગભગ 15 ટ્રિલિયન રુબેલ્સ (અંદાજે $150 બિલિયન) જેટલું સોનું અને વિદેશી ચલણ વેચ્યું છે. 2026ના શરૂઆતના બે મહિનામાં જ વધુ 3.5 ટ્રિલિયન રુબેલ્સ (લગભગ $35 બિલિયન)નું વેચાણ થયું છે. ફક્ત જાન્યુઆરીમાં 3 લાખ ઔંસ અને ફેબ્રુઆરીમાં 2 લાખ ઔંસ સોનું વેચાયું હોવાનું સેન્ટ્રલ બેંકના આંકડાઓ દર્શાવે છે. અર્થતંત્ર પર વધતું દબાણ રશિયાએ આ વર્ષે રેકોર્ડ 14.5 ટ્રિલિયન રુબેલ્સનો સંરક્ષણ બજેટ ફાળવ્યો છે, જે…

ઈરાન યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રભાવ: એશિયાઈ દેશોમાં ઉર્જા કટોકટી, અનેક કડક પગલાં અમલમાં

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધને કારણે અનેક એશિયાઈ દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છે, જેના કારણે સરકારોને કડક અને અસાધારણ પગલાં લેવા પડ્યા છે. ફિલિપાઈન્સમાં રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર ફિલિપાઈન્સે પરિસ્થિતિને ગંભીર ગણાવી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરી છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે ચેતવણી આપી છે કે દેશમાં ઈંધણનો જથ્થો માત્ર 40-45 દિવસ સુધી જ પૂરતો છે. સરકાર દ્વારા વેપાર સમય મર્યાદિત કરવા, મુસાફરી ઘટાડવા અને આવશ્યક ચીજવસ્તુઓને પ્રાથમિકતા આપવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન પર વિચારણા પાકિસ્તાનમાં વધતા સંકટને પહોંચી વળવા વડાપ્રધાન શાહબાઝ શરીફ સ્માર્ટ લોકડાઉન લાગુ કરવાની યોજના પર વિચાર કરી રહ્યા છે. વર્ક…

અમેરિકાના 40,000 સૈનિકો જર્મનીમાંથી બહાર નિકાળવાની માંગ: ટ્રમ્પની હરકતોથી વધતી નારાજગી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને વર્તનને લઈને યુરોપિયન દેશોમાં વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને જર્મનીમાં આ વિરોધ અત્યંત જોરદાર બની ગયો છે, જ્યાં ડૉ. ટીનો ચુપાના આગેવાન રહેલી એલ્ટર્નેટિવ ફૉર જર્મની (AFD) પાર્ટી આદેશ કરી રહી છે કે દેશમાં તૈનાત 40,000થી વધુ અમેરિકન સૈનિકો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સના સેન્ય અડ્ડા અને પરમાણુ હથિયારો બહાર કાઢવા જોઈએ. પાર્ટીના નેતા ચુપાનાએ જણાવ્યું કે જર્મનીએ પોતાના પરમાણુ અને સૈન્ય આધારસ્થાનો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું જોઈએ અને ટ્રમ્પની નીતિઓને દેશ માટે નુકસાનરૂપ માનવામાં આવે છે. AFD પાર્ટીનો દાવો છે કે નાટોમાં અમેરિકાએ સતત પોતાના હિતને પહેલા રાખ્યું છે અને યુરોપીયન દેશોને વિદેશી યુદ્ધોમાં ખેંચે છે. જર્મનીમાં હાલ 40,000થી વધુ અમેરિકન સૈનિકો તૈનાત છે અને આશરે 12 સેન્ય આધારસ્થાનો…

Sim Binding નિયમ અંગે: ભારત સરકાર સુચવે છે સમયમર્યાદા લંબાવવાની તૈયારી

ભારત સરકારે મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈડિંગ નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવાની યોજના બનાવતા ટેલિકોમ વિભાગે સંકેત આપ્યો છે. પહેલાં ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મર્યાદા નક્કી કરાયો હતો, હવે તેને ડિસેમ્બર 2026 સુધી લંબાવવાની શક્યતા છે. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે કંપનીઓએ વધુ સમયની માગણી કરી હતી, જે વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય પ્લેટફોર્મ માટે રાહતરૂપ બની શકે છે. સમયમર્યાદા લંબાવવાની પાછળનું કારણ નિયમ અમલમાં લાવવા માટે કંપનીઓએ ઘણા તકનીકી પડકારોનો સામનો કર્યો છે, જેમ કે: – સોફ્ટવેર અપડેટ્સ – ઓપરેટિંગ સિસ્ટમ સુસંગતતા – હાર્ડવેર પર પરીક્ષણ ટેલિકોમ વિભાગે સૂચવ્યું છે કે નિયમો તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે જેથી પ્લેટફોર્મને પૂરતો સમય મળે. સિમ બાઈડિંગ નિયમ શું છે? – WhatsApp, Telegram અને અન્ય એપ્સમાં યુઝર્સની ઓળખ મોબાઈલ નંબર સાથે…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ક્યાં ક્યાં વરસાદની શક્યતા: હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વેફરાંહાની પાછળનું કારણ: રાજ્યમાં આ હવામાન ફેરફાર પાછળ મુખ્ય કારણ સાયક્લોનિક અને ઇન્ડ્યુઝ્ડ સર્ક્યુલેશન સિસ્ટમ છે. ઉપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે પણ વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં આજે વરસાદની આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા,…

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત * ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે * પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રી ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે * ગાંધીનગર, 30 માર્ચ, 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” : : શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા …………….. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે તા. ૨૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપતો એક ગરિમામય અને ઐતિહાસિક રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે. તેને જાળવી રાખવી અને આગળ વધારવી એ આપણી સૌની જવાબદારી છે. આ પ્રકારના કાર્યક્રમો યુવા પેઢીને તેના મૂળ સાથે જોડવામાં મહત્વની ભૂમિકા…