હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ટ્રમ્પનો યુ-ટર્ન, વૈશ્વિક બજારમાં વધ્યો તણાવ
હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 48 કલાકમાં પોતાનું વલણ બદલી નાખતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલા આપેલા નિવેદનમાં જ્યાં તેમણે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગની સુરક્ષા માટે અન્ય દેશોને જવાબદાર ગણાવ્યા હતા, ત્યાં હવે તેમણે નવા નિવેદન દ્વારા પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે બદલ્યું છે. ટ્રમ્પે તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “થોડો વધુ સમય આપો, અમે હોર્મુઝને સરળતાથી ખોલી દઈશું.” તેમના આ નિવેદનથી વૈશ્વિક બજારોમાં ફરી અનિશ્ચિતતા વધી ગઈ છે અને ક્રૂડ ઓઈલની કિંમતો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. પહેલાં શું કહ્યું હતું? બે દિવસ પહેલા ટ્રમ્પે કડક વલણ અપનાવી કહ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા માટે જવાબદાર…
દુનિયાની સૌથી મોંઘી કેરી – 1 કિલો માટે લાખનો ખર્ચ!
ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં કેરીની સુગંધ ફેલાઈ રહી છે. સામાન્ય કેરીની કિંમત લગભગ 100–500 રૂપિયા પ્રતિ કિલો હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવી કેરી વિશે સાંભળ્યું છે જેની કિંમત લાખોમાં જાય? જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડાતી મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ 2.5 થી 3 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી છે. એટલી રકમમાં ભારતમાં એક સારી સેકન્ડ હેન્ડ કાર કે લક્ઝુરિયસ બાઈક પણ ખરીદી શકાય. મોંઘાઈ પાછળનું કારણ ઝાડ પર સીધો સૂર્યપ્રકાશ મળતાં કેરીનો રંગ લાલ/જાંબલી થઈ જાય છે. માત્ર 350 ગ્રામથી વધુ વજન અને 15% થી વધુ શર્કરા ધરાવતી કેરીને જ “મિયાઝાકી” નામથી વેચવામાં આવે છે. – સ્વાદ: રસીલો અને મલાઈ જેવો, મોઢામાં મુકતાં જ ઓગળે…
રશિયા દ્વારા યુક્રેનની રાજધાની કિવ પર મિસાઇલ અને ડ્રોન હુમલો, 8ના મોત
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની તીવ્ર સ્થિતિ વચ્ચે શુક્રવારે રશિયાએ કિવ નજીક મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. હુમલાનો વિગતવાર વર્ણન રશિયન હુમલો યુક્રેનના ઇસ્ટર યુદ્ધવિરામના સંકેત મળ્યા પછી થયો, જે 12 એપ્રિલે બંને દેશોમાં ઉજવાય છે. કિવ પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા અનુસાર, બુચા, ફાસ્ટિવ અને ઓબુખિવ શહેરો પર હુમલાઓથી ભારે નુકસાન થયું છે. એક પશુચિકિત્સા ક્લિનિકને નુકસાન પહોંચ્યું, જેમાં આશરે 20 પ્રાણીઓ માર્યા ગયા. 500 ડ્રોન અને ક્રુઝ મિસાઇલથી હુમલો યુક્રેનના વિદેશપ્રધાન એન્ડ્રી સિબિહાએ કહ્યું કે આશરે 500 ડ્રોન અને ક્રુઝ મિસાઇલ યુક્રેન પર ફેંકવામાં આવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે મોસ્કો દ્વારા યુક્રેનના ઇસ્ટર યુદ્ધવિરામ પ્રસ્તાવનો જવાબ ક્રૂર હુમલાઓ સાથે આપવામાં…
વાળંદની દુકાનમાં રચાયું આતંકી કાવતરું, રેલવે સિગ્નલ બોક્સ ઉડાવવાની યોજના પહેલા ચાર આરોપીની ધરપકડ
દેશમાં આતંક ફેલાવવાના ઈરાદાથી રચાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ કરતા ATSએ ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. પાકિસ્તાની હેન્ડલરના સીધા માર્ગદર્શન હેઠળ આ ગેંગ કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ મુજબ, સાકિબ નામનો આરોપી વાળંદ તરીકે કામ કરતો હતો, પરંતુ તે ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાની હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો. હેન્ડલરો દ્વારા ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવામાં આવતો હતો. ગેંગનો મુખ્ય હેતુ ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો અને દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો. મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરીને બનાવ્યો પ્લાન સાકિબ અને તેના સાથીઓએ ગાઝિયાબાદ, અલીગઢ અને લખનૌ જેવા શહેરોમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ, રાજકીય વ્યક્તિઓના રહેઠાણો અને રેલવે સંપત્તિની રેકી કરી હતી. રેકીના વીડિયો…
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. દિલ્હી-NCRમાં ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાતા લોકો તાત્કાલિક ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ રહેણાંક વિસ્તારોના લોકો સાવચેતીના ભાગરૂપે ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા. જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. સાથે જ પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં પણ લોકો ભૂકંપના આંચકા અનુભવતા ઘરોની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આ ભૂકંપની અસર…
અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં, ખેડૂતોમાં ચિંતા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડતા લોકોને ઉનાળામાં ચોમાસાની અનુભૂતિ થઈ હતી. એસપી રિંગ રોડ, રામોલ, વટવા GIDC અને પૂર્વ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડતા સ્થાનિક લોકો અચંબામાં મુકાયા હતા. અચાનક બદલાયેલા હવામાનને કારણે માર્ગો પર પાણી વહેતા થયા હતા. ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. માતર, ખેડા, નડિયાદ અને કપડવંજ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધતી જોવા મળી રહી છે. ધોલેરા વિસ્તારમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ અને બાદમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જનજીવન પ્રભાવિત બન્યું…
ઉનાળામાં ચોમાસાની એન્ટ્રી! રાજ્યમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક,આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા
રાજ્યમાં ઉનાળાની વચ્ચે અચાનક હવામાનમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 10 વાગ્યા દરમિયાન પડેલા માવઠાના કારણે કુલ 7 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં માત્ર 2 કલાકમાં અંદાજે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે ઝાપટાં પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તે જ રીતે ખંભાળિયામાં પણ અડધો ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારમાં પવન સાથે વરસાદ પડતા હવામાનમાં ઠંડક આવી ગઈ હતી. આ તરફ ગીરસોમનાથમાં પણ અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અચાનક વરસાદી ઝાપટાં અને વાદળછાયા વાતાવરણને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું. ઉનાળાની ઋતુમાં જ…
મોંઘવારીનો ડબલ ડોઝ : અદાણી ગેસે ફરી ઝીંક્યો ભાવવધારો, જાણો નવા લેટેસ્ટ ભાવ
અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ 2 એપ્રિલ, 2026 થી અમલી બની ગયા છે. વિવિધ શહેરોમાં CNGના નવા ભાવ (પ્રતિ કિલો) કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ભાવ નીચે મુજબ રહેશે: શહેર / જિલ્લો નવો ભાવ (₹/કિલો) નવસારી 84.45 અમદાવાદ 83.77 ખેડા 82.86 સુરેન્દ્રનગર 82.61 વડોદરા 82.10 સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર સીએનજીના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર પડશે. રિક્ષા અને ટેક્સી: અમદાવાદ જેવા શહેરોમાં હજારો ઓટો-રિક્ષા…
ગુજરાતના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના
ગાંધીનગર : શિસ્ત, ખેલદિલી અને ટીમ વર્ક- આ એવા મૂલ્યો છે, જે કોઈ પાઠ્યપુસ્તક નહીં, પરંતુ રમતનું મેદાન શીખવે છે. રમતગમત વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે એવું દ્રઢપણે માનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) યોજના શરૂ કરી હતી. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યોજના પ્રતિભાશાળી ખેલાડીઓને વિનામૂલ્યે શિક્ષણ સાથે રમતગમતની તાલીમ પૂરી પાડીને તેમની પ્રતિભાને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હાલમાં ગુજરાતમાં ૩૯ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત છે અને અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ ખેલાડીઓએ આ યોજનાનોનો લાભ મેળવ્યો છે. રાજ્યના ખેલાડીઓને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયાર કરે છે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ…
આગામી ગુજરાત સ્થાપના દિને સુરત ખાતે આયોજિત થશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત
ગાંધીનગર: માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, દક્ષિણ અને મધ્ય ગુજરાતના પ્રાદેશિક વિકાસને વેગ આપવા માટે આગામી 1 અને 2 મે, 2026 ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સ્તરે ઔદ્યોગિક રોકાણોને આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડી ‘વિકસિત ભારત @2047‘ના વિઝનને સાકાર કરવાનો છે. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનારી આ કોન્ફરન્સ રાજ્યના આર્થિક પરિદૃશ્યમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ મહત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી અને વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…
















