ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના…

મોંઘવારીનો ડબલ ડોઝ : અદાણી ગેસે ફરી ઝીંક્યો ભાવવધારો, જાણો નવા લેટેસ્ટ ભાવ

અમદાવાદ: એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના વાહનચાલકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવી પડ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.50નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા ભાવ 2 એપ્રિલ, 2026 થી અમલી બની ગયા છે. વિવિધ શહેરોમાં CNGના નવા ભાવ (પ્રતિ કિલો) કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ગુજરાતના મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં ભાવ નીચે મુજબ રહેશે: શહેર / જિલ્લો નવો ભાવ (₹/કિલો) નવસારી 84.45 અમદાવાદ 83.77 ખેડા 82.86 સુરેન્દ્રનગર 82.61 વડોદરા 82.10 સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર અસર સીએનજીના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર મધ્યમ વર્ગના વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો પર પડશે. રિક્ષા અને ટેક્સી: અમદાવાદ જેવા શહેરોમાં હજારો ઓટો-રિક્ષા…

ડભોઇમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી

ડભોઇ નગરમાં વિજયદેવસુરી જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની શોભાયાત્રા સાથે ઉજવણી ડભોઇ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624 મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.    સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો. આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ડભોઇ જૈન વાગા થી નીકળી ભારત ટોકીઝ , ટાવર ,લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર…

હવે ડુંગરાળ વિસ્તારોમાં પણ લહેરાશે મોલ: તાપી જિલ્લામાં રૂ. ૧૬૦૦ કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂ. ૧૬૦૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ તાપીના ૧૩૬ ગામો માટે રૂ. ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાનું ઇ-લોકાર્પણ કર્યુ : ૨૮ હજાર હેક્ટર જમીન થશે લાભ રૂ. ૬૫૧ કરોડની બોરીસાવર યોજનાનું ઇ-ખાતમુહૂર્તથી સોનગઢ-વ્યારાના ૨૯ ગામોના ૮ હજાર હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂ. ૧૬૦૦ કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના અને બોરીસાવર યોજનાનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આ તકે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ…

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે  B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત,…

ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની ચર્ચા બાદ બહુમતિથી મંજૂરી

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે મહત્વપૂર્ણ દિવસ છે. રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 7.30 કલાકની સઘન ચર્ચા બાદ બહુમતિથી પસાર કરવામાં આવ્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત દેશમાં આ કાયદો પસાર કરનાર બીજું રાજ્ય બની ગયું છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “ગુજરાત માટે સુવર્ણ અક્ષર” બિલ પરના અંતિમ પ્રતિસાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ગૃહને સંબોધતાં કહ્યું, “આ કાયદા દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે. આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાયના વિરોધમાં નથી, પરંતુ બંધારણીય સમાનતા સ્થાપિત કરવા માટેનું ક્રાંતિકારી પગલું છે.” 7.30 કલાકની ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા બપોરે ૩ વાગ્યે શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ભાગ લીધો. આ દરમિયાન લગ્ન, છૂટાછેડા, વારસા હક…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેતી એ માત્ર વ્યવસાય નથી, એ એક તપસ્યા છે

Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના રોજ સોનાના ભાવમાં લગભગ ₹8000 સુધીનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદી ₹15000 જેટલી સસ્તી થઈ ગઈ છે. સોમવારે એમસીએક્સ પર ટ્રેડિંગ શરૂ થતાં જ 5 મેની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ ગયા શુક્રવારના બંધ 2,26,772 રૂપિયા પ્રતિ કિલોની સરખામણીએ ઘટીને 2,11,729 રૂપિયા પર આવી ગયો. એટલે કે એક કિલો ચાંદી 15,043 રૂપિયા સસ્તી થઈ ગઈ. તે જ રીતે, 29 જાન્યુઆરીના તેના હાઈ લેવલ 4,20,048 રૂપિયા પ્રતિ કિલોથી હવે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને 2,08,319 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયો છે. તાજી રિપોર્ટ અનુસાર,…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે 6 કલાકે ચૂકશો નહીં, ગુજરાતનું ગૌરવ એવા ખેડૂતોને સન્માનિત કરતી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે.. B INDIA કૃષિ રત્ન એવોર્ડ… કૃષિ શક્તિનો મહાપર્વ…http://KRUSHI RATNA AWARD 2026 https://youtu.be/hU4EskpuWKs?si=Dxf6VNcqqGsBDKl0