ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

એટલું જ નહિં ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે.  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહીને વિવિધ સૂચનો કર્યા હતા.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ હાલની વૈશ્વિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં દેશના રાજ્યોમાં પેટ્રોલ, ડિઝલ, ગેસ, ખાતર અને અન્ન પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરઓ સાથે ગઇકાલે યોજેલી વિડીયો કોન્ફરન્સમાં તેમણે આપેલા દિશા-નિર્દેશોના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે રાજ્યના વરિષ્ઠ સચિવોની બેઠક યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, હાલના સમયે બધા જ વિભાગોએ સતર્ક રહીને સંકલન સાથે ટીમ વર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,  રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવાની જે માર્ગદર્શિકાઓ કેન્દ્ર સરકારે આપેલી છે તેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવા મુખ્યમંત્રીએ સૂચવ્યું હતું.

ગુજરાત દેશમાં સૌથી વધુ 23 ટકા પી.એન.જી. ગેસ કનેક્શન ધરાવતું રાજ્ય છે. આ ઉપરાંત દેશના 12 ટકા સી.એન.જી. ફિલીંગ સ્ટેશન પ્ણ રાજ્યમાં કાર્યરત છે.
વડાપ્રધાનએ રાજ્યોને વધું નવા પી.એન.જી. કનેક્શન્સ માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. પાછલા 10 દિવસમાં 12 હજારથી વધુ નવા પી.એન.જી. કનેક્શન્સ અને 300 થી વધુ નવા કોમર્શીયલ કનેક્શન્સ અપાયાં છે.

આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રજૂ થયેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 1.28 કરોડ ડોમેસ્ટીક એલ.પી.જી. કનેક્શન છે. એટલું જ નહિં આ ડોમેસ્ટીક કનેક્શન ધારકોને ગેસનો પુરવઠો નિયમિત મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં છે.

રાજ્ય સરકારે એલ.પી.જી. કનેક્શન ધારકોની કોઇપણ સમસ્યાના ત્વરિત નિવારણ માટે કાર્યરત કરેલી હેલ્પલાઇન દ્વારા અત્યાર સુધીમાં 10,000 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ પેટ્રોલ, ડિઝલ. ગેસ જેવી ચીજ વસ્તુઓની સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ પર નિગરાની રાખવા તથા કડકાઈથી પેશ આવીને દાખલારૂપ સજા થાય તે માટે તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે આના પરિણામે લોકોના મનમાંથી અછત કે તંગીનો જે ખોટો ભય છે તે દૂર કરી શકાશે.

રાજ્યમાં ફર્ટીલાઇઝરનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોને ખરીફ સીઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કૃષિ વિભાગે કર્યું છે તેની પણ માહિતી આ બેઠકમાં આપવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યના પોર્ટ્સ પર કાર્ગોનું સરળ સંચાલન અને મોનિટરીંગ થાય તેમજ કન્જેશન થવાને કારણ સપ્લાય ચેનમાં રૂકાવટ ન આવે તે સુનિશ્ચિત કરવા અંગે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં શ્રમિકોને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિને કારણે આર્થિક મુશ્કેલી સહન કરવી ન પડે તે માટે તેમને મહેનતાણાની ચૂકવણી સમયસર થાય તે જોવાની સૂચના સબંધિત વિભાગોને મુખ્યમંત્રીએ આપી હતી.

કેન્દ્ર સરકાર સાથેના સંકલન માટે અને જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જળવાઈ રહે તેના માર્ગદર્શન માટે મુખ્યસચિવના અધ્યક્ષ સ્થાને એક સ્ટેટ લેવલ કો–ર્ડીનેશન કમિટીની રચના કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જિલ્લા સ્તરની આવી કોર્ડીનેશન કમિટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાર્યરત થશે.

બિનનિવાસી ગુજરાતીઓને આ વૈશ્વિક સંકટના સમયમાં જરૂરીયાત જણાયે મદદરૂપ થવા એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે અને એન.આર.આઇ. પ્રભાગને બિનનિવાસી ગુજરાતીઓના સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.

આ બેઠકમાં મુખ્યસચિવ એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવઓ, પોલિસ મહાનિદેશક, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ -વિક્રાંત પાંડે, સચિવ ડૉ અજય કુમાર અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

  • Related Posts

    HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

    હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

    Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

    Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…