“પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા

પ્રશ્ન અહીં એ છે કે જ્યારે કોઇ પણ પક્ષ લાંબા અને તે પણ જો બે-ત્રણ દસકાથી સત્તામાં હોય તો એન્ટીઇન્કમબસી હોય જ છે અને તે સ્વાભાવી છે સાથે સાથે તમામ પક્ષો પણ જાણે જ છે. તો પછી સત્તાપક્ષ જે પ્રશ્નો ને કારણે ડિફેન્સની સ્થિતિમાં મુકાય છે તે પ્રશ્નને એટેન્ડ કરવા કે મેનેજ કરવા સક્ષમ હોય તેવા નેતા કે કાર્યકરને કેમ ટીકીટ નથી આપતી તે એક પ્રશ્ન સત્તાપક્ષને અને પ્રજાનાં પ્રશ્નો આટલી હદે છે કે હતા તો તે મામલે વિપક્ષે શું કર્યુ અથવા તો સ્થાનિક મુદ્દા કેમ કોઇ જગ્યા પર ચર્ચા વિચારણામાં આવ્યા કે લેવામાં આવ્યા નહીં, તે એક પ્રશ્ન વિપક્ષને.

વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ

અમદાવાદ, (23 એપ્રિલ 2026) : વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ (ABC) અને ગુજરાતી બુક ક્લબ (GBC) ના સહયોગથી “યુનાઇટિંગ રીડર્સ” શીર્ષક હેઠળ એક અર્થસભર અને પ્રેરણાદાયી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરભરના વાંચનપ્રેમીઓ અને સાહિત્ય રસિકો એકત્રિત થયા હતા. કાર્યક્રમની શરૂઆત સાંજે 4:00 વાગ્યે મહેમાનોના આગમન અને હાઈ-ટી સાથે થઈ, ત્યારબાદ હાર્દિક સ્વાગત અને જ્ઞાન તથા પ્રેરણાના પ્રતિકરૂપે દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે  વી. નંદકુમાર સાહેબ (આઈઆરએસ, આવકવેરા કમિશનર, આવક વિભાગ, નાણાં મંત્રાલય) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માનનીય મહાનુભાવો તરીકે મૈત્રીદેવી સિસોદિયા (ડેપ્યુટી કલેક્ટર), ખુરશીદ રવજી (વાંચનપ્રેમી, અમદાવાદ બુક ક્લબ), સ્નેહલ પટેલ (કો-ચેરમેન, પી.સી. સ્નેહલ ગ્રુપ) અને અંકિત પારીખ (સભ્ય,…

મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?

ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય કેન્સર છે. પરંતુ સારા સમાચાર એ છે કે સમયસર લેવામાં આવેલી HPV વેક્સિન આ રોગના જોખમને ઘણો ઓછો કરી શકે છે. HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન કેવી રીતે કામ કરે છે? HPV  એ એક એવો વાયરસ છે, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. HPV વેક્સિન શરીરને આ વાયરસ સામે લડવાની ક્ષમતા આપે છે. ઓન્કોલોજિસ્ટ ડૉ. જ્યોતિ વાધવાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે અને પરિણામે કેન્સર થવાની શક્યતા પણ ઓછી કરે છે. કઈ ઉંમરે લેવાય HPV વેક્સિન? 1. 9 થી 14…

ધીરેન્દ્ર શાસ્ત્રીના આમંત્રણ પર પ્રયાગરાજ પહોંચ્યા ‘રામાયણ’ના રામ-સીતા-લક્ષ્મણ,ઝલક જોવા ઉમટ્યો ભક્તોનો સાગર

પ્રયાગરાજમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ ત્યારે જોવા મળ્યો, જ્યારે હનુમંત કથાથી પહેલા ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રામાં 80ના દાયકાના લોકપ્રિય ટીવી ધારાવાહિક રામાયણના પ્રખ્યાત કલાકારો અરુણ ગોવિલ,દીપિકા ચિખલિયા અને સુનીલ લહરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રા Dhirendra Krishna Shastri ના આમંત્રણ પર યોજાઈ હતી. ઢોલ-નગારા અને ભક્તિના જયઘોષ વચ્ચે યાત્રા નીકળી, જેમાં લોકો દ્વારા ફૂલોની વર્ષા કરીને કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વાતાવરણ “જય શ્રી રામ” ના નાદથી ગૂંજી ઉઠ્યું. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. રામાયણમાં ‘રામ-સીતા-લક્ષ્મણ’ તરીકે લોકોના દિલોમાં વસેલા આ કલાકારોને એકસાથે જોઈને અનેક ભક્તો ભાવુક બની ગયા. ઘણા…

શું તમે ખાઈ રહ્યા છો નકલી પનીર? સાવધાન! આ 4 રીતોથી કરો અસલી–નકલીની ઓળખ, હોટેલ–રેસ્ટોરન્ટમાં ક્યારેય ન ખાઓ આ વસ્તુઓ!

આજકાલ બજારમાં નકલી પનીરનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. કેટલાક લોકો દૂધની જગ્યાએ કેમિકલ અને એસિડનો ઉપયોગ કરીને પનીર બનાવી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ખાસ કરીને હોટલ–રેસ્ત્રાંમાં મળતું પનીર ક્યારેક શંકાસ્પદ હોઈ શકે છે. તેથી, ગ્રાહકો માટે સાવધાન રહેવું અત્યંત જરૂરી છે. નકલી પનીર કેવી રીતે ઓળખશો? (આ 4 સરળ રીતો અજમાવો) ટેક્સચર ટેસ્ટ (Texture Test) અસલી પનીર નરમ અને દબાવતાં તૂટી જાય છે, જ્યારે નકલી પનીર વધુ રબર જેવું અને કઠણ લાગે છે. પાણી ટેસ્ટ (Water Test) પનીરને ગરમ પાણીમાં મૂકો. અસલી પનીર તેની સુગંધ અને સ્વાદ જાળવે છે, જ્યારે નકલી પનીર ગંધ છોડે અથવા તૂટવા લાગે છે. આયોડિન ટેસ્ટ (Iodine Test) પનીર પર આયોડિન નાખવાથી જો તે નિલો (Blue)…

ટ્રેન્ડિંગ સમર રેસીપી 2026: ગરમીમાં ઠંડક અને ટેસ્ટનો પરફેક્ટ કોમ્બિનેશન

ગરમીની સીઝનમાં શરીરને ઠંડક આપતી અને સ્વાદમાં લાજવાબ એવી વાનગીઓ 2026માં ખુબ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને પાણીથી ભરપૂર ફળો, લાઇટ ફૂડ અને “સ્વીસી” (Sweet + Spicy) ફ્લેવર્સ લોકોમાં ખુબ લોકપ્રિય બની રહ્યા છે. આવો જાણીએ કેટલીક ટ્રેન્ડિંગ સમર રેસીપી વિશે: 1. આમ પન્ના (Aam Panna)   શા માટે ટ્રેન્ડમાં છે: આમ પન્ના ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને લૂથી બચાવે છે. સામગ્રી: કાચા કેરી, પુદીના, કાળું મીઠું, ભૂનો જીરુ, ખાંડ બનાવવાની રીત: કાચી કેરી ઉકાળો → ગૂંદ કાઢો → મસાલા મિક્સ કરો → ઠંડું પાણી ઉમેરી સર્વ કરો 2. વોટરમેલન મિન્ટ કુલર શા માટે ટ્રેન્ડમાં છે: તરબૂચમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. સામગ્રી: તરબૂચ, પુદીના, લીંબુનો રસ, કાળું મીઠું બનાવવાની રીત:…

અમદાવાદની અમૃતા વિદ્યાલયમાં ‘સ્વેપ’ અભિયાન અંતર્ગત મતદાન જાગૃતિના શપથ લેવાયા

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ઘાટલોડિયા સ્થિત અમૃતા વિદ્યાલય ખાતે શિક્ષકો દ્વારા એક મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પોતાની મૌલિક શૈલીમાં લોકશાહીના પર્વની મહત્તા સમજાવતા ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને સમગ્ર વાતાવરણમાં ગુંજતો કર્યો હતો. લોકશાહીના પાયાને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યોએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી આર. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતા આ અભિયાનમાં અમૃતા વિદ્યાલયના શિક્ષકોએ જાગૃત નાગરિક તરીકેની પોતાની ભૂમિકા સુપેરે નિભાવી હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક નાગરિક પોતાની ફરજ સમજીને મતદાન કરે તેવો સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો…

અમદાવાદમાં ફિક્કીના 100 વર્ષનો ભવ્ય પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે. મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની…

ચિપચિપાટી ગરમીમાં પણ ચહેરો રાખો તાજું અને ગ્લોઇંગ – 4 અસરકારક ઘરેલુ ફેસ પેક

ચિપચિપાહટભરી ગરમીમાં ચહેરો નિરસ, ઓઇલી અને થાકેલો લાગવો સામાન્ય છે. પણ હવે ચિંતા નહીં! ઘરે જ મળતી સરળ વસ્તુઓથી તમે બનાવી શકો છો એવા ફેસ પેક, જે તમારી સ્કિનને રાખશે ફ્રેશ, બ્રાઇટ અને ગ્લોઇંગ. સૌથી સારી વાત એ છે કે આ બધું સસ્તું અને કેમિકલ ફ્રી છે. ચાલો જાણીએ એવા 4 અસરકારક ફેસ પેક વિશે: 1. દહીં અને બેસન ફેસ પેક ગરમીમાં ટાન અને ઓઇલી સ્કિન માટે આ બેસ્ટ છે. બનાવવાની રીત: ચમચી બેસન ચમચી દહીં થોડું હળદર આ બધું મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. સ્કિન સાફ થાય છે અને ગ્લો આવે છે. 2. ટામેટા અને મધ ફેસ પેક ટામેટું નેચરલ બ્લીચ તરીકે કામ કરે છે. બનાવવાની રીત: ટામેટાનો રસ…

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર

મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક મેગા પ્લાન જાહેર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ગેસની અછતથી બચાવવાનો અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો છે. સરકારના આ નવા નિર્ણય મુજબ હવે પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તેઓને હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે એડ્રેસ પ્રૂફ આપવાની જરૂર રહેશે નહીં. માત્ર માન્ય ઓળખપત્ર (ID)ના આધારે તેઓ 5 કિલોનો LPG સિલિન્ડર સરળતાથી મેળવી શકશે. આ નિર્ણય ખાસ કરીને શહેરોમાં રહેતા અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે…