CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝન અને પ્રેરણાથી સાબરમતી આશ્રમનું અદ્યતનીકરણ અને નવીનીકરણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં સાબરમતી આશ્રમના હાથ ધરાઇ રહેલા વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા ગવર્નિંગ કાઉન્સિલની આ બેઠકમાં કરવામાં આવી હતી. એક્ઝિક્યુટીવ કાઉન્સિલના ચેરમેન આઈ.પી ગૌતમે વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા આ કામગીરીની સર્વગ્રાહી પ્રગતિનો ચિતાર આપ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત 28 જેટલા મકાનોના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાંથી 22નું કામ પૂર્ણ થઈ ગયું છે અને સમગ્ર રિસ્ટોરેશન કામગીરી માર્ચ-26 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે તેમ તેમણે જણાવ્યું હતું. સાબરમતી આશ્રમના આ નવીનીકરણમાં ગ્રીન ગ્રોથને…

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. 2 લાખનું પ્રોત્સાહક ઇનામ રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી 258 ગ્રામ પંચાયતને એપ્રિલ-2025 થી જાન્યુઆરી-2026 સુધીમાં રૂ. 5.16 કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી…

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. આ પર્વમાં ભાવિકોને સોમનાથના આંગણે ઓરિસ્સાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ પણ માણવા મળશે. કલાકૃતિઓ અંગે સેન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહૂએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ છીએ કે અમને મહાશિવરાત્રિના આ પર્વ પર સોમનાથ આવવાનું સદનસીબ પ્રાપ્ત થયું છે. અહીં અમને ત્રણ સ્કલ્પચર આર્ટ બનાવવાની તક મળી છે. અન્ય રેત કલાકારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે ઓરિસ્સાથી સુબોલ્લા મહારાણા અને જીતેન્દ્ર મહારાણા આવ્યા છે. રેતશિલ્પના માધ્યમથી અમે અહીં અમારી કલાનું પ્રદર્શન કરીશું. આ રેતશિલ્પ તૈયાર કરવામાં 60 ટન રેતી અને…

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન ધરાવતી આ પ્રજાતિ પર્યાવરણીય દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દેડકો સામાન્ય રીતે આછા ભૂરા કે પીળા રંગનો જોવા મળે છે, તેની પીઠ પર ઘાટા ફોલ્લીઓ અથવા નિશાનો હોય છે. તેની મોટી આંખો અને આડી કીકી તેને વિશિષ્ટ ઓળખ આપે છે. સૌથી ખાસ લક્ષણ તરીકે તેના અંગૂઠાના છેડા પર રહેલા એડહેસિવ ડિસ્ક છે, જેના કારણે તે દિવાલો, ઝાડના થડ અને અન્ય ઊભી સપાટીઓ પર સહેલાઈથી ચડી શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, આ પ્રજાતિમાં નર દેડકા માદા કરતા કદમાં નાના હોય છે. અન્ય સામાન્ય દેડકાઓની જેમ…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી જન-જન સુધી કરાઇ રહ્યો છે સફળ ‘સંવાદ’ AIR ના માધ્યમથી દેશભરમાં 479 પ્રસારણ કેન્દ્રો દ્વારા વિવિધ 23 ભાષાઓ અને 179 સ્થાનિક બોલીઓમાં કાર્યક્રમો પ્રસારિત વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા. 13 ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે અને રસપ્રદ કથાઓ પીરસે છે. ચાલુ વર્ષે ‘વર્લ્ડ રેડિયો ડે’ની ઉજવણી ‘રેડિયો અને આર્ટીફિશિયલ…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ તમામ અધ્યક્ષ ઓનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યુ હતું. આ મુલાકાત દરમ્યાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ગુજરાત વિધાનસભાની કામગીરી પણ નવીનત્તમ ટેકનોલોજી સાથે આધુનિક બની રહી છે. પ્રજાના પ્રશ્નોની ઝડપથી ચર્ચા થઈ શકે તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ એ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલા પ્રજાલક્ષી બદલાવ અંગે માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે રાજ્યપાલ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસોને…

વિદેશમાં નોકરીની ગેરંટી અને ઝડપી આપતી ફેક એજન્સીઓ સામે સાવધાની એ જ ઉપાય

વર્તમાન સમયમાં વિદેશ જઈ અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. જેનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુઓ ફેક વિઝા એજન્સી બનાવીને નિર્દોષ લોકોને છેતરતાં પણ હોય છે. ત્યારે આવી બનાવટી એજન્સી કેવી રીતે લોકોને ફસાવી શકે છે અને કેવી રીતે સાવધાન રહી શકાય તેના વિશે જાણીએ. સામાન્ય નાગરિકોને વિઝા સ્કેમનો ભોગ બનાવતી ફેક એજન્સીઓ પોતાને કાયદેસરના વિઝા સર્વિસ પ્રોવાઈડર તરીકે રજૂ કરે છે. તેઓ અરજદારોને વિવિધ પ્રકારની લાલચ આપી જાળમાં ફસાવે છે. જેમ કે, અપફ્રન્ટ પેમેન્ટ સ્કેમ. જેમાં વિઝાની પ્રક્રિયાના બહાને મોટી રકમ એડવાન્સમાં મેળવી એજન્સી અદૃશ્ય થઈ જાય છે. આવી એજન્સીઓ વિઝા મળવાની ખોટી ખાતરી આપી વિશ્વાસ સંપાદન કરે છે. ત્યાર બાદ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ફી વસૂલવામાં આવે છે. આ માટે…

બાળકોને પરંપરાઓ સાથે કેવી રીતે જોડવા ? | GUJARATI NEWS BULLETIN

બાળકોને પરંપરાઓ સાથે પ્રેમથી જોડો બાળકોને શીખવવું નહીં, અનુભવ કરાવવો પ્રેમ અને સમજણથી જોડાય બાળક પરંપરા સાથે નાની ભાગીદારીથી જ બાળકો જોડાય પરંપરા સાથે પરંપરાઓ ન માનવાનું કારણ સમજો બાળકો માટે જજમેન્ટ-ફ્રી વાતાવરણ બનાવો બાળકોને દરેક વાત તર્કથી સમજાવો રીતિ-રિવાજોને ટૂંકા અને મનોરંજક બનાવો સરખામણી, મહેણાં અને દબાણથી બચો બાળક પાસેથી બહુ વધારે અપેક્ષા ન રાખો બાળકને પોતાનું અભિપ્રાય વ્યક્ત કરવાની તક આપો મહેનત અને સફળતાને વખાણી પ્રોત્સાહન આપો જોડાણ માટે વાર્તાઓ અને કિસ્સાઓ સાંભળાવો પ્રતિકાર અને નકારાત્મક ભાવનાઓને સમજીને દૂર કરો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગ્લુકોમા | Glaucoma | GUJARATI NEWS BULETIN

ગ્લુકોમાએ આંખની એક ગંભીર બીમારી આંખનું દબાણ અને ઓપ્ટિક નર્વનું નુકસાન સમયે પગલાં લીધા વિના આંખની દ્રષ્ટિ ગુમાવી શકાય ગ્લુકોમામાં દવાઓ, લેસર અને સર્જરીના વિકલ્પ 40+ વયના લોકોને નિયમિત આંખ ચેકઅપ ફરજિયાત વારસાગત જોખમ ધરાવતાં દર્દીઓ માટે વિશેષ ધ્યાન આંખમાં નુકસાન પહેલાં લક્ષણો ઓળખો વારસાગત અને જોખમગ્રસ્ત દર્દીઓ માટે તકેદારી નિયમિત આંખ ચેકઅપ જરૂરી જીવનશૈલી ફેરફારોથી જોખમ ઘટાડો આંખની સલામતી માટે ઝડપી પગલાં મહત્વપૂર્ણ સમયસર સારવારથી દ્રષ્ટિ બચાવો જાગૃત રહો આંખને સુરક્ષિત રાખો   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…